Pics : ચિત્રાંગદાને ઇમ્પ્રેસ કરવા હોય તો રહો ક્લીન શેવ!
મુંબઈ, 28 જૂન : બૉલીવુડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહને ક્લીન શેવ ધરાવતાં પુરુષો ગમે છે. જો આપ પણ ચિત્રાંગદાને ઇમ્પ્રેસ કરવા માંગતા હોવ, તો રહો ક્લીન શેવ.
ચિત્રાંગદા અને અરબાઝ ખાન તાજેતરમાં જ ક્લીન શેવને પ્રમોટ કરતાં દેખાયાં. બંને એક શેવિંગ ક્રીમના બ્રાન્ડ એમ્બેસડર છે. આ પ્રસંગે રાહુલ દ્રવિડ પણ હાજર હતાં. બ્રાન્ડના નવા પ્રોજેક્ટને લૉન્ચ કરવા પહોંચેલાં અરબાઝ ખાન ખૂબ જ તાજગીસભર દેખાતા હતાં. આ ઈવેંટ દરમિયાન ચિત્રાંગદા સિંહ પણ ખૂબ જ આકર્ષક જણાતા હતાં.
ચિત્રાંગદા બૉલીવુડના જાણીતા અભિનેત્રી છે. તેમની છેલ્લી ફિલ્મો જ્હૉન અબ્રાહમ સાથે આઈ મી ઔર મૈં તથા અર્જુન રામપાલ સાથે ઇનકાર હતી કે જેમાં તેઓ ખૂબ જ બોલ્ડ નજરે પડ્યા હતાં.
આવો જોઇએ કેટલીક તસવીરો :

અરબાઝ-ચિત્રાંગદા-રાહુલ
ચિત્રાંગદા અને અરબાઝ ખાન તાજેતરમાં જ ક્લીન શેવને પ્રમોટ કરતાં દેખાયાં. બંને એક શેવિંગ ક્રીમના બ્રાન્ડ એમ્બેસડર છે. આ પ્રસંગે રાહુલ દ્રવિડ પણ હાજર હતાં.

સ્વચ્છ છોકરાઓ ઇમ્પ્રેસ કરે છે
ચિત્રાંગદાએ જણાવ્યું - અણઘડ ન દેખાઓ અને જો આપ મૂંછો ધરાવતાં પણ હોવ, તો બાકી બધી વસ્તુઓ સ્વચ્છ હોવી જોઇએ અને તે જ સારો પ્રભાવ નાંખે છે. એક છોકરા વાળા લુક સાથે અને સમ્પૂર્ણ સ્વચ્છ રહેવાતી આપનો સારો પ્રભાવ પડે છે.

તાજગી આપતું ક્લીન શેવ
આ પ્રસંગે અરબાઝ ખાને જણાવ્યું કે ક્લીન શેવથી આપ તાજગીસભર અનુભવો છો. તેમણે કહ્યું કે ગંદા રહેવું સારી બાબત નથી. ઉગતી દાઢી-મૂંછો સાફ કરવી જ જોઇએ.