• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલીપ કુમારની આત્મકથાના લોકાર્પણે ઉમટ્યું બૉલીવુડ : જુઓ તસવીરો

|

મુંબઈ, 10 જૂન : બૉલીવુડના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગના નામે જાણીતા દિલીપ કુમારની ઑયોબાયોગ્રાફીનું સોમવારે મુંબઈમાં લોકાર્પણ કરવામાં આવ્યું. દિલીપ સાહેબની આત્મકથાનું નામ DILIP KUMAR- Scubstane And The Shadow છે કે જે તેમના નજીકના મિત્ર ઉદય તારા નાયરે લખી છે. આ આત્મકથામાં દિલીપના જીવનના તમામ પાસાઓ તથા અનેક કલાકારો અંગે ચર્ચા કરવામાં આવી છે કે જેમાં રાજ કપૂર, દેવ આનંદ અને મધુબાલાનો સમાવેશ થાય છે.

આત્મકથાના લોકાર્પણ પ્રસંગે દિલીપ કુમાર, તેમના પત્ની સાયરાબાનુ, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, આમિર ખાન, કરણ જૌહર સહિત બૉલીવુડના તમામ નવા-જૂના દિગ્ગજો હાજર રહ્યાં. આ કાર્યક્રમની રજુઆત કરણ જૌહરે કરી. આ પ્રસંગે સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરે દિલીપ કુમારની શાનમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો. અમિતાભ બચ્ચને દિલીપ સાહેબની આત્મકથાના કેટલાંક અંશો વાંચી સંભળાવ્યાં, તો આમિર ખાને દિલીપ સાહેબ પર લખેલી પ્રસૂન જોશીની કવિતાનું વાંચન કર્યું. ધર્મેન્દ્રે પણ દિલીપ સાથેના અનુભવો શૅર કર્યાં.

ચાલો જોઇએ દિલીપ કુમારની આત્મકથાના લોકાર્પણ પ્રસંગની તસવીરી ઝલક અને જાણીએ કે શું છે આત્મકથામાં?

દિલીપ કુમારની આત્મકથાનું લોકાર્પણ

દિલીપ કુમારની આત્મકથાનું લોકાર્પણ

દિલીપ કુમારની આત્મકથાના લેખક ઉદય તારા નાયરે મીડિયાને આ પુસ્તક અંગે જણાવ્યું - પહેલા મને એમ લાગ્યું કે હું નહીં લખી શકું. પછી નક્કી થયું કે તેને સાહેબની કાબાની રજૂ કરીશું.

દિગ્ગજોની હાજરી

દિગ્ગજોની હાજરી

તેમણે જણાવ્યું - આ પરિવાર સાથે હું 40 વર્ષોથી જોડાયેલી છું. પુસ્તકની તૈયારીમાં ચાર વર્ષ અને લખતા એક વર્ષ લાગ્યાં.

અશોક ચોપરાનું એડિટિંગ

અશોક ચોપરાનું એડિટિંગ

પબ્લિશિંગ હાઉસના પ્રમુખ અશોક ચોપરાએ આ પુસ્તકનું એડિટિંગ કર્યું.

આમિર ખાન-દિલીપ કુમાર-અમિતાભ બચ્ચન

આમિર ખાન-દિલીપ કુમાર-અમિતાભ બચ્ચન

ઉદય તારા નાયરે જણાવ્યું - આપ વિચારો કે દિલીપ સાહેબ આપની સામે બેસી પોતાની કહાણી કહી રહ્યાં છે. તે સમય ખુશી, ભય અને જવાબદારીનો રહ્યો.

કિરણ રાવ-આમિર ખાન

કિરણ રાવ-આમિર ખાન

તેમણે જણાવ્યું - પુસ્તકમાં 450 પાના છે અને તેની કિંમત 699 રુપિયા છે.

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી

આ પ્રસંગે સાયરાબાનુએ જણાવ્યું - છેલ્લા ચાલીસ વર્ષથી દિલીપ કુમાર પરિવારની નજીક રહેનાર ઉદય તારા નાયર માટે આ બુક લૉન્ચ મુઘલ-એ-આઝમની રિલીઝ જેટલો ઉત્સાહજનક છે.

અયાન મુખર્જી

અયાન મુખર્જી

સાયરાએ જણાવ્યું - ચાર વર્ષ સુધી એક એક્ટિંગ લીજેન્ડ સામે બેસી તેમની કહાણી સાંભળતાં તેઓ જેટલા ઇમોશનલ અને નર્વસ રહ્યાં, એટલા જ આજે પણ છે.

ધર્મેન્દ્ર-અમિતાભ બચ્ચન

ધર્મેન્દ્ર-અમિતાભ બચ્ચન

ઉદય નાયરે જણાવ્યું - નવા કલાકારો માટે આ પુસ્તક બાયબલની જેમ ગણાશે. હા, માત્ર એક્ટર્સ જ નહીં, ઇન્ડસ્ટ્રીની દરેક વ્યક્તિ માટે આ એક ગ્રંથ છે.

ધર્મેન્દ્ર-દિલીપ કુમાર

ધર્મેન્દ્ર-દિલીપ કુમાર

ઉદય તારા નાયરે જણાવ્યું - આ પુસ્તકમાં દિલીપ કુમારના ખાસ અભિનય, શોહરત તથા તેમના વ્યવહારને સમજી શકાશે.

દિલીપ કુમાર-સાયરાબાનુ

દિલીપ કુમાર-સાયરાબાનુ

તેમણે જણાવ્યું - આટલા મોટા કલાકાર હોવા છતાં દિલીપ કુમાર દરેક પ્રત્યે વિનમ્ર રહ્યાં. લોકો સાથે તેમનું સીધું જોડાણ રહ્યું.

દિલીપ કુમાર-સાયરાબાનુ

દિલીપ કુમાર-સાયરાબાનુ

નાયરે જણાવ્યું - દિલીપ સાહેબ સાથે વાતચીતમાં લાગણીશીલ પણો પણ આવી. દિલીપ સાહેબ પોતાની મમ્મી, ભાઈ અયુબ તથા પરિવાર વિશે વાત કરતાં લાગણીશીલ બની જતા હતાં.

દિલીપ કુમાર-સાયરાબાનુ

દિલીપ કુમાર-સાયરાબાનુ

નાયરે જણાવ્યું - 12 બાળકોમાં દિલીપ કુમાર ચોથા નંબરે હતાં. પોતાના કરતા નાના ભાઈ-બહનોને તેમણે પિતાતુલ્ય પ્રેમ આપ્યો અને તેમના પ્રત્યે જવાબદાર રહ્યાં.

દિલીપ કુમાર-સાયરાબાનુ

દિલીપ કુમાર-સાયરાબાનુ

ઉદય તારા નાયર કહે છે - અનેક પ્રસંગો એવા આવ્યાં કે જ્યારે દિલીપ સાહેબ સતત પાંચ કલાક વાતો કરતાં, પછી તે જ વાતોમાં ડુબી જતાં અને 5-6 દિવસ સુધી વાતો જ નહીં કરતાં. પછી અચાનક બોલાવતાં અને કહેતાં કે આપણે આજે વાત કરીશું.

દિલીપ કુમાર-સાયરાબાનુ

દિલીપ કુમાર-સાયરાબાનુ

ઉદય તારા નાયરે જણાવ્યું - દિલીપ સાહેબ પરિવાર પ્રત્યે ખૂબ સમર્પિત છે. દિલીપ સાહેબ કહે છે, ‘આપણે ભલે મિત્રો બનાવી લઇએ, પણ પરિવાર આપણને ઈશ્વરે પસંદ કરી આપ્યો છે. તેથી પરિવારના દરેક સભ્યનું સન્માન કરવું જોઇએ.'

ફરીદા જલાલ

ફરીદા જલાલ

ઉદય તારા નાયરે જણાવ્યું - મને પુસ્તક લખવા દરમિયાન આ બાબતનો અહેસાસ થયો. આજે હું વધુ સમર્પિત થઈ ગઈ છું.

જાવેદ અલી

જાવેદ અલી

તેમણે જણાવ્યું - આ પુસ્તકમાં દિલીપ સાહેબની અદાયગી વિશે છે. દેવિકા રાનીની બૉમ્બે ટૉકીઝ કરતા પહેલા સાહેબે કોઈ પણ ફિલ્મ જોઈ નહોતી.

જિતેન્દ્ર

જિતેન્દ્ર

ઉદય તારા નાયરે જણાવ્યું - આ પુસ્તકમાં અનેક એવા ચૅપ્ટર્સ છે કે જેમાં એક્ટિંગના તેમના પોતાના અંદાજને ડેવલપ કરવા દરમિયાન આવેલી મુશ્કેલીઓનો વિસ્તૃત ઉલ્લેખ છે.

કપિલ શર્મા-અસગર અલી

કપિલ શર્મા-અસગર અલી

કપિલ શર્મા-અસગર અલી

પતિ સાથે મંદિરા બેદી

પતિ સાથે મંદિરા બેદી

પતિ સાથે મંદિરા બેદી.

પત્ની સાથે પંકજ ઉધાસ

પત્ની સાથે પંકજ ઉધાસ

પત્ની સાથે પંકજ ઉધાસ.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા.

પ્રિયંકા-અમિતાભ

પ્રિયંકા-અમિતાભ

વાતચીત કરતાં પ્રિયંકા ચોપરા અને અમિતાભ બચ્ચન.

પ્રિયંકા-માધુરી

પ્રિયંકા-માધુરી

કાર્યક્રમમાં દીપ પ્રજ્વલિત કરતાં પ્રિયંકા ચોપરા અને માધુરી દીક્ષિત.

રાજકુમાર-સંજય

રાજકુમાર-સંજય

રાજકુમાર હીરાણી અને સંજય લીલા ભાનુશાળી.

રીતેશ-કરણ

રીતેશ-કરણ

રીતેશ દેશમુખ અને કરણ જૌહર.

સાયરા-રીતેશ

સાયરા-રીતેશ

સાયરાબાનુ અને રીતેશ દેશમુખ.

સલીમ ખાન

સલીમ ખાન

સલીમ ખાન.

સલીમ-પ્રિયંકા

સલીમ-પ્રિયંકા

સલીમ ખાન અને પ્રિયંકા ચોપરા.

પત્ની સાથે સંજય ખાન

પત્ની સાથે સંજય ખાન

પત્ની સાથે સંજય ખાન.

શાન

શાન

પરફૉર્મન્સ આપતાં શાન.

પતિ સાથે માધુરી

પતિ સાથે માધુરી

પતિ ડૉ. શ્રીરામ નેને સાથે માધુરી દીક્ષિત.

સુભાષ-સલીમ-ધર્મેન્દ્ર

સુભાષ-સલીમ-ધર્મેન્દ્ર

સુભાષ ઘઈ, સલીમ ખાન અને ધર્મેન્દ્ર.

English summary
The stage glittered with the presence of Hindi cinema icons like Amitabh Bachchan, Dharmendra and Aamir Khan, when the trio, along with veteran actress Saira Banu and author Udaya Tara Nayar, launched thespian Dilip Kumar's long-awaited autobiography "The Substance and The Shadow" in his presence here Monday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X