થિયેટર-મલ્ટીપ્લેક્સ માટે કેન્દ્ર સરકારે જારી કરી SOP, કોરોના પર 1 મિનિટની ફિલ્મ જરૂરી
નવી દિલ્લીઃ કોરોના વાયરસના પગલે આપવામાં આવેલ લૉકડાઉનમાં થિયેટરો, મલ્ટીપ્લેક્સ જેવા બધા સાર્વજનિક સ્થળોને બંધ કરવામાં આવ્યા હતા. હવે અનલૉકની પ્રક્રિયા દરમિયાન ધીમે ધીમે દરેક ગતિવિધિઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. હવે 15 ઓક્ટોબરથી થિયેટરો, મલ્ટીપ્લેક્સ પણ ખુલવાના છે જેના માટે સરકારે એસઓપી જારી કરી છે જેમાં વાયરસથી બચવા માટે જરૂરી ઉપાય જણાવવામાં આવ્યા છે. દરેક જણે તેનુ પાલન કરવુ અનિવાર્ય છે.
આના પર કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે ગૃહ મંત્રાલયના નિર્ણય અનુસાર થિયેટર, મલ્ટીપ્લેક્સ 15 ઓક્ટોબરથી ખુલશે. આરોગ્ય મંત્રાલયની સલાહથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક માનક સંચાલન પ્રક્રિયા(SOP) જારી કરી છે અને 50 ટકા લોકોની અનુમતિ હશે. તેમણે કહ્યુ કે કોરોનાના સંદર્ભમાં જાગૃતિ નિર્માણ કરનારી એક મિનિટની ફિલ્મ કે અનાઉન્સમેન્ટ શોની પહેલા અને મધ્યાંતર પહેલા અને બાદમાં બતાવવી અનિવાર્ય છે બધી જગ્યાએ ટિકિટની ઑનલાઈન બુકિંગને પ્રોત્સાહિત કરવામાં આવશે.
શું છે નિયમો -
- માત્ર 50 ટકા સીટો પર જ લોકોને બેસવાની અનુમતિ હશે. સીટ પર બેસવા દરમિયાન બધાને સામાજિક અંતરનુ પાલન કરવાનુ છે. જે સીટ પર કોઈએ બેસવાનુ ન હોય તેના પર લખેલુ હોવુ જોઈએ 'અહીં ન બેસો.'
- હાથ ધોવા અને સેનિટાઈઝરની વ્યવસ્થા રાખવી. આરોગ્ય સેતુ એપને ઈન્સ્ટૉલ કરવા અને ઉપયોગની સલાહ આપવી.
- દરેક જણનુ થર્મલ સ્ક્રીનિંગ કરવુ. લક્ષણ વિનાના લોકોને જ આવવાની મંજૂરી આપવી. લોકો પોતાના આરોગ્યનુ ધ્યાન રાખે અને જો બિમાર અનુભવે તો તેની સૂચના આપે.
- ડિજિટલ ચૂકવણીની રીતને પ્રોત્સાહિત કરવામાં આવે. બૉક્સ ઑફિસ અને અન્ય પરિસરમાં રોજ સફાઈ અને ડિસઈન્ફેક્ટ કરવામાં આવે. યોગ્ય સંખ્યામાં કાઉન્ટર ખોલવામાં આવે.
- દર્શકોને ઈન્ટરવલ દરમિયાન આમતેમ ફરવાની મનાઈ કરવામાં આવે. બૉક્સ ઑફિસ પર સામાજિક અંતરનુ પાલન કરી શકાય તે માટે જમીન પર નિશાન બનાવવામાં આવે. આખો દિવસ બૉક્સ ઑફિસ પર ટિકિટ ખરીદવાની વ્યવસ્થા રાખવી તેમજ ભીડથી બચવા માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા રાખવી.
- આમતેમ થૂંકવા પર પ્રતિબંધ છે. ખાંસતી કે છીંકતી વખતે મોઢા અને નાકને જરૂરથી ઢાંકવુ. માત્ર પેકેટ ફૂડની મંજૂરી છે. થિયેટરની અંદર કોઈ ડિલીવરી નહિ કરી શકાય. ખાવાપીવાના સામાન માટે વધુ કાઉન્ટરની વ્યવસ્થા કરી.
- સેનિટાઈઝનુ કામ કરતા સ્ટાફ માટે માસ્ક, ગ્લવ્ઝ, બુટ્સ અને પીપીઈ કિટ પહેરવુ જરૂરી છે. કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે કૉન્ટેક્ટ નંબર લેવામાં આવે.
- જે નિયમોનુ પાલન ન કરે તેની સામે કડકાઈ કરવામાં આવે. બૉક્સ ઑફિસમાં તાપમાનનુ ખાસ ધ્યાન રાખવામાં આવે અને તે 24-30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવુ જોઈએ. કોરોનાથી બચવાના ઉપાય અપનાવવા માટે સાર્વજનિક ઘોષણા કરવામાં આવે.
હાથરસઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, યોગી સરકારે જણાવી અંતિમ સંસ્કારથી લઈને હુલ્લડ સુધીની વાત