For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરક્ષા તપાસમાં કૃત્રિમ પગ હટાવવા પર CISFએ અભિનેત્રી સુધા ચંદ્રનની માંગી માફી, કહ્યુ - હવે નહિ પડે મુશ્કેલી

સુધા ચંદ્રનની ફરિયાદ સાંભળ્યા બાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ(સીઆઈએસએફ)ના અધિકૃત ટ્વિટર હેન્ડલથી અભિનેત્રીની માફી માંગી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટેલીવિઝનના જાણીતા અભિનેત્રી અને ડાંસર સુધા ચંદ્રને એરપોર્ટ સિક્યોરિટી તપાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. સુધા ચંદ્રન માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ આર્ટિફિશિયલ લિંબ(કૃત્રિમ પગ)ના સહારે ચાલે છે. જેના કારણે એરપોર્ટ પર તેમને તપાસ માટે પોતાના કૃત્રિમ અંગને કાઢીને સિક્યોરિટીમાંથી પસાર થવુ પડે છે. પીએમ મોદીને ટેગ કરીને સુધા ચંદ્રને પોતાની આ મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો છે. સુધા ચંદ્રનની ફરિયાદ સાંભળ્યા બાદ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ(સીઆઈએસએફ)ના અધિકૃત ટ્વિટર હેન્ડલથી અભિનેત્રીની માફી માંગી છે અને કહ્યુ છે કે તે આ મામલે કાર્યવાહી કરશે. સીઆઈએસએએ એ પણ ભરોસો અપાવ્યો છે કે સુધા ચંદ્રનને હવે આગળ કોઈ મુશ્કેલી નહિ થાય.

સુધા ચંદ્રને થયેલી અસુવિધા માટે અમને ખેદ છેઃ CISF

સુધા ચંદ્રને થયેલી અસુવિધા માટે અમને ખેદ છેઃ CISF

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ(સીઆઈએસએફ)એ શુક્રવારે(22 ઓક્ટોબર)ના રોજ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને માફી માંગી છે. સીઆઈએસએફે ટ્વિટ કરીને કહ્યુ, 'સુધા ચંદ્રનને થયેલી અસુવિધા માટે અમને અત્યંત ખેદ છે. પ્રોટોકૉલ અનુસાર વિશેષ પરિસ્થિતિઓમાં જ સુરક્ષા તપાસ માટે પ્રોસ્થેટિક્સ(કૃત્રિમ અંગ)ને હટાવીને તપાસ કરવાની જોગવાઈ છે.'

'અમે તપાસ કરીશુ કે મહિલાકર્મીએ સુધા ચંદ્રનના કૃત્રિમ અંગ કેમ કઢાવ્યા'

'અમે તપાસ કરીશુ કે મહિલાકર્મીએ સુધા ચંદ્રનના કૃત્રિમ અંગ કેમ કઢાવ્યા'

સીઆઈએસએફે પોતાના એક અન્ય ટ્વિટમાં કહ્યુ, 'અમે તપાસ કરીશુ કે સંબંધિત મહિલાકર્મીએ સુધા ચંદ્રનને પ્રોસ્થેટિક્સ(કૃત્રિમ અંગ) હટાવવા માટે અનુરોધ કેમ કર્યો. અમે સુધા ચંદ્રનને આશ્વસ્ત કરીએ છીએ કે અમારા બધા કર્મીઓને પ્રોટોકૉલ પર ફરીથી સંવેદનશીલ બનાવવામાં આવશે જેથી યાત્રા કરનાર મુસાફરોને કોઈ અસુવિધા ન થાય.'

સુધા ચંદ્રને પીએમ મોદીને કરી હતી આ ભલામણ

સુધા ચંદ્રને પીએમ મોદીને કરી હતી આ ભલામણ

ભરતનાટ્યમ નૃત્યાંગના સુધા ચંદ્રને વીડિયો શેર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભલામણ કરી હતી કે એરપોર્ટ પર કૃત્રિમ અંગ કાઢીને સિક્યોરિટી તપાસ કરનાર મામલે ધ્યાન આપવામાં આવે. સુધા ચંદ્રનનુ કહેવુ છે કે કૃત્રિમ અંગને કાઢવા ખૂબ પીડાદાયક પ્રક્રિયા છે. સુધા ચંદ્રને પીએમ મોદી પાસે માંગ કરી છે કે બધા વરિષ્ઠ નાગરિકો માટે એક પ્રકારનુ સીનિયર સિટીઝન કાર્ડ બનાવવામાં આવે જેથી તેમને એરપોર્ટથી આવવા-જવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

English summary
CISF apologises to Sudhaa Chandran after she shared video stopped at airport for prosthetic limb
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X