For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIB મુદ્દે ટ્વીટર પર બાખડી પડ્યા સોનાક્ષી અને મહેશ ભટ્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 14 ફેબ્રુઆરી : બોલીવુડ નિર્દેશક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા વચ્ચે AIB મુદ્દે શાબ્દિક લડાઇ શરૂ થઇ હતી, જે ચર્ચાનો વિષય બની છે. આ શોમાં આલિયા સામે શા માટે ફરિયાદ નોંધાઇ અને સોનાક્ષી સામે સા માટે નહીં તેના પગલે બંને સેલિબ્રિટીઝે વળતા પ્રહારો કર્યા હતા.

વાત એમ છે કે એઆઈબી રોસ્ટને કારણે દેશમાં પહેલેથી વિવાદોએ મોટું સ્થાન લઈ લીધું છે, ત્યાં તેમાં હાજર રહેલા કલાકારોને લઈને ઘણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આ એફઆઈઆરના પગલે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી. આ મુદ્દે મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ શોમાં આલિયા પણ એક પાર્ટિસિપન્ટ હતી અને તેની પણ મજાક ઉડાડવામાં આવી હતી.

sonakshi-mahesh-bhatt-1

વધુમાં, તેમણે ઉમેર્યું કે દીપિકા અને આલિયા વિરૂદ્ધ જ શા માટે એફઆરઆઈ લોન્ચ કરવામાં આવી?દર્શકોમાં બેઠેલા બાકીના ૩,૩૯૮ લોકો વિરૂદ્ધ શા માટે કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા? અને જો એફઆઈઆર માત્ર સેલિબ્રિટી માટે કરવામાં આવી હોય તો સોનાક્ષી સિન્હા શા માટે તેમાંથી બાકાત રહી?

ત્યારબાદ મુકેશ ભટ્ટે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન પર નિશાનો સાધતાં જણાવ્યું કે સ્વાભાવિક છે સ્પેશિયલ ફોર્સને કારણે તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ નહીં.

આ નિવેદનના કારણે સોનાક્ષીએ ટ્વીટર પર ઘણી કમેન્ટ્સ પોસ્ટ કરી. સોનાક્ષીએ લખ્યું કે મિસ્ટર મહેશ ભટ્ટ, પહેલી વાત તો એ કે આ પહેલા પણ શો વિરૂદ્ધ દિલ્હી અને કોલકાતામાં કેટલીક એફઆઈઆર નોંધવામાં આવી હતી અને જો હું ખોટી ના હોઉં તો તેમાં મારું નામ પણ સામેલ છે, પરંતુ આલિયાનું નથી. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મારા પિતાએ કોઈ પ્રશ્ન નથી કર્યો કે આલિયાનું નામ એમાં શા માટે નથી!

English summary
Cold war over AIB between Mahesh Bhatt and Sonakshi on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X