• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy B'day: એક નજર 'સિંઘમ'ની કોંટ્રોવર્શિયલ લાઇફ પર...

|

સ્ટાર અજય દેવગણ આજે 46 વર્ષના થઇ ગયા છે. એક્શન હીરોથી લઇને કોમિક કિંગ બનનારા આ એક્ટરે ઇંડસ્ટ્રીમાં એક મહત્વનું સ્થાન બનાવ્યું છે. ઘણી સુપરહીટ ફિલ્મો આપી ચૂકેલા અજય દેવગણની ફિલ્મોની દર્શકો દ્વારા હંમેશા રાહ જોવાતી હોય છે. તેમની જોરદાર ફેન ફોલોઇંગની સામે ભલભલા સ્ટાર ઝાંખા પડી જાય છે.

સામાન્ય રીતે શાંત રહેનારા અજય દેવગણની લાઇફ એટલી પણ સરળ નથી રહી. કાજોલ સાથે લગ્ન કર્યા બાદ આજે તેઓ એક સુખી લગ્નજીવન ગાળી રહ્યા છે. પરંતુ આપને જણાવી દઇએ કે, એક સમય હતો જ્યારે અજય પણ કોઇ રોમાંસ કિંગથી ઓછા ન્હોતા. 1991માં ફૂલ ઓર કાંટેની સાથે બોલીવુડમાં એટ્રી કરનાર અજયની લવ લાઇફ ખૂબ જ કોંટ્રોવર્સિયલ રહી છે.

બે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા અજય દેવગણના અફેર્સે લગ્ન પહેલા જ નહીં, પરંતુ લગ્ન બાદ પણ ઘણી હેડલાઇન બનાવી હતી.

આવો જાણીએ આ સિંઘમની કોંટ્રોવર્સિયલ લવ-લાઇફ વિશે....

ચાર્મિંગ પર્સનાલિટી

ચાર્મિંગ પર્સનાલિટી

અજય દેવગણ હંમેશાથી ફીમેલ ફેંસમાં ઘણા ફેમસ રહ્યા છે. શાંત અને પોતાનામાં જ રહેનારા અજયની પર્સનલિટીથી યુવતીઓ ખૂબ જ ઇમ્પ્રેસ રહે છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

અજય દેવગણની લાઇફમાં કરિશ્મા કપૂરની એંટ્રી ખૂબ જ પહેલા જ થઇ ગઇ હતી. બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી. એટલે ફિલ્મોની સાથે સાથે બહાર પણ તેમના રોમાંસે ઘણી ચર્ચાઓ જન્માવી. સૂત્રોની વાત માનીએ તો બંને એકબીજાને લઇને ખૂબ જ ગંભીર હતા.

રવિના ટંડન

રવિના ટંડન

પરંતુ જેવા જ કરિશ્મા અને અજય પોતાના રિલેશનશિપને લઇને ગંભીર થવા લાગ્યા, અજયના લાઇફમાં થઇ ગઇ રવિનાની એંટ્રી. કહેવામાં આવે છે કે અજયે રવિના માટે કરિશ્માને છોડી દીધી હતી.

લવ-અફેર્સ

લવ-અફેર્સ

રવિના અને કરિશ્માની વચ્ચે પણ અજયને લઇને ખૂબ જ તકરાર થઇ. અહીં સુધી કે આ તકરાર ફિલ્મોમાં પણ દેખાવા લાગી. બંને એ જમાનાની ટોપ એક્ટ્રેસ હતી. પરંતુ આ વિવાદમાં બંનેની કારકિર્દી ડગવા લાગી. ત્યારે અજયે આ કોકડામાંથી નિકળી જવાનું પસંદ કર્યું અને તેમના લાઇફમાં આવી કાજોલ..

મિત્રતાથી શરૂઆત

મિત્રતાથી શરૂઆત

અજય દેવગણ અને કાજોલ શરૂઆતમાં ખૂબ જ સારા મિત્ર હતા. કાજોલ અજય પાસેથી રિલેશનશિપ ટિપ્સ લેતી હતી, કારણ કે તે સમયે કાજોલ કોઇ અન્યને ડેટ કરતી હતી.

પરંતુ 'પ્યાર તો હોના હી થા

પરંતુ 'પ્યાર તો હોના હી થા

એકવાર અજયે એવું કહ્યું હતું કે રોમાંસ.. એ વળી શું હોય છે. મે કાજોલને ક્યારેય પ્રપોઝ નથી કર્યું અમારો સંબંધ બસ બનતો જ ગયો...

અને પછી લગ્ન

અને પછી લગ્ન

પછી શું, બંનેએ રાહ જોયા વગર સાત ફેરા ફરવાનું નક્કી કરી લીધું. અજય કાલોજના લગ્ન ખૂબ જ સાદાઇથી મહારાષ્ટ્રીયન રીતે થઇ હતી.

લગ્નેતર જીવન

લગ્નેતર જીવન

અજય-કાજોલની લગ્નેત્તર લાઇફ ખૂબ જ શાનદાર રીતે ચાલી રહી હતી. તેમના બે બાળકો છે. પરંતુ ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દરમિયાન અજય કંગનામાં રસ લેવા લાગ્યા અને આવ્યો વળાંક...

કંગના અને અજય દેવગણ

કંગના અને અજય દેવગણ

કંગના અને અજય દેવગણનો અફેર ઘણા સમય સુધી ચાલ્યો. પરંતુ કંગના ધીરે ધીરે આ રિલેશનને લઇને સિરિયસ થવા લાગી. એટલા માટે અજયે તેનાથી પણ છેડો ફાડી લીધો કારણ કે તે કાજોલને છોડવા ન્હોતા માંગતા.

હેપ્પી બર્થડે અજય

હેપ્પી બર્થડે અજય

જોકે અજયના આ લવ અફેર્સ સાચા હતા કે નહીં.. એતો અજય જ જાણે. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે અજય અને કાજોલનું લગ્નજીવન આ રીતે જ આગળ વધતું રહે.

English summary
Ajay Devgn born on 2nd April, 1969 turns 46 today. He is a superstar, so, here are some shocking facts about his Controversial Love Affairs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X