India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આલિયા-રણબીર પણ જોઈને શરમાઈ જાય...' કૉન્ડોમ કંપનીએ બંને માટે શેર કરી આવી પોસ્ટ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડમાં વર્ષ 2022ના સૌથી મોટા લગ્નોમાંના એક, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન ગુરુવારે તેમના પરિવાર અને ખાસ દોસ્તો વચ્ચે મુંબઈમાં સંપન્ન થઈ ગયા. આલિયા અને રણબીર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને છેવટે બંનેએ આખી જિંદગી સાથે પસાર કરવાનો નિર્ણય લીધો. લગ્ન બાદથી જ્યાં સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફોટો અને વીડિયો છવાયેલા છે, ત્યાં કૉન્ડોમ કંપની ડ્યુરેક્સે પણ બૉલિવુડના આ સુંદર કપલ માટે એક એવી પોસ્ટ શેર કરી છે જે ઈન્ટરનેટ પર ઘણી વાયરલ થઈ રહી છે.

'મહેફિલમે તેરે, હમ ના રહેં જો...'

'મહેફિલમે તેરે, હમ ના રહેં જો...'

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં ખૂબ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. આમાં બંનેના પારિવારિક સભ્યો, અમુક ખાસ દોસ્ત, સૈફ અલી ખાન, કરીના કપૂર, કરણ જોહર અને મુકેશ અંબાણી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓના નામ શામેલ હતા. મહેમાનોના આ નાના લિસ્ટ વચ્ચે કૉન્ડોમ કંપની ડ્યુરેક્સે એક પોસ્ટ શેર કરીને લખ્યુ, 'ડિયર રણબીર એંડ આલિયા...મહેફિલમે તેરે, હમ ના રહેં જો...ફન તો નહિ હે...'

ડ્યુરેક્સની પોસ્ટ પર યુઝર્સે શું કહ્યુ?

ડ્યુરેક્સની પોસ્ટ પર યુઝર્સે શું કહ્યુ?

ડ્યુરેક્સની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને યુઝર્સ આ પોસ્ટ લખનાર સ્ક્રિપ્ટ રાઈટરની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે ડ્યુરેક્સની આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યુ, 'આવા પ્રસંગે તમારે એડમિન ક્યારેય નિરાશ નથી કરતો...' વળી, એક અન્ય યુઝરે પોતાની કમેન્ટમાં લખ્યુ, 'ભાઈ...ભાઈ..આલિયા અને રણબીરની પોસ્ટથી તો વધુ મને ડ્યુરેક્સની પોસ્ટ પર પ્રેમ આવી રહ્યો છે.' એક યુઝરે પોસ્ટ પર કમેન્ટ કરી, 'આલિયા અને રણબીરના લગ્ન બાદ બસ આ પોસ્ટની રાહ હતી.'

લગ્ન પછી આલિયાએ લખી આ પોસ્ટ

લગ્ન પછી આલિયાએ લખી આ પોસ્ટ

તમને જણાવી દઈએ કે લગ્ન પછી આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટા પણ શેર કર્યા. આ ફોટાના કેપ્શમાં આલિયા ભટ્ટે લખ્યુ, 'આજે પોતાના પરિવાર અને દોસ્તો વચ્ચે, અમે બંનેએ ઘરમાં પોતાની મનગમતી જગ્યા, અમારી બાલકની...જ્યાં અમે આ સંબંધના પાંચ વર્ષ સાથે-સાથે વીતાવ્યા... લગ્ન કરી લીધા. પહેલેથી ઘણી સુંદર યાદોને સમેટીને, અમે બંને આવી જ વધુ યાદો બનાવવા માટે હવે રાહ નથી જોઈ શકતા. એ યાદો... જે પ્રેમ, હાસ્ય, એકબીજાનુ મૌન, મૂવી નાઈટ્સ અને મૂર્ખતાપૂર્ણ લડાઈઓથી ભરેલી છે...'

રણબીર અને આલિયાએ કરી એકબીજાને કિસ

રણબીર અને આલિયાએ કરી એકબીજાને કિસ

પોતાની પોસ્ટમાં આલિયા ભટ્ટે આગળ લખ્યુ, 'આપણા જીવનની આ યાદગાર પળોમાં પ્રેમ અને ખુશીઓ આપવા માટે આપ સહુનો ખૂબ-ખૂબ આભાર. તમારા સહુની હાજરીએ આ પળને વધુ ખાસ બનાવી દીધી છે. રણબીર અને આલિયા...' ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો, તેમાંથી એક ફોટામાં આલિયા અને રણબીર એકબીજાને કિસ કરતા પણ જોવા મળ્યા.

રોમેન્ટીક થયા રણબીર, આલિયાને ઉઠાવી ખોળામાં

રોમેન્ટીક થયા રણબીર, આલિયાને ઉઠાવી ખોળામાં

એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જ રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા. રસમો પૂરી થયા બાદ બંને જ્યારે મીડિયા સામે પોઝ આપી રહ્યા હતા ત્યારે રણબીર કપૂર પોતાની દુલ્હનિયા આલિયા ભટ્ટને ખોળામાં ઉઠાવીને ઘરની અંદર લઈ ગયા. રણબીરના આ અંદાજ પર જ્યાં આલિયા ભટ્ટ શરમાઈ ગઈ, વળી, ત્યાં હાજર તેના દોસ્ત પણ તાળીઓ વગાડતા જોવા મળ્યા. મીડિયાના કેમેરાઓએ પણ આ સુંદર પળોને કેદ કરી લીધી.

'અમને એક પ્રેમાળ દીકરો મળી ગયો'

'અમને એક પ્રેમાળ દીકરો મળી ગયો'

વળી, લગ્ન બાદ આલિયા ભટ્ટની મા સોની રાજદાને પણ પોતાના જમાઈ રણબીર કપૂર માટે એક ખૂબ જ સુંદર પોસ્ટ લખી. સોની રાજદાને રણબીર અને આલિયાનો ફોટો શેર કરીને લખ્યુ, 'લોકો કહે છે કે જ્યારે લગ્ન પછી તમારી દીકરી ઘરમાંથી વિદાય થાય છે ત્યારે તમને એક દીકરો મળી જાય છે. હું કહુ છુ કે અમને એક શાનદાર દીકરો, એક પ્રેમાળ પરિવાર મળ્યો છે.. અને મારી પ્યારી સુંદર દીકરી હંમેશા અમારી સાથે છે. રણબીર અને આલિયા તમારી નવી જિંદગી માટે અઢળક પ્રેમ અને શુભકામનાઓ. તમારી પ્યારી મા.'

English summary
Condom Company Durex Shares Funny Post On Ranbir Kapoor Alia Bhatt Wedding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X