For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Watch : આ કેવી ફિલ્મ, કેવા ગીતો, કેવો મૅસેંજર ઑફ ગૉડ?

|
Google Oneindia Gujarati News

messenger-of-god
અમદાવાદ, 22 ડિસેમ્બર : ધર્મોને ફિલ્મનો મુદ્દો બનાવવો નવી વાત નથી,પણ તેને વિચિત્ર રીતે દર્શકો સામે રાખવાનો મુદ્દો સમજણથી પરે છે. હાલમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ સંત ગુરમીત રામ રહીમની ફિલ્મ મૅસેંજર ઑફ ગૉડ એટલે કે એમએસજી ફરી એક વાર વિવાદમાં ફસાઈ છે. ફિલ્મ ઉપર ઑલ ઇંડિયા શીખ સ્ટુડંટ ફેડરેશન તથા અકાલ તખ્ત સાહિબના જત્થેદાર જ્ઞાની ગુરબચન સિંહે પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.

મૅસેંજર ઑફ ગૉડ ફિલ્મ અંગે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું કહેવું છે કે તેની ઉપર પ્રતિબંધ લગાવવાનું કામ સેંસર બોર્ડનું છે. સેંસર બોર્ડે ફિલ્મ રિલીઝ થતા પહેલા તેને જોઈ હશે. જ્ઞાની ગુરબચન સિંહના જણાવ્યા મુજબ રામ રહીમ દ્વારા નિર્મિત ફિલ્મ લોકોને ગેરમાર્ગે દોરનારી છે.

આપને જણાવી દઇએ કે રામ રહીમ સામે અગાઉથી જ અનેક આપરાધિક કેસો ચાલી રહ્યા છે. તેમની સામે બળાત્કાર તેમજ હત્યા જેવા ગુનાના આરોપો છે. જ્ઞાની ગુરબચન સિંહે કહ્યું કે મૅસેંજર ઑફ ગૉડ ફિલ્મ પંજાબની શાંતિ સામે જોખમકારક સાબિત થઈ શકે છે.

મૅસેંજર ઑફ ગૉડ 16મી જાન્યુઆરીના રોજ દેશ ભરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન રામ રહીમે કર્યું છે, જ્યારે મુખ્ય ભૂમિકામાં પણ તેઓ પોતે જ છે અને ગીતો પણ તેમણે ગાયા છે. ફિલ્મમાં બાબા સામાજિક બુરાઇઓ વિરુદ્ધ એક્શન હીરોની ભૂમિકામાં છે. એક ગીતમાં તેઓ સ્ટેજ પર નાચતા પણ નજરે પડે છે.

ફિલ્મના પ્રવક્તાનું કહેવું છે કે પહેલા ફિલ્મ જુઓ, પછી પોતાની વાત મૂકો. વગર જોયે વિરોધ કરવો ખોટી વાત છે,જ્યારે ડેરા પ્રવક્તા ડૉ. પવન ઇંસાએ જણાવ્યું કે ફિલ્મનેજોયા વગર વિરોધની વાત તે લોકો કરે છે કે જેઓ નથી ઇચ્છતા કે પંજાબમાંથી નશાની બુરાઈ મટે અને યુવાન વર્ગ આગળ વધે.

તેમણે જમાવ્યું કે આ ફિલ્મ સમાજને જોડવા અને દેશભક્તિની લાગણી પેદા કરનારી છે. ફિલ્મમાંકોઈ પણ પ્રકારની વાંધાજનક ભાષાનો ઉપયોગ નથી કરાયો. આમ છતાં લોકો તેની વિરુદ્ધ બોલી રહ્યાં છે.

English summary
Sikh organisations have demanded a ban on Gurmeet Ram Rahim Singhs film Messenger of God, which releases early next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X