For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Adipurush: કોર્ટ સુધી પહોંચ્યો ફિલ્મ આદિપુરૂષને લઇ વિવાદ, રોકની માંગ કરતી અરજી દાખલ

ફિલ્મ આદિપુરૂષનુ ટીઝર થોડા સમય પહેલા જ રિલિઝ કરવામાં આવ્યુ છે. રિલિઝ થતાની સાથે જ આ ટીઝરે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. આ સાથે રિલિઝ થતાની સાથે જ આ ટીઝર વિવાદોથી ઘેરાયેલુ છે. લોકો તેના વીએફએક્સને લઇ ખુબ જ નારાજ થયા છે. આ વિવ

|
Google Oneindia Gujarati News

ફિલ્મ આદિપુરૂષનુ ટીઝર થોડા સમય પહેલા જ રિલિઝ કરવામાં આવ્યુ છે. રિલિઝ થતાની સાથે જ આ ટીઝરે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. આ સાથે રિલિઝ થતાની સાથે જ આ ટીઝર વિવાદોથી ઘેરાયેલુ છે. લોકો તેના વીએફએક્સને લઇ ખુબ જ નારાજ થયા છે. આ વિવાદ હજુ અટકવાનુ નામ નથી લઇ રહ્યો. ઘણા હિંદુ સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો છે. હવે આ ફિલ્મની વિરૂદ્ધ દિલ્હીની એક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.

Adipurush

ભગવાન રામ અને હનુમાનના કેરેક્ટર પર ઉઠ્યા સવાલ

અરજદારનુ કહેવુ છેકે આ ફિલ્મના ટીઝરમાં માત્ર રાવણના પાત્રને જ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ ભગવાન રામ અને હનુમાનજીના પાત્રો સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. ફિલ્મમાં લેધર બેન્ડ પહેરીને ભગવાન રામ અને હનુમાનના પાત્રોને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. સ્વયં બ્રહ્માજી દ્વારા નિર્મિત પુષ્પક વિમાનને બદલીને વિએફએક્સની મદદથી એક પક્ષી જેવા વાહનને બતાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત રાવણને પણ ખોટા રૂપમાં બતાવવામાં આવ્યો છે તેથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ.

તમને જણાવી દઈએ કે આદિપુરુષ બાહુબલી સ્ટાર પ્રભાસની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રભાસે ભગવાન રામનો રોલ કર્યો છે જ્યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. રામાયણ પર આધારિત ફિલ્મ નિર્માતા ઓમ રાઉતની મોટા બજેટની ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ હોબાળો મચી ગયો છે. દક્ષિણ ભારતમાં પણ ઘણી જગ્યાએ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઘણા હિંદુ સંગઠનોએ ફિલ્મ પર ધર્મને બદનામ કરવાનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે ટીઝરમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાનને લઇ લોકોએ સૌથી પહેલા વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. લંકેશની ભૂમિકા બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને ભજવી છે. ઘણા લોકો દ્વારા ફિલ્મ નિર્માતાઓની ટીકા કરવામાં આવી છે કે તે 'રામાયણ'માં ઇસ્લામીકરણને પ્રતિબિંબિત કરે છે.

English summary
Controversy over the film Adipurush reached the court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X