• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખની ફિલ્મ 'Zero' નું પોસ્ટર જોઈને ભડક્યો શીખ સમાજ, જાણો શું છે કારણ

|
Google Oneindia Gujarati News

હિંદી સિનેમાના કિંગ ખાન શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝીરો' નું ટ્રેલર તેમના જન્મદિવસે લોન્ચ થયુ. અપેક્ષા મુજબ જ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો પરંતુ હજુ તો ફિલ્મની ટીમ આ વાતની ઉજવણી કરે તે પહેલા આ ફિલ્મ પોતાના એક પોસ્ટરના કારણે વિવાદોમાં આવી ગઈ છે કારણકે ફિલ્મના એક પોસ્ટર પર શીખ સમાજ નારાજ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટી, છવાઈ ગયા બોલિવુડ કપલ, કરી દીધુ પ્રેમનું એલાનઆ પણ વાંચોઃ શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટી, છવાઈ ગયા બોલિવુડ કપલ, કરી દીધુ પ્રેમનું એલાન

ભડક્યો શીખ સમાજ

ભડક્યો શીખ સમાજ

ફિલ્મના એક પોસ્ટરમાં શાહરુખ ખાનને કૃપાણ પહેરેલ બતાવવામાં આવ્યા છે જેના પર શીખ સમાજે વાંધો દર્શાવ્યો છે. શીખ સમાજનું કહેવુ છે કે ફિલ્મના પોસ્ટરમાં શાહરુખ કપડા વિનાના શરીર પર નોટોનો હાર પહેરીને અને ગળામાં ગાતરા (કૃપાણ) પહેરેલ જોવા મળી રહ્યા છે જે શીખોના પવિત્ર પાંચ કકારામાંથી એક છે. આને મજાકના અંદાજમાં દર્શાવવામાં આવ્યુ છે જેને સહન કરવામાં આવી શકે નહિ કારણકે તે ખોટુ છે જો કે શીખ સમાજની નારાજગી પર ફિલ્મની ટીમ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી.

લવ સ્ટોરી

લવ સ્ટોરી

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ઝીરો' ના ટ્રેલરમાં એક લવ સ્ટોરી જોવા મળી રહી છે. જે દર્શાવી રહી છે કે એક 38 વર્ષના ઠીંગણાને એક વ્હીલ ચેર પર ચાલતી એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. પરિસ્થિતિ બંનેને નજીક લાવે છે પરંતુ પછી અચાનક ઠીંગણા બન્ને બઉઆના જીવનમાં તેના બાળપણના પ્રેમની એન્ટ્રી થાય છે અને પછી શું થાય છે તેને જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ટ્રેલરને મળ્યા 54 મિલિયન વ્યૂઝ

ટ્રેલરને મળ્યા 54 મિલિયન વ્યૂઝ

‘ઝીરો' ના ટ્રેલરને ઈન્ટરનેટ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક દિવસમાં જ 54 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. એ કોઈ પણ બોલિવુડ ફિલ્મના ટ્રેલરને એક દિવસમાં મળેલા સૌથી વધુ વ્યૂઝ છે.

આ પણ વાંચોઃ ઈલાજ બાદ ઘરે પાછા આવવા તૈયાર ઈરફાન, પરિવાર સાથે ભારતમાં મનાવશે દિવાળી!આ પણ વાંચોઃ ઈલાજ બાદ ઘરે પાછા આવવા તૈયાર ઈરફાન, પરિવાર સાથે ભારતમાં મનાવશે દિવાળી!

English summary
Contrversy Over Zero Poster Anger Among The Sikhs, Shahrukh Khan launched the trailer of his much-awaited film Zero.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X