'હુસ્ન હે સુહાના' ગીત રિલીઝ - વરુણ ધવન, સારા અલી ખાનનો ધમાકેદાર ડાંસ
મુંબઈઃ વરુણ ધવન અને સારા અલી ખન સ્ટારર ફિલ્મ 'કુલી નંબર વન'નુ નવુ ગીત હુસ્ન હે સુહાના રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. ઓરિજનલ ફિલ્મના આ ગીતના રિમેક વર્ઝનને દર્શકો પાસેથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. જ્યાં વરુણ અને સારાની જોડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વળી, ગોવિંદા અને કરિશ્મા કપૂરની એનર્જી અને એક્સપ્રેશન સાથે સતત સરખામણી થઈ રહી છે.

ગીતને રિક્રિએટ કર્યુ છે તનિષ્ક બાગચીએ
આ ગીતને અવાજ આપ્યો છે ચંદના દીક્ષિત અને અભિજીત ભટ્ટાચાર્યએ. સંગીત આપ્યુ છે આનંદ મિલિંદે અને તેને લખ્યુ છે સમીર અંજાને. આ ગીતને રિક્રિએટ કર્યુ છે તનિષ્ક બાગચીએ. ગીતને કોરિયોગ્રાફ કર્યુ છે ગણેશ આચાર્યએ.
ગીતમાં 90sનો ફ્લેવર
સીધી વાત છે કે હજુ પણ આ ગીતમાં 90sનો ફ્લેવર છે પરંતુ એ કહેવુ ખોટુ નહિ ગણાય કે સ્ક્રીન પર ગોવિંદા અને કરિશ્મા કપૂરની કમી ખૂબ જ વર્તાય છે. 1995માં રિલીઝ ફિલ્મ કુલી નંબર વનનુ આ ગીત ખૂબ જ લોકપ્રિય રહ્યુ હતુ અને હજુ પણ લોકોના મોઢે છે.

કુલી નંબર 1નો વર્લ્ડ પ્રીમિયર
ક્રિસમસના તહેવાર પર એમેઝોન પ્રાઈમ વીડિયો ડેવિડ ધવનની 45મી ફિલ્મ કુલી નંબર 1નો વર્લ્ડ પ્રીમિયર લઈને આવી રહ્યા છે. બૉલિવુડની આ રોમેન્ટિક કૉમેડી ફિલ્મને નિર્દેશિત કરી છે ડેવિડ ધવને અને તેના નિર્માતા છે વાસુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ.
Pics: આમિર ખાનની દીકરી ઈરા ખાને બાથટબમાં બતાવ્યો જલવો