
Pics: કોરોના પૉઝિટિવ ઈશા ગુપ્તાએ ક્વૉરંટાઈનમાં શેર કર્યો માત્ર શર્ટમાં ફોટો, લોકોએ કહ્યુ હૉટ એન્ડ સેક્સી
મુંબઈઃ કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ ઈશા ગુપ્તા પણ હોમ આઈસોલેશનમાં છે. ક્વૉરંટાઈનમાં રહેવા દરમિયાન ઈશા ગુપ્તાની તબિયત કેવી છે અને તેની હાલત કેવી છે તેની માહિતી એક ફોટા દ્વારા સામે આવી છે. ઈશા ગુપ્તાએ એક ફોટો શેર કરીને જણાવ્યુ છે કે તે કઈ રીતે ઘરે કોરોનાનો સામનો કરી રહી છે. ઈશા ગુપ્તાએ આઈસોલેશનમાં રહ્યા બાદ પણ પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે જ્યાં તે ખૂબ જ બોલ્ડ અને સેક્સી દેખાઈ રહી છે. ઈશા ગુપ્તાએ માત્ર શર્ટ પહેરીને પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. જ્યાં ઈશા ગુપ્તાએ પોતાના શર્ટના બટનને ખુલ્લા રાખ્યા છે. માત્ર શર્ટ સાથે ઈશા ગુપ્તાનો આ ફોટો જોઈને અમક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો ટ્રોલિંગ પણ શરુ કરી ચૂક્યા છે.

ટ્રોલરે લખ્યુ કપડા તો પહેરી લેતી
ઈશા ગુપ્તાએ ત્રણ ફોટો શેર કર્યા છે. આ ત્રણે ફોટામાં તે સોફા ચેર પર બેઠી છે. ઈશાએ અહીં સફેદ શર્ટ પહેર્યુ છે. વળી, તે થાકેલી લાગી રહી છે. આ ફોટા સાથે ઈશા ગુપ્તાએ કેપ્શનમાં લખ્યુ છે કે કોઈ રીતે. એક ટ્રોલરે આ ફોટા પર લખ્યુ છે કે કપડા તો પહેરી લેતી.

ક્વૉરંટાઈનમાં ઈશા ગુપ્તા
ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે આઈસોલેશનમાં છેવટે આ ફોટો પાડ્યો કોણે. થોડા દિવસ પહેલા ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે પૂરી સતર્કતા રાખ્યા બાદ મારો કોવિડ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. હું પ્રોટોકૉલનુ પાલન કરી રહી છુ. મે ખુદને આઈસોલેટ કરી લીધી છે. ઘરે ક્વૉરંટાઈન છુ.

ઈશા ગુપ્તાનો ઈન્ટરનેટ પર બોલ્ડ ફોટો
મને વિશ્વાસ છે કે વધુ મજબૂત બનીને પાછી આવીશ. પ્લીઝ સુરક્ષિત રહો. પોતાનુ ધ્યાન રાખો. માસ્ક પહેરવાનુ ના ભૂલો. તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ઈન્ટરનેટ પર પોતાના બોલ્ડ ફોટાના કારણે એક નહિ પરંતુ ઘણી વાર છવાઈ ચૂકી છે. ઈશા ગુપ્તાની ગણતરી બૉલિવુડની હૉટ અભિનેત્રીઓમાં થાય છે.

ઈશા ગુપ્તાના હૉટ ફોટા
ઈશાએ કમાંડો, બાદશાહો, રાઝ 3 અને જન્નત 2માં કામ કર્યુ છે. ઈશા ગુપ્તાએ વર્ષ 2022ની શરુઆત સાથે પોતાની અંગત જિંદગીનો પણ ખુલાસો કર્યો છે. ઈશા ગુપ્તાએ જણાવ્યુ કે તે બૉયફ્રેન્ડ મેનુઅલ કેમ્પસ ગુલાર સાથે છે. પોતાના બૉયફ્રેન્ડ સાથે ઈશા ગુપ્તાએ ફોટો પણ શેર કર્યો.