For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાનની મુશ્કેલીઓ વધી, કોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ

કોર્ટે સલમાન ખાન સહિત 76 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો.

|
Google Oneindia Gujarati News

બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. બિહારની કોર્ટે એક્ટર સલમાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. એમની વિરુદ્ધ બિહારના મુઝફ્ફરનગરની અદાલતે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર સલમાન ખાન જ નહીં પણ તેમની સાથે અન્ય 76 લોકો વિરુદ્ધ FIR નોંધાશે.

સલમાન ખાનની મુશ્કેલીઓમાં વધારો

સલમાન ખાનની મુશ્કેલીઓમાં વધારો

જણાવી દઈએ કે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'લવરાત્રી'ના ટાઈટલને લઈને વકીલ સુધીર ઓઝાએ કોર્ટમાં સલમાન અને તેની ટીમ વિરુદ્ધ કેસ કર્યો હતો અને તેમના વિરુદ્ધ FIR નોંધવાની માગણી કરી હતી. સલમાન ખાન પ્રોડક્શન કંપનીની ફિલ્મ 'લવરાત્રી' પર સાંપ્રદાયિક સૌમ્યતા બગાડવાનો આરોપ છે. જેની સુનાવણી બાદ સલમાન ખાન સહિત 76 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે.

જાણો શું છે મામલો?

જાણો શું છે મામલો?

સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ લવરાત્રીમાં આયુષ શર્મા અને વરીના હુસેન લીડ રોલમાં છે અને સિનેમાઘરમાં તે 5 ઑક્ટોબરે રિલીઝ થનાર છે, પરંતુ ફિલ્મના નામને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ પર સલમાન ખાને કહ્યું કે ફિલ્મના ટાઈટલમાં કંઈ આપત્તિજનક નથી અને તેમણે કોઈપણ રીતે કલ્ચરને નુકસાન પહોંચાડવાની કોશિશ નથી કરી. જણાવી દઈએ કે હિંદુ સંગઠનોએ બિહાર કોર્ટમાં સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફિલ્મના ટાઈટલથી હિંદુ ધર્મની ભાવનાને ઠેંસ પહોંચે છે અને તેને મા દુર્ગાનું અપમાન ગણાવ્યું હતું.

સલમાન ખાને આપી સ્પષ્ટતા

સલમાન ખાને આપી સ્પષ્ટતા

લવરાત્રી ફિલ્મના વિવાદ પર સલમાન ખાને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ફિલ્મના ટાઈટલમાં કંઈપણ વાંધાજનક નથી. એમણે કોઈ કલ્ચરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન નથી કર્યો. જ્યારે હિંદુ સંગઠનોનો આરોપ છે કે હિંદુ ધર્મની ભાવનાને ઠેંસ પહોંચી છે. સલમાન ખાને કહ્યું કે નવરાત્રીના બેક ડ્રોપ પર ફિલ્મ બનાવી રહ્યા છીએ અને આ ફિલ્મ દ્વારા લવને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. સલમાને સ્પષ્ટતા કરતા કહ્યું કે ફિલ્મ રિલીઝ થશે ત્યારે લોકોને ખ્યાલ આવી જશે કે આમાં કંઈ જ વિવાદાસ્પદ સામગ્રી નથી. આ પણ વાંચો-હારથીં ડરી રહ્યો છે કોહલી? નહી રમે એશિયા કપ

English summary
Bihar's Muzaffarpur Court gives orders to file FIR against Salman Khan and 7 other actors after a complaint was filed by an advocate against him and his production 'Loveratri' alleging that the title of the film hurts Hindu sentiments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X