For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રાન્ડ મસ્તી ઉપર લાગ્યું કાનૂની ગ્રહણ, મહિલા પંચ પણ ખફા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/ચંડીગઢ, 10 સપ્ટેમ્બર : રીતેશ દેશમુખ, વિવેક ઓબેરૉય તથા આફતાબ શિવદાસાણીની ફિલ્મ ગ્રાન્ડ મસ્તી મુસીબતોના વાદળો વચ્ચે ઘેરાઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટ પહેલા જ ફિલ્મમાં આઈસીઆઈસીઆઈ બૅંકના નામના ઉપયોગ બદલ પ્રતિબંધ ફરમાવી ચુકી છે, તો ફિલ્મમાં અશ્લીલતાનો મુદ્દે વધુમાં વધુ ચગતો જાય છે અને પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે પણ આ ફિલ્મની રિલીઝ સામે પ્રતિબંધ ફરમાવી દીધો છે. બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચ પણ ફિલ્મમાં અશ્લીલતા સામે નારાજ છે.

grand-masti-1

પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટે મંગળવારે પંજાબ, હરિયાણા તથા ચંડીગઢમાં હિન્દી ફિલ્મ ગ્રાન્ડ મસ્તીની રિલીઝ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. ફિલ્મ 13મી સમ્ટેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ એક વકીલે ફિલ્મમાં અશ્લીલ સંવાદો તથા સામગ્રીનો આરોપ મૂકતાં અદાલતમાં ફિલ્મની રિલીઝ સામે અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવાયું છે કે ફિલ્મની સામગ્રી શાલીન નથી અને ફિલ્મના પ્રોમોઝમાં મહિલાઓ માટે અપમાનજનક વાતોનો પ્રયોગ કરાયો છે.

દરમિયાન રાષ્ટ્રીય મહિલા પંચે પણ ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદો અને અશ્લીલ દૃશ્યો સામે વાંધો ઉઠાવતાં ફિલ્મની રિલીઝ સામે પ્રતિબંધ ફરમાવવાની માંગણી કરી છે. પંચના પ્રમુખ મમતા શર્માએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીને પત્ર લખી જણાવ્યું છે કે સેંસર બોર્ડે આ ફિલ્મને રિલીઝ થવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ તેના પોસ્ટર અને પ્રોમો જોઈ કોઈ પણ તેને આચારસંહિતાની વિરુદ્ધ ઠરાવી શકે છે. મમતા શર્માએ ફિલ્મને મહિલા વિરોધી ગણાવી સખત શબ્દોમાં જણાવ્યું છે કે આ ફિલ્મ સેંસર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ પામવાને લાયક નથી.

English summary
The Punjab and Haryana High Court Tuesday ordered a stay on the release of Hindi film "Grand Masti" in theatres in Punjab, Haryana and Chandigarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X