સલમાનના કહેવાથી આ એક્ટ્રેસે આપ્યા હતા બોલ્ડ સિન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની ગુજરાતી એક્ટ્રેસ ડેઝી શાહ છેલ્લા થોડા સમયથી જાણે ખોવાઇ જ ગઇ છે. હવે 'રેસ 3' ફિલ્મમાં ડેઝી જોવા મળવાની હોવાના સમચાર મળતાં તે ફરીથી લાઇમલાઇટમાં આવી છે. આ ફિલ્મમાં સલમાન ખાનનું નામ પહેલેથી જ ફાઇનલ છે અને હવે લીડ એક્ટ્રેસ તરીકે ડેઝીનું નામ ચર્ચામાં છે. ડેઝીએ સલમાનની જ ફિલ્મ 'જય હો'થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું અને તે સલમાનની સારી મિત્ર પણ છે.

રેસ 3

રેસ 3

'રેસ' સીરિઝમાં અબ્બાસ મસ્તાનની આ ત્રીજી ફિલ્મ છે અને તેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવશે. ડીએનએના અહેવાલો અનુસાર, ફિલ્મ 'રેસ 3'માં ત્રણ લીડ એક્ટ્રેસિસ જોવા મળશે. જેમાંથી એક રોલ ડેઝી માટે ફાઇનલ કરવામાં આવ્યો છે.

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3

આ પહેલાં ડેઝી 'હેટ સ્ટોરી 3' ફિલ્મમાં જોવા મળી હતી. પહેલી ફિલ્મમાં સિમ્પલ ગર્લના રોલ બાદ 'હેટ સ્ટોરી'માં તેનો બોલ્ડ અવતાર જોઇને ઘણાને નવાઇ લાગી હતી. આ ફિલ્મમાં તેના ઘણા બોલ્ડ સિન પણ હતા.

સલમાનના કહેવાથી કરી હતી ફિલ્મ

સલમાનના કહેવાથી કરી હતી ફિલ્મ

'હેટ સ્ટોરી 3'માં પોતાના હોટ અવતાર અને બોલ્ડ સિન અંગે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તેણે માત્ર સલમાન ખાનના કહેવાથી જ એ ફિલ્મ કરી હતી અને સલમાનની વાત માનીને જ ફિલ્મમાં બોલ્ડ સિન આપ્યા હતા.

સલમાનની સલાહ

સલમાનની સલાહ

ડેઝીએ આગળ જણાવ્યું કે, 'હેટ સ્ટોરી 3'માં ડેઝીનું પાત્ર તેના 'જય હો'ના પાત્રથી ઘણું અલગ હતું, આથી સલમાને તેને તે ફિલ્મ કરવાની સલાહ આપી હતી. ડેઝી સલમાનને પોતાના ખૂબ સારા મિત્ર માને છે. 'જય હો' બાદ તે 'રેસ 3'માં ફરી એક વાર સલમાન સાથે જોવા મળશે.

આસિસ્ટંટ કોરિયોગ્રાફર

આસિસ્ટંટ કોરિયોગ્રાફર

પોતાની પ્રથમ હિંદી ફિલ્મ 'જય હો'માં તેણે ગુજરાતી યુવતીનું પાત્ર ભજવ્યું હતું. તે મૂળ ગુજરાતી જ છે, પરંતુ તેનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. ફિલ્મો પહેલાં તે કોરિગ્રાફર ગણેશ આચાર્યના આસિસ્ટંટ તરીકે કામ કરતી હતી. વળી તે 'તેરે નામ', 'મસ્તી', 'હમકો દીવાના કર ગયે', 'ખુદા કસમ' વગેરે જેવી ફિલ્મોમાં કો-ડાન્સર તરીકે પણ જોવા મળી છે.

ફિલ્મોમાં પદાર્પણ

ફિલ્મોમાં પદાર્પણ

ડેઝીના પ્રથમ ફિલ્મ કન્નડ ભાષામાં હતી. સલમાનની સુપરહિટ ફિલ્મ 'બોડીગાર્ડ'ના કન્નડ વર્ઝનમાં ડેઝી શાહ જોવા મળી હતી. તેણે કન્નડ ફિલ્મોમાં કેટલાક આઇટમ સોંગ્સમાં પણ કામ કર્યું છે. હજુ પણ હિંદીની સાથે સાથે કન્નડ ફિલ્મો પણ કરી રહી છે.

English summary
Bollywood actress Daisy Shah will be seen in Race 3 with Salman Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.