ડાંસ ઈન્ડિયા ડાંસના વિનર સલમાન યુસૂફ ખાન પર યૌન શોષણનો આરોપ, FIR નોંધાઈ
ડાંસ ઈન્ડિયા ડાંસ સિઝન-1ના વિનર સલમાન યૂસુફ ખાન પર છેડતીનો આરોપ લાગ્યો છે. યૂસુફ ખાન પર આ સનસનીખેજ આરોપ એક મોડેલે લગાવ્યો છે. પોલિસમાં નોંધાયેલ FIR મુજબ કથિત રીતે સલમાનના મેનેજરે પીડિતાનો સંપર્ક કર્યો હતો જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં તે લંડન ગઈ હતી. ત્યારબાદ સલમાન સાથે એક્ટરની મુલાકાત અંધેરીના એક કૉફી શોપમાં થઈ હતી.

ડાંસ ઈન્ડિયા ડાંસના વિનર પર યૌન શોષણનો આરોપ
કથિત રીતે સલમાને એક્ટરને દૂબઈના બોલિવુડ પાર્કમાં પર્ફોર્મ કરવાની ઓફર આપી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તે દિવસે સલમાને એક્ટરને ખોટી રીતે સ્પર્શી હતી અને જ્યારે એક્ટરે સલમાનના વ્યવહાર પર વાંધો દર્શાવ્યો તો સલમાને કહ્યુ કે બોલિવુડમાં આવી વસ્તુઓ થતી રહે છે.

સલમાન સામે કેસ ફાઈલ
પોલિસમાં નોંધાયેલ એફઆઈઆર મુજબ દુબઈમાં રહીને સલમાને 30 ઓગસ્ટના રોજ તેને બીજા શો માટે બહેરીનમાં બોલિવુડ પાર્ક રિસોર્ટમાં જવા માટે કહ્યુ. આરોપ છે કે ત્યારબાદ જેવા તે લોકો એરપોર્ટ પહોંચ્યા સલમાને પોતાના કાકાની દીકરા ભાઈ સાથે પરિચય કરાવ્યો. અહીંથી પાછા ફરતી વખતે સલમાન અને કાકાના દીકરા બંનેએ ખોટી રીતે સ્પર્શ કર્યો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સલમાન અને તેમની ટીમે એક્ટરને ઘણા દિવસો સુધી હેરાન કરી અને ખુલાસો કરવા પર અંજામ ભોગવવાની ધમકી પણ આપી. ત્યારબાદ તેણે પરેશાન થઈને પોલિસમાં કેસ નોંધાવ્યો.

ઘણા ટીવી શોમાં આવી ચૂક્યા છે સલમાન
સલમાન ડાંસ ઈન્ડિયા ડાંસ સીઝન-1માં જીત્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. સલમાન ‘ઝલક દિખલા જા' સિઝન 6ના પણ વિનર રહી ચૂક્યા છે અને સલમાન ‘ખતરો કે ખેલાડી' માં પણ દેખાઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સિનેજગતના ઘણા લોકો શોષણના આરોપોમાં ઘેરાયેલા છે. આ પહેલા અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર પર આરોપ લગાવ્યો હતો ત્યારબાદ ઘણા અન્ય કલાકારો પર પણ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ વિદ્યા બાલને ખોલ્યો રાઝ, '40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે'