• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઝાયરાના પક્ષમાં બોલ્યા આમિર, કહ્યું તું તો મારી પણ રોલ મોડેલ છે

By Shachi
|

આમિર ખાનની સુંદર ફિલ્મ 'દંગલ'માં નાની ગીતા ફોગાટનું પાત્ર ભજવનાર ઝાયરા વસીમના જાહેર માફીનામાથી ચારે તરફ કોલાહલ ઉઠ્યો છે. તેણે આ જાહેર માફીનામામાં કોઇ વ્યક્તિ કે ઘટનાનો ચોખ્ખો ઉલ્લેખ નથી કર્યો. આમ છતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, તેની મેહબૂબા મુફ્તી સાથેની મુલાકાતથી ઉઠેલા વિરોધને કારણે તેણે આ પોસ્ટ લખી છે. જે ફેસબૂક એકાઉન્ટ પરથી આ માફીનામું લખાયું છે, તે ઝાયરાનું વેરિફાઇડ એકાઉન્ટ છે. આમ છતાં ઘણા લોકો પોસ્ટ ફેક હોવાનું કહી રહ્યાં છે.

બીજી બાજુ, ઝાયરાની આ પોસ્ટ એટલી વાયરલ થઇ છે કે, રેસલર ગીતા ફોગાટ અને બબીતા ફોગાટ, જાવેદ અખ્તર, અનુપમ ખેર, જમ્મુ-કાશમીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા જેવા અનેક લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી તેને હિંમત રાખવાનું જણાવ્યું છે. અનુરાગ કશ્યપે પણ સોશિયલ મીડિયા પર ઝાયરાનો પક્ષ લેતાં, તેમને પણ સોશિય મીડિયા પર ટ્રોલ કરવમાં આવી રહ્યાં છે. આખો વિવાદ શું છે, જાણો અહીં..

મેહબૂબા મુફ્તી સાથે મુલાકાત

મેહબૂબા મુફ્તી સાથે મુલાકાત

નોંધનીય છે કે, 'દંગલ'ની સફળતા બાદ ઝાયરા વસીમ, જે પોતે કાશ્મીરની રહેવાસી છે, તેણે શનિવારે કાશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી. મેહબૂબા મુફ્તીએ ઝાયરાને આમંત્રિત કરી હતી અને તેને સફળતા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. ઝાયરાએ કાશ્મીર બોર્ડ એક્ઝામ્સમાં 92% મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કાશ્મીરમાં જે રીતનું હિંસાનું વાતાવરણ છે, તેને જોતાં ઝાયરાની આ સફળતા ખૂબ વખાણવાલાયક છે. મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, લોકોએ ઝાયરા પાસેથી શીખ લેવી જોઇએ.

અલગાવવાદીઓનો વિરોધ

અલગાવવાદીઓનો વિરોધ

આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર ઝાયરાને ખૂબ ટ્રોલ કરવામાં આવી. કાશ્મીરના અલગાવવાદીઓએ ઝાયરાનો સોશિયલ મીડિયા પર વિરોધ કર્યો હોવાનું કહેવાય છે. કાશ્મીરીઓનું એક સમગ્ર જૂથ એવું છે, જેઓ માને છે કે ઘાટીમાં ફેલાયેલી હિંસા માટે સીએમ મેહબૂબા મુફ્તી જ જવાબદાર છે. સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા બાદ આખરે ઝાયરાના વેરિફાઇડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક જાહેર માફીનામું જોવા મળ્યું.

વાયરલ થઇ પોસ્ટ

વાયરલ થઇ પોસ્ટ

ઝાયરાની આ પોસ્ટ ખૂબ જલ્દી વાયરલ થઇ ગઇ અને તેની પર અનેક લોકોએ પ્રતિક્રિયા કરી. તેની આ પોસ્ટ પરથી એવી પણ અફવાઓ ઉડવા માંડી કે ઝાયરા વસીમ ખૂબ ડરી ગઇ છે અને આથી જ તેણે આ જાહેર માફીનામું લખ્યું છે. ઘણાએ એવું પણ અનુમાન લગાવ્યું કે, બની શકે કે ઝાયરાને કાશ્મીરથી ધમકીઓ મળી હોય અને તેણે ડરીને માફી માંગી હોય. જો કે, આ પોસ્ટ ખૂબ વાયરલ થતાં થોડા જ કલાકોની અંદર આ પોસ્ટ ડીલિટ કરી દેવામાં આવી હતી.

જાહેર માફીનામું

જાહેર માફીનામું

'આ એક જાહેર માફીનામું છે, મને ખબર છે કે ઘણા લોકોને મારા હાલની ગતિવિધઓ અને કેટલાક લોકો સાથેની મારી મુલાકાતથી દુઃખ થયું છે. હું એ સૌની માફી માંગુ છું, જેને મેં જાણે-અજાણ્યે દુઃખ પહોંચાડ્યું છે. હું લોકોની લાગણીઓથી અજાણ નથી, ખાસ કરીને છેલ્લા 6 મહિના દરમિયાન જે થયું છે, એ પછી હું લોકોની માનિસિક સ્થિતિ ખૂબ સારી રીતે સમજી શકું છું. મને આશા છે કે, લોકો પણ સમજશે કે ઘણીવાર માણસ પરિસ્થિતિ આગળ લાચાર થઇ જાય છે અને વાત તેના હાથ બહાર જતી રહે છે. મારી ઉંમર માત્ર 16 વર્ષ છે અને મેં જે કર્યું એના માટે હું માફી માંગુ છું. મારાથી અજાણતા જે થયું છે, એને માટે લોકો મને માફ કરશે એવી આશા રાખું છું.'

'હું કાશ્મીરીઓની રોલ મોડલ બની શકું એમ નથી'

'હું કાશ્મીરીઓની રોલ મોડલ બની શકું એમ નથી'

'મને કાશ્મીરના યુવાઓ અને છોકરીઓની રોલ મોડલ કહેવામાં આવી રહી છે, આ અજીબ છે, કારણ કે કાશ્મીરમાં આજ સુધી ઘણી મોટી-મોટી હસતીઓ થઇ છે, જેના રસ્તે યુવાઓએ ચાલવું જોઇએ. હું કહેવા માંગુ છું કે, કોઇ મને રોલ મોડેલ માની મારા રસ્તે ન ચાલે. હું જે કરું છું એનો મને ગર્વ છે, પરંતુ મને રોલ મોડેલ માનવી એ કાશ્મીરની હસતીઓનું અપમાન છે. હું આ અંગે કોઇ મોટી દલીલબાજી કરવા નથી માંગતી, મારે જે કહેવું હતું એ મેં કહી દીધું છે.'

ફેક પ્રોફાઇલ

ફેક પ્રોફાઇલ

ઝાયરાનું આ માફીનામું તુરંત જ વાયરલ થઇ ગયું અને તેની પર અનેક પ્રતિક્રિયાઓ મળી, જે પછી આ પોસ્ટ ડીલિટ કરી નાંખવામાં આવી. ત્યાર બાદ અન્ય એક પોસ્ટમાં તેણે કહ્યું કે, હું આને આટલો મોટો મુદ્દો બનાવવા નહોતી માંગતી, પરંતુ આ તો રાષ્ટ્રીય ખબર બની ગઇ! આશા છે કે હવે આ મામલાને વધુ આગળ વધારવામાં નહીં આવે. ઝાયરાના માફીનામા પર કોઇએ કોમેન્ટ પણ કરી હતી કે, આ ફેક પ્રોફાઇલ છે. જેની પર રિપ્લાય કરતાં ઝાયરાએ લખ્યું હતું કે, ના આ વેરિફાઇડ પ્રોફાઇલ છે. ત્યાર બાદ તરત જ નીચે બીજી કોમેન્ટ કરી હતી કે, આમ પણ આ પોસ્ટ પાછળ જે ભાવનાઓ છે, એ સાચી છે અને એ જ વાત વધુ મહત્વની છે.

ઓમાર અબ્દુલ્લાએ પણ કરી નિંદા

ઓમાર અબ્દુલ્લાએ પણ કરી નિંદા

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ પણ ઝાયરાના વિરોધ સામે સવાલ કર્યો છે. તેમણે લખ્યું છે, એક 16 વર્ષની છોકરીને આ રીતે માફી માંગવા માટે મજબૂર કરવી, તે પણ મેહબૂબા મુફ્તીને મળવા બદલ? આપણે ક્યાં જઇ રહ્યાં છીએ?' તેમણે એમ પણ કહ્યું હતું કે, મને મેહબૂબા મુફ્તીથી તકલીફ છે, પરંતુ એનો અર્થ એ નથી કે જે પણ એમને મળે એ દરેક વ્યક્તિની આપણે મજાક ઉડાવવા માંડીએ.

'ધાકડ છોકરીને રોલ પ્લે કર્યો છે, એણે ડરવું ના જોઇએ'

રેસલર ગીતા ફોગાટ અને બબીતા ફોગાટે ઝાયરાનો પક્ષ લીધો છે અને તેને હિંમત રાખવાની સલાહ આપી છે. ગીતાએ કહ્યું કે, 'એણે તો ધાકડ છોકરીઓનો રોલ પ્લે કર્યો છે, તેણે ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી.' રેસલર બબીતા ફોગાટે કહ્યું કે, 'અમે પણ અહીં સુધી પહોંચવા માટે અનેક મુસીબીતો વેઠી છે. સંપૂર્ણ દેશ ઝાયરાની સાથે છે, તેણે ડરવાની કોઇ જરૂર નથી.'

જાવેદ અખ્તર અને કાશ્મીરી અનુપમ ખેરનું મળ્યું સમર્થન

જાવેદ અખ્તર અને કાશ્મીરી અનુપમ ખેરનું મળ્યું સમર્થન

જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે પણ ઝાયરાનું સમર્થન કરતાં ટ્વીટર પર લખ્યું છે કે, 'જે લોકો છત પર ચઢીને આઝાદીના નારા લગાવે છે, તે લોકો જ બીજાની આઝાદી છીનવી રહ્યાં છે. આવા લોકોને કારણે ઝાયરા વસીમને માફી માંગવી પડે છે. તેની સફળતાનો વિરોધ કરનારાઓને શરમ આવવી જોઇએ.' તો બીજી બાજુ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને કહ્યું છે કે, 'પ્રિય ઝાયરા વસીમ, તારો માફીપત્ર ખૂબ દુઃખદ પરંતુ સાહસથી ભરપૂર છે. આ એ લોકોની કાયરતા સામે લાવે છે, જે લોકોએ તને આ લખવા મજબૂર કરી છે. પરંતુ તુ મારી #RoleModel છે.'

આમિર ખાને પણ ઝાયરાને ગણાવી પોતાની રોલ મોડલ

આમિર ખાને પણ ઝાયરાને ગણાવી પોતાની રોલ મોડલ

ઝાયરાને વિવાદ મામલે આમિર ખાનનો પણ સંપૂર્ણ સપોર્ટ સાંપડ્યો છે. આમિર ખાને આજે સવારે ઝાયરાને ઉદ્દેશીને આ ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં ઝાયરાને આમિર ખાને સંદેશ આપ્યો છે કે, તારા જેવી યુવા, બુદ્ધિમાન, પ્રતિભાશાળી, મહેનતુ, સન્માનજનક, બીજાનું ધ્યાન રાખવાવાળી, હિંમતવાળી બાળા, માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાભરના બાળકોની રોલ મોડલ છે, તું તો મારી પણ રોલ મોડલ છે.

અહીં વાંચો

અહીં વાંચો

કરણ જોહરે ન કહ્યા એ ત્રણ શબ્દો, તો પણ થયો વિવાદ

English summary
Dangal girl Zaira Wasim gets support from bollywood over recent controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X