• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડેવિડ ફિલ્મે સહજતાથી પૂછ્યું છે, શું ધર્મ એક 'બ્રાન્ડ' છે?

By Rakesh
|

એક નામ, ત્રણ જિંદગી અને ત્રણ મહત્વકાંક્ષા. 3 ફેબ્રુઆરીથી 3 માર્ચ 1975, 3 ફેબ્રુઆરીથી 3 માર્ચ 1999, 3 ફેબ્રુઆરીથી 3 માર્ચ 2010. ક્રાઇમ, ધર્મ અને પ્રેમ. આ શુક્રવારે બોલિવુડના ડેસિંગ સ્ટાર નીલ નિતિન મુકેશ અભિનિત ફિલ્મ 'ડેવિડ' રજુ થઇ. આ ફિલ્મ કેટલાકને પસંદ પડી હશે તો કેટલાકને આ એક ઓર્ડીનરી ફિલ્મ પણ લાગી હશે, પરંતુ આ ઓર્ડીનરી ફિલ્મ એક એવા વિષય અંગે સહજતાથી ફિલ્મ રસીકોના મનમાં એક પ્રશ્ન જન્માવી ગઇ હશે કે, શું વિશ્વમાં ધર્મ એક બ્રાન્ડ છે? શું પોતાના સ્વાર્થ ખાતર ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે?

પશ્ચિમી દેશો હોય કે એશિયાના દેશો દરેક સ્થળે ધર્મ અને જાતિનું વિભાજન કરતા અનેક લોકો આપણે મળી આવે છે. કેટલાક પોતાને પ્રખર ધર્મ પ્રેમી અને પોતાના ધર્મનું રક્ષણ કરનારા દર્શાવે છે, તો ક્યાંક ધર્મ અને જાતિના નામે રાજકારણ કરતા પણ જોવા મળે છે. આ મુદ્દો માત્ર ભારત પુરતો જ નથી, કે એશિયાના દેશો પુરતો નથી. પશ્ચિમના દેશોમાં જુઓ તો, ત્યાં પણ આપણને ધર્મ અને જાતિથી એક બીજા પ્રત્યે ગણા-અણગમા, ધુત્કારની લાગણી વ્યક્ત કરતા અનેક લોકો જોવા મળી જતાં હોય છે. આવો જ એક સંવેદનશીલ અને માનવ જીવનને સહજ રીતે સ્પર્શતો મુદ્દો ડેવિડની એક સ્ટોરીમાં સહેલાયથી દર્શાવી દેવામાં આવ્યો છે. જો કે, આ ફિલ્મ ચોક્કસપણે બોક્સ ઓફિસ પર એ કમાલ નહીં દર્શાવી શકે, જે સલમાન, અજય, અક્ષયની મસાલા ફિલ્મ(મગજ ઘરે મુકીને જોવા જેવી ફિલ્મો) કમાય છે.

1975ની સ્ટોરીમાં નિલ નિતિન મુકેશે ડેવિડની ભૂમિકા ભજવી છે અને 2010માં ચિયાન વિક્રમે અને 1999માં એક ઇન્ડો કેનેડિયન અભિનેતા વિક્રમ વિરમાનીએ ડેવિડની ભૂમિકા ભજવી છે. નિલ નિતિન મુકેશે એક ગેંગસ્ટારની અને ચિયાન વિક્રમે એક દારૂડિયા અને મસ્તિખોર પ્રેમીની ભૂમિકા ભજવી છે, તો વિક્રમ વિરમાનીએ એક મ્યુઝિશિયનની ભૂમિકા ભજવી છે. પહેલી સ્ટોરી ગંભીર છે તો છેલ્લી સ્ટોરી કોમેડીથી ભરપૂર છે, પરંતુ આ બન્નેની વચ્ચે એટલે કે બીજી સ્ટોરી અર્થપૂર્ણ છે.

અન્ય સ્ટોરીનો ઉલ્લેખ નહીં કરીને 1999ની સ્ટોરીની જ વાત કરીએ તો આ ફિલ્મમાં વિક્રમ વિરવાની એટલે કે ડેવિડ તેના પિતા અને બે બહેન સાથે રહે છે. તેના પિતા ધર્મોપદેશક છે. જો કે ધર્મોપદેશકને પરિવાર સાથે આપણે ભાગ્યેજ જોયા હશે, કારણ કે ધર્મનો ફેલાવો કરવા માટે તે સંસારના તમામ બંધનોને છોડી દે છે. જો કે, એ વાત પર ધ્યાન નહીં આપને મુખ્ય મુદ્દાની વાત કરીએ તો. તેના પિતા પર ધર્મ પરિવર્તનનો આરોપ લગાવીને માલતી તાઇ નામના રાજકારણી દ્વારા ધાર્મિક રાજકારણનો દાવ ખેલવામાં આવે છે. કેટલાક ઉદ્યોગપતિઓ અને ક્ન્સટ્રક્શન કામ કરતા રિયલ એસ્ટેટના ધંધાર્થીઓનો સાથ મેળવીને તે ડેવિડના પિતાને જાહેરમાં અપમાનિત કરે છે. પોતાના પિતાને જાહેરમાં અપમાનિત કર્યા તે બદલ તેમનો શું વાંક છે. આ પ્રશ્ન માટે તે એક બાવડેબાજ પાસે જાય છે જે એ સમયે ત્યાં હાજર હતો જ્યારે તેના પિતાને ભર બજાર અપમાનિત કરવામાં આવ્યા.

ડેવિડ તેને એક પ્રશ્ન પૂછે છે કે તેના પિતાએ એવો તે ક્યો ગુન્હો કર્યો હતો કે તેમને આ રીતે અપમાનિત કરવામાં આવ્યા? એ સમયે બાવડેબાજ રૂપા અને જોકીનો ઉલ્લેખ કરીને સમજાવે છે કે જે રીતે આ બન્ને એક બ્રાન્ડ છે, તેવી જ રીતે ધર્મ એક બ્રાન્ડ છે. તારા પિતા બીજા ધર્મની બ્રાન્ડના હતા તેથી તેમની સાથે આવું થયું. ત્યારે ડેવિડના ચહેરા પર ઉદ્દભવેલી લાગણી માત્ર તેની જ લાગણી નહોતી એ તમામની હતી જે વિશ્વભરમાં ધર્મ અને જાતિને લઇને થઇ રહેલા વિવાદ અને વિરોધનો ભોગ બન્યા છે અને તમામનો એક જ પ્રશ્ન હશે, કે શું ધર્મ એક બ્રાન્ડ છે?

English summary
friday release film david raised one question nicely, is religious a brand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X