• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુણ્યતિથિ વિશેષ : અને કલ્પના બન્યાં ‘દેવ’નો ‘આનંદ’

|

મુંબઈ, 3 ડિસેમ્બર : બૉલીવુડના સૌથી રોમાંટિક હીરો દેવ આનંદની આજે પુણ્યતિથિ છે. દેવ સાહેબ તરીકે જાણીતા દેવ આનંદ સદાબહાર હીરો તરીકે જાણીતા છે. પ્રેમ, અહેસાસ તથા રૂમાનિયતની તસવીર દેવ સાહેબે પોતે કહ્યુ હતું કે તેમને જીવનમાં ત્રણ વાર મહોબ્બત થઈ હતી. બૉલીવુડના રોમાંટિક હીરો દેવ આનંદ પોતાની રીયલ લાઇપમાં પણ બહુ રોમાંસ પ્રિય હતાં. તેમણે આ વાતનો ઉલ્લેખ પોતાની આત્મકથા રોમાંસિંગ વિથ લાઇફમાં કર્યો છે. કદાચ એટલે જ જિંદગીને પ્રેમની પૂજા માનનાર દેવ સાહેબ રોમાંસના બાદશાહ તરીકે ઓળખાય છે.

ઉપરવાળાએ દેવ સાહેબને સુંદર કદ-કાઠી ઉપરાંત નાયાબ સીરત પણ બખ્શી હતી કે જેના પગલે છોકરીઓના દિલ તેમની ઉપર આવી જ જતા હતાં, પણ દેવ સાહેબને ગમ્યું તે ચહેરો કે જે ફિલ્મ જીવનનો સૌથી મોંઘો અને સુંદર હતો. દેવ આનંદને પોતાના જીવનમાં પ્રથમ વાર મહોબ્બતનો અહેસાસ વીતેલા જમાનના સુંદર અભિનેત્રી સુરૈયાએ કરાવ્યુ હતું. ફિલ્મ કિનારે-કિનારેના શૂટિંગ દરમિયાન બંનેની આંખો મળી હતી.

અને અહીંથી જ આ મહોબ્બતને પાંખો ફૂટી, પણ દર વખતની જેમ આ પ્રેમનો માર્ગ સરળ નહોતી. સુરૈયા મુસ્લિમ હતાં અને તેથી આ મહોબ્બતમાં મજહબ વિઘ્ન બની ગયું. સુરૈયાના નાનીએ દેવ સાહેબને અપનાવવાનો ઇનકાર કરી દીધો. સુરૈયામાં એટલી તાકાત નહોતી કે તેઓ પોતાના પ્રેમ આગળ પોતાનું ઘર છોડી દે. પરિણામ એ આવ્યું કે તેમણે દેવ આનંદને ઇનકાર કરી દીધો. દેવ આનંદ તે વખતે આઘાત તો પામ્યા, પણ જિંદગીમાં ક્યારેય કોઈ અફસોસ ન કરનાર દેવે સુરૈયાને છોડી જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સુરૈયાએ છોડી દુનિયા

સુરૈયાએ છોડી દુનિયા

દેવ આનંદને છોડ્યા બાદ સુરૈયાને કોઈ ચહેરો રુચ્યો જ નહીં. તેમણે ફિલ્મો છોડી દીધી અને પોતાની જાતને ઘરમાં કેદ કરી નાંખી. તેઓ તે જ દિવસે લોકો સામે આવ્યાં કે જ્યારે તેઓ દુનિયા છોડી ચુક્યા હતાં.

કલ્પનાનું દિલ દેવ પર આવ્યું

કલ્પનાનું દિલ દેવ પર આવ્યું

દિલના દર્દ સાથે દેવ આનંદ આગળ તો વધી ગયાં, પણ તેમના જીવનમાં સુનકાર હતો કે જે દૂર કર્યો અભિનેત્રી કલ્પના કાર્તિકે. કલ્પના સાથે દેવે અનેક સફળ ફિલ્મો કરી. મિસ શમિલા તરીકે જાણીતા કલ્પના કાર્તિક જરૂર કરતાં વધુ હસીન અને પ્યારા હતાં. કલ્પના દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદના પ્રથમ પત્નીના બહેન હતાં.

કલ્પના સાથે લગ્ન

કલ્પના સાથે લગ્ન

કલ્પનાને દેવ સાહેબ ગમી ગયા હતાં અને દેવને પણ લાગ્યું કે કલ્પના કાર્તિક જ તે મહિલા છે કે જે તેમના જીવનમાં બહાર પેદા કરી શકે. તેથી તેમણે કોઈ ભૂલ ન કરતાં અવિલમ્બ કલ્પનાની સેંથીમાં સિંદૂર પુરી નાંખ્યો અને એક પ્રેમનો સંબંધ લગ્નમાં પરિણમ્યો. આ સંબંધ છેલ્લા શ્વાસ સુધી રહ્યો. દેવ આનંદને આ સંબંધમાંથી બે બાળકો પ્રાપ્ત થયાં કે જેમણે તેમના જીવનમાં એવા રંગો ભર્યાં કે જેથી દેવને પુનઃ કોઈ બીજી વસ્તુની ચાહત જ ન રહી.

ઝીનત હતાં ત્રીજો પ્રેમ

ઝીનત હતાં ત્રીજો પ્રેમ

પણ દિલથી યુવાન દેવ સાહેબને ઉંમરના આ તબક્કે ત્રીજી વાર મહોબ્બત થઈ. તે વખતે તેમના પુત્રની વય 12 વર્ષ હતી. હરે રામા હરે કૃષ્ણ ફિલ્મમાં સાથે કામ કરતાં દેવ સાહેબને ઝીનત અમાનનું હુશ્ન આકર્ષી ગયું. ફિલ્મે તમામ રેકૉર્ડ તોડ્યાં, પણ ઝીનતે દેવ સાહેબના હૃદયમાં સ્થાન બનાવી લીધું.

પ્રેમ મૈત્રીમાં પરિણમ્યો

પ્રેમ મૈત્રીમાં પરિણમ્યો

પરંતુ આ વખતે પણ તેમની મહોબ્બત સફળ ન થઈ શકી, કારણ કે જે દિવસે તેમણે ઝીનત સમક્ષ પ્રેમનો ઇઝહાર કર્યો, ત્યારે જવાબ નામાં મળ્યો, કારણ કે ઝીનતની જિંદગીમાં કોઈક બીજાએ જગ્યા બનાવી લીધી હતી. જોકે દેવે ઝીનત સાથેનો આ પ્રેમ મૈત્રીમાં બદલી નાંખ્યો અને તેથી જ આ જોડીએ અનેક હિટ ફિલ્મો આપી.

English summary
Today's Dev Anand's Second Death Anniversary. Three Women in Dev Anand's Life. First yesteryears' singing sensation Suraiya, later rechristened Kalpana Kartik, to his discovery -- the bold, the beautiful Zeenat Aman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more