Watch : નૈનોં મેં સપના... જૂનુ સોનું કે નવું સોહામણું?
મુંબઈ, 8 ફેબ્રુઆરી : 1983માં રિલીઝ થયેલ બ્લૉકબસ્ટર હિન્દી ફિલ્મ હિમ્મતવાલાની રીમેક હિમ્મતવાલાના ગીત નૈનોં મેં સપના... નું વીડિયો રિલીઝ થઈ ગયું છે અને આ ગીત રિલીઝ થતાની સાથે જ જૂની હિમ્મતવાલાનું ગીત પણ સ્ફુરી આવવું સ્વાભાવિક છે.
હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણે જિતેન્દ્રનો રોલ કર્યો છે અને તમન્ના ભાટિયાએ શ્રીદેવીનો. જૂની હિમ્મતવાલા ફિલ્મનું નૈનોં મેં સપના... ગીત ખૂબ જ લોકપ્રિય બન્યુ હતું. તે ગીતનું ફિલ્માંકન, કળશ સાથેના સુંદર દૃશ્ય તથા જમ્પિંગ બૉય જિતેન્દ્ર તેમજ ડાંસિંગ સ્ટાર શ્રીદેવી વચ્ચેની કેમેસ્ટ્રીએ પણ આ ગીતની લોકપ્રિયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે જૂની હિમ્મતવાલાનું તે ગીત આજે પણ સાંભળીને લોકો ઝૂમી ઉઠે છે, પરંતુ હવે નવા જમાનામાં આવી રહેલી નવી હિમ્મતવાલા ફિલ્મનું આ ગીત જોવા લોકો આતુર હોય, તે સ્વાભાવિક છે. તો જુઓ આ નવા ગીતનું વીડિયો અને જૂના ગીતને યાદ કરી આપ જ નક્કી કરો કે જુનૂ સોનુ છે કે પછી નવું સોહામણું લાગે છે.
<center><center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/-UKivKSxo0A" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>