Deepika Padukone Consert : માં બન્યા બાદ પહેલી વખત કોન્સર્ટમાં પહોંચી દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
Deepika Padukone Diljit Dosanjh Video : માં બન્યા બાદ દીપિકા પાદુકોણ ફરીથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. હાલમાં જ દીપિકા દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં ધમાલ કરતી જોવા મળી.
હાલમાં જ દીપિકા પાદુકોણનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા દિલજીત સાથે કોન્સર્ટમાં જોવા મળી રહી છે.

આ વીડિયોમાં દીપિકા માં બન્યા બાદ પહેલી વખત જાહેરમાં જોવા મળી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
દિલજીત દોસાંજનો આ કોન્સર્ટ દીપિકા પાદુકોણના શહેર બેંગ્લોરમાં યોજાઈ રહ્યો હતો. પહેલા તો દીપિકા દૂરથી બેસીને એન્જોય કરતી જોવા મળી હતી પરંતુ બાદમાં દિલજીતે એન્ટ્રી કરાવી અને લોકો દિવાના થઈ ગયા.
આ દરમિયાન દીપિકા પાદુકોણે સફેદ કલરનું ટી-શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું. સ્ટેજ પર દિલજીત સાથે જોડાઈને તે ખુબ જ એન્જોય કરતી જોવા મળી.
આ વીડિયો સામે આવ્યા બાદ દીપિકાના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેના વખાણ કરી રહ્યું છે તો કોઈ તેની પુત્રી વિશે વાત કરી રહ્યું છે.
જણાવી દઈએ કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. આ પછી લોકોએ સવાલ ઉઠાવ્યા કે દુઆ એક મુસ્લિમ નામ છે. જો કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને તેનાથી કોઈ ફરક પડતો નથી.












Click it and Unblock the Notifications
