For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપિકા પાદુકોણ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ગ્લોબલ અચીવર્સ અવૉર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય બની

દીપિકા પાદુકોણે એક આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા બૉલિવુડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની ઉપલબ્ધિઓ માટે ગ્લોબલ અચીવર્સ અવૉર્ડ 2021 મેળવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પોતાની ગ્લોબલ લોકપ્રિયતા સાબિત કરીને દીપિકા પાદુકોણે એક આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા બૉલિવુડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની ઉપલબ્ધિઓ માટે ગ્લોબલ અચીવર્સ અવૉર્ડ 2021 મેળવ્યો છે. આ યાદીમાં બરાક ઓબામાં, જેફ બેજોસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વગેરે જેવા દુનિયાભરના અન્ય લોકપ્રિય નામ પણ શામેલ છે. ગ્લોબલ અવૉર્ડ, 2021ને આ વર્ષે 3000થી વધુ નામાંકન મળ્યા છે.

દીપિકા પાદુકોણ એક વૈશ્વિક આઈકન

દીપિકા પાદુકોણ એક વૈશ્વિક આઈકન

જ્યૂરી માટે વિજેતાઓને શૉર્ટ લિસ્ટ કરવાનુ મુશ્કેલ હતુ કારણકે બધા નામાંકનો પોતાના ક્ષેત્રોમાં એક સફળ ટ્રેક રેકૉર્ડ બનાવી રહ્યા હતા. દીપિકા પાદુકોણ એક વૈશ્વિક આઈકન છે જે માત્ર પોતાની ફેશન સ્ટેટમેન્ટ માટે નહિ પરંતુ પોતાની ફિલ્મો અને પરફોર્મન્સ સ્કિલ્સ માટે પણ ખૂબ પ્રશંસા મેળવે છે. ભારતમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ગણાતી દીપિકાએ પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

દીપિકા પાદુકોણ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક

દીપિકા પાદુકોણ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક

વર્ષ 2018માં ટાઈમ મેગેઝીને તેને દુનિયાભરના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંની એકનુ નામ આપ્યુ હતુ. આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી તે બની હતી. એક વર્ષ બાદ, દીપિકાને માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે 26માં વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી જેની સાથે તે દાવોસ 2020 વિજેતાઓની યાદીમાં શામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી બની હતી.

પોતાના કામથી વૈશ્વિક પ્રભાવ પાડ્યો

પોતાના કામથી વૈશ્વિક પ્રભાવ પાડ્યો

દીપિકા પાદુકોણ વેરાઈટીની સતત બીજી વાર ઈન્ટરનેશનલ વીમેન ઈમ્પેક્ટ રિપોર્ટમાં પ્રદર્શિત થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી જે દુનિયાભરમાં મનોરંજનમાં મહિલાઓની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે. આ વર્ષોમાં દીપિકાએ પોતાના કામથી વૈશ્વિક પ્રભાવ પેદા કર્યો છે પછી ભલે તે તેમની ચૉઈસ હોય કે તેનુ ફાઉન્ડેશન 'લિવ લવ લાફ.'

English summary
Deepika Padukone wins ‘Global Achiever’s Award’ for best actress and becomes only Indian to receive this award.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X