પઠાણના સેટ પર પીળી-કાળી બિકિનીમાં દેખાઈ દીપિકા પાદુકોણ, ઝડપથી વાયરલ થયા લીક ફોટા
મુંબઈઃ દીપિકા પાદુકોણ સ્પેનમાં પોતાની આગલી ફિલ્મ પઠાણનુ શૂટિંગ કરી રહી છે જ્યાંથી તેના બિકિની ફોટા સતત લીક થઈ રહ્યા છે. દીપિકા પાદુકોણ સેટ પર ક્યારેક કાળી તો ક્યારેક પીળી બિકિનીમાં દેખાઈ રહી છે અને આ દરમિયાન અમુક ફોટા લીક થઈ ગયા છે જેને કોઈ વિદેશી મેગેઝીને લીધા છે. આ ફોટા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પઠાણમાં દીપિકા પાદુકોણ એક્શન કરતી જોવા મળશે. ફિલ્મમાં તે એક રૉ એજન્ટની ભૂમિકામાં દેખાશે.

પીળી બિકિનીમાં દીપિકા
માનવામાં આવી રહ્યુ છે કે પઠાણ બાદ દીપિકા પાદુકોણની એન્ટ્રી યશરાઝ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સમાં થઈ શકે છે જ્યાં વૉર, પઠાણ અને ટાઈગર સીરિઝના સ્ટાર્સ એક સાથે કોઈ મોટી સમસ્યાને ઉકેલતા દેખાશે.

થઈ ચૂકી છે ટ્રોલ
હાલમાં જ દીપિકા પાદુકોણને ગહરાઈયાં દરમિયાન ખૂબ જ revealing કપડા પહેરવા માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. એક તરફ દીપિકા પાદુકોણે ઘણા હૉટ અને સેક્સી લુકમાં ફિલ્મને પ્રમોટ કરી હતી ત્યાં બીજી તરફ ફિલ્મના ડાયરેક્ટર શકુન બત્રા એ વાતથી પરેશાન હતા કે ફિલ્મમાં માત્ર દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીના લવ મેકિંગ સીન પર વાત થઈ રહી છે. ફિલ્મની રીલિઝ બાદ જ્યારે દીપિકા પાદુકોણે આ અંડરવૉટર ગહરાઈયા ફોટોશૂટ કરાવ્યુ ત્યારે એક વાર ફરીથી તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી.

પિતા પર બાયોપિકની તૈયારી
થોડી મહિના પહેલા દીપિકા પાદુકોણને પીવી સિંધુ સાથે બેંડમિન્ટન રમતી જોવામાં આવી ત્યારબાદ માનવામાં આવી રહ્યુ હતુ કે દીપિકા પાદુકોણ પીવી સિંધુની બાયોપિકમાં કામ કરી રહી છે પરંતુ ત્યારબાદ દીપિકા પાદુકોણે કન્ફર્મ કર્યુ કે તે પોતાના પિતા પ્રકાશ પાદુકોણ પર એક બાયોપિક પ્રોડ્યુસ કરી રહી છે.

દીપિકા પાસે શાનદાર પ્રોજેક્ટ્સની ભરમાર
દીપિકા પાદુકોણ ભલે ઘણા સમયથી મોટા પડદાથી ગાયબ છે પરંતુ તેની અસર તેના આનનારા પ્રોજેક્ટ્સ પર નથી પડી રહી. દીપિકા સતત સારી કહાનીઓ સાંભળી રહી છે અને સારા પ્રોજેક્ટ સાઈન પણ કરી રહી છે. તેની પાસે એક-એકથી ચડિયાતી કહાનીઓ અને મોટા બેનર્સની ઑફર્સ છે. હાલમાં જ તેણે ભણસાળીની બૈજુ બાવરા રિજેક્ટ કરી દીધી છે કારણકે તેને મો-માંગી ફી નહોતી મળી રહી.

પહેલા બનશે દ્રૌપદી પછી સીતા
મધુ મંટેના એ સ્પષ્ટ કરી ચૂકી છે કે તેની આવનારી mytho - verse યુનિવર્સમાં દીપિકા પાદુકોણ પહેલા સીતા બનશે અને ત્યારબાદ દ્રૌપદી. જ્યાં સીતામાં રામાયણને સીતાની દ્રષ્ટિએ બતાવવામાં આવશે અને માનવામાં આવી રહ્યુ છે કે આ દેવદત્ત પટનાયકના પુસ્તક પર આધારિત હોઈ શકે છે. વળી, દ્રૌપદીમાં મહાભારતને દ્રૌપદીની દ્રષ્ટિએ બતાવવામાં આવશે જે ચિત્રા બેનર્જીના પુસ્તક ધ પેલેસ ઑફ ઈલ્યુઝન્સ પર આધારિત છે.

સાથે મોટા કો-સ્ટાર્સ
આ બે પૌરાણિક ફિલ્મોમાં દીપિકા પાદુકોણ સાથે બે સુપરસ્ટારના નામની ચર્ચા છે. પહેલા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબી અને બીજા ઋતિક રોશન. માનવામાં તો એ પણ આવી રહ્યુ છે કે સીતામાં મહેશ બાબૂ રામ અને ઋતિક રોશનને રાવણની ભૂમિકા માટે હામી ભરી દીધી છે. આ ફિલ્મની અનાઉન્સમેન્ટ ખૂબ ભવ્ય સ્તરે દિવાળીમાં થવાની છે.

અમિતાભ બચ્ચન સાથે વધુ એક ફિલ્મ
આ ઉપરાંત દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન સાથે અંગ્રેજી ફિલ્મ ધ ઈંટર્નના રીમેકમાં દેખાશે. આ ફિલ્મમાં પહેલા દીપિકા પાદુકોણ ઋષિ કપૂર સાથે જોવા મળવાની હતી પરંતુ તેમના નિધન બાદ અમિતાભ બચ્ચનને ઋષિ કપૂરના સ્થાને આ ફિલ્મમાં રિપ્લેસ કરવામાં આવ્યા છે. આ પહેલા બચ્ચન સાહેબ અને દીપિકાની કેમેસ્ટ્રી પીકુમાં પણ જોવા મળી ચૂકી છે.

બદલી રહી છે પોતાની છબી
દીપિકા પાદુકોણ, સિદ્ધાર્થ આનંદની આગલી એક્શન ફિલ્મ ફાઈટર પર પણ કામ શરુ કરી ચૂકી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પહેલી વાર ઋતિક રોશન સાથે દેખાશે. ફેન્સ આ જોડીને જોવા માટે એટલા બધા ઉત્સાહિત છે કે અત્યારથી જ ફિલ્મો બ્લૉકબસ્ટર ગણાવી ચૂક્યા છે. આ ફિલ્મ સાથે દીપિકા પાદુકોણ પોતાની ઈમેજ સંપૂર્ણપણે બદલી દેશે.

કરી રહી છે પઠાનનુ શૂટિંગ
દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન સાથે યશરાજ ફિલ્મ્સ પઠાનમાં દેખાશે. આ દીપિકા અને શાહરુખ ખાનની ચોથી ફિલ્મ હશે. આ પહેલા દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઓમ શાંતિ ઓમ, હેપ્પી ન્યૂ યર અને ચેન્નઈ એક્સપ્રેસમાં દેખાઈ ચૂક્યા છે. દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન અને જૉન અબ્રાહણ સાથે પઠાનનુ શૂટિંગ પણ શરુ કરી ચૂકી છે.