JNU વિવાદ વચ્ચે આ રાજ્યમાં ટેક્સ ફ્રી થઈ દીપિકાની ફિલ્મ ‘છપાક'
એસિડ એટેક પીડિતાના જીવન પર બનેલી ફિલ્મ 'છપાક'ને મધ્ય પ્રદેશ સરકારે ટેક્સ ફ્રી કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પોતાની રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાયેલી છે. વાસ્તવમાં ગયા મંગળવારે દીપિકા પાદુકોણ દિલ્લીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં છાત્રોને પોતાનુ સમર્થન આપવા પહોંચી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અમુક લોકોએ દીપિકા પાદુકોણનો વિરોધ કરીને તેની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવાની અપીલ કરી દીધી. જો કે સોશિયલ મીડિયા પર દીપિકાના પક્ષમાં પણ અવાજો ઉઠ્યા.

રિલીઝ પહેલા જ વિવાદ
તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મ છપાક સાથે વધુ એક વિવાદ જોડાઈ ગયો. વાસ્તવમાં બુધવારે એક મેગેઝીના આર્ટીકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે લક્ષ્મી અગ્રવાલ ઉપર એસિડ ફેંકનાર અસલી હુમલાખોરનુ નામ ફિલ્મ છપાકમાં બદલીને નદીમ ખાનમાંથી રાજશે કરી દેવામાં આવ્યુ છે. ત્યારબાદ ટ્વિટર પર નદીમ ખાન અને રાજેશ ટ્રેન્ડ કરવા લાગ્યુ. બુધવારે સાંજે 4 વાગ્યા સુધી #Nadeem Khan સાથે લગભગ 60 હજાર અને #Rajesh સાથે લગભગ 50 હજાર ટ્વિટ કરવામાં આવ્યા. લોકોએ પોતાના ટ્વિટ્સમાં કહ્યુ કે ફિલ્મ છપાકમાં જાણી જોઈને હુમલાખોરનુ નામ બદલવામાં આવ્યુ છે.

ફિલ્મની અંદર રાજેશ દીપિકાના દોસ્તનુ નામ
જો કે જ્યારે આ દાવાની તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યુ કે ફિલ્મની અંદર નદીમ ખાનનુ નામ બદલીને રાજેશ નહિ પરંતુ બબ્બૂ ઉર્ફે બશીર ખાન કરવામાં આવ્યુ છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ ફિલ્મની અંદર રાજેશ દીપિકાના દોસ્તનુ નામ છે. એટલે કે ફિલ્મમાં હુમલાખોરનો ધર્મ બદલવાનો દાવો ખોટો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2005માં દિલ્લીના ખાન માર્કેટમાં નદીમ ખાન નામના એક વ્યક્તિએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને લક્ષ્મી અગ્રવાલ ઉપર એસિડ ફેંકી દીધો હતો. ફિલ્મ છપાક લક્ષ્મીના જીવન પર આધારિત છે અને આમાં પાત્રોના નામ બદલી દેવામાં આવ્યા છે. ફિલ્મમાં લક્ષ્મીનુ નામ બદલીને માલતી કરવામાં આવ્યુ છે.

લક્ષ્મીની વકીલે દાખલ કરી અરજી
વળી, ગુરુવારે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે વકીલ અપર્ણા ભટ્ટ તરફથી છપાક ફિલ્મની રિલીઝ રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરીને આદેશ આપ્યો કે ફિલ્મ નિર્માતાએ ફિલ્મની રિલીઝમાં અરજીકર્તાનુ નામ શામેલ કરવુ જોઈએ. વાસ્તવમાં અપર્ણા ફટ્ટે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ હતુ કે તે ઘણા વર્ષો સુધી એસિડ એટેક પીડિતાની વકીલ રહી છે પરંતુ ફિલ્મમાં તેમને કોઈ ક્રેડિટ આપવામાં આવી નથી. એટલા માટે આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવે.

જેએનયુ જવા પર શરૂ થયો વિવાદ
ઉલ્લેખનીય છે કે આ પહેલા દીપિકા પાદુકોણ એ વખતે વિવાદોમાં ઘેરાઈ જ્યારે તેમણે જેએનયુમાં છાત્રો સાથે થયેલી હિંસાના વિરોધમાં યુનિવર્સિટી જઈને ઘાયલ છાત્રોને પોતાનુ સમર્થન આપ્યુ. આ દરમિયાન દીપિકાએ જેએનયુ હિંસામાં ઘાયલ થયેલ છાત્રસંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સાથે પણ મુલાકાત કરી. ત્યારબાદ દિલ્લી ભાજપના પ્રવકતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટર પર લોકોને દીપિકા પાદુકોણની ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી દીધી. જો કે ટ્વિટર પર દીપિકાના સમર્થનમાં પણ લોકોએ ટ્વિટ કર્યા.
આ પણ વાંચોઃ 1.5 લાખ રૂપિયા મહિના છે તૈમૂર અલી ખાનની આયાની સેલેરી!!