આટલુ ભવ્ય હતુ દીપિકા-રણવીરનું રિસેપ્શન, જુઓ અંદરના ફોટા અને Video
બોલિવુડના ‘બાજીરાવ-મસ્તાની'એ લેક કોમોમાં લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બુધવારે બેંગલુરુમાં રિસેપ્શન આપ્યુ. જેમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ.
બોલિવુડના 'બાજીરાવ-મસ્તાની'એ લેક કોમોમાં લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બુધવારે બેંગલુરુમાં રિસેપ્શન આપ્યુ. જેમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ. અનિલ કુંબલેથી લઈ પી વી સિંધુ સુધી બધા નવદંપત્તિને પોતાની શુભકામનાઓ પાઠવવા પહોંચી ગયા. જુઓ આ રિસેપ્શનના અંદરના ફોટા-

રિસેપ્શનમાં પહોંચ્યા ઘણી દિગ્ગજ હસ્તીઓ
ઈટલીના લેક કોમોમાં ફિલ્મી લગ્ન બાદ રણવીર અને દીપિકાએ બેંગલુરુમાં પહેલુ રિસેપ્શન રાખ્યુ. બંનેએ બુધવારે બેંગલુરુના ‘ધ લીલા પેલેસ' માં રિસેપ્શન રાખ્યુ જેમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ હતી.

એકદમ રૉયલ કપલ લાગી રહ્યા હતા બંને.
રિસેપ્શનમાં અનિલ કુંબલે, પી વી સિંધુ, પૂજા મખીજા નવદંપત્તિને શુભકામનાઓ આપવા પહોંચ્યા. રિસેપ્શન માટે દીપિકાએ પોતાની માએ ગિફ્ટમાં આપેલી સાડી પહેરી હતી. જેને હાઉસ ઓફ અંગદીએ ડિઝાઈન કરી હતી. વળી, રણવીર સિંહ રોહિત બહલની શેરવાનીમાં જોવા મળ્યા.

14 અને 15 નવેમ્બરના રોજ થયા હતા લગ્ન
બંનેને જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચીએ સ્ટાઈલ કર્યા હતા. બેંગલુરુ રિસેપ્શન બાદ રણવીર-દીપિકા મુંબઈમાં પોતાના ફિલ્મી દોસ્તો માટે પણ એક રિસેપ્શન રાખશે. રણવીર-દીપિકાએ 14 નવેમ્બરના રોજ કોંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા. 15 નવેમ્બરે સિંધી પરંપરાથી લગ્ન કર્યા.

ખૂબ રાહ જોયા બાદ સામે આવ્યા ફોટા
આ લગ્નને ખૂબ ખાનગી રાખવામાં આવ્યા હતા અને માત્ર પરિવાર અને નજીકના દોસ્તો જ તેમાં શામેલ થયા હતા. લગ્નમાં રણવીર-દીપિકાએ મોબાઈલ ફોન્સ બેન કરી દીધા હતા જેના કારણે ફેન્સને બંનેના ફોટા જોવા માટે ખૂબ રાહ જોવી પડી હતી.
View this post on InstagramInside #DeepVeer Bengaluru reception! #ranveersingh #deepikapadukone
A post shared by BollywoodReels (@bollywood_reels) on
View this post on InstagramA post shared by BollywoodReels (@bollywood_reels) on
View this post on InstagramA post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) on












Click it and Unblock the Notifications
