For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ PICS: ઈટલીથી પાછા ફર્યા નવદંપત્તિ, દીપિકાને ભીડથી બચાવવા આમ આગળ આવ્યા રણવીર

બોલિવુડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીના લેક કોમોમાં વેડિંગ ડેસ્ટીનેશન બાદ ઘરે પાછા આવી ગયા છે. બંને રવિવારે મુંબઈ પાછા આવ્યા અને તેમને જોવા માટે ફેન્સનો સૈલાબ ઉમટ્યો હતો.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીના લેક કોમોમાં વેડિંગ ડેસ્ટીનેશન બાદ ઘરે પાછા આવી ગયા છે. બંને રવિવારે મુંબઈ પાછા આવ્યા અને તેમને જોવા માટે ફેન્સનો સૈલાબ ઉમટ્યો હતો. રણવીર અને દીપિકાની એક ઝલક મેળવવા માટે મુંબઈ એરપોર્ટ પર ફેન્સની ભારે ભીડ જોવા મળી. આ ભીડમાંથી બંનેને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ હતુ પરંતુ રણવીરે એક પ્રોટેક્ટીવ હસબન્ડની જેમ પોતાની પત્નીને આ ભીડમાંથી બહાર કાઢી.

આ પણ વાંચોઃ એકબીજાના થયા દીપવીર, શેર કર્યો પહેલો ફોટો, સ્વાગત માટે મુંબઈનું ઘર સજાવાયુઆ પણ વાંચોઃ એકબીજાના થયા દીપવીર, શેર કર્યો પહેલો ફોટો, સ્વાગત માટે મુંબઈનું ઘર સજાવાયુ

રણવીર-દીપિકાની એક ઝલક જોવા પહોંચ્યા ફેન્સ

રણવીર-દીપિકાની એક ઝલક જોવા પહોંચ્યા ફેન્સ

દીપિકા-રણવીર સિંહ રવિવારે પોતાના ઘરે મુંબઈ પહોંચ્યા. મુંબઈ એરપોર્ટથી બહાર નીકળવા માટે બંનેને ઘણી મહેનત કરવી પડી. મુંબઈ એરપોર્ટ પર દીપિકા-રણવીરની એક ઝલક મેળવવા માટે ફેન્સની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. બંનેને બહાર નીકળવામાં ખૂબ મુશ્કેલી થઈ. પત્ની દીપિકાને કોઈ તકલીફ ન પડે એટલા માટે પતિ રણવીરે એકદમ જેન્ટલમેનની જેમ તેને બહાર નીકાળી.

બાહોંમાં ભરીને દીપિકાને ભીડમાંથી બહાર નીકાળી

બાહોંમાં ભરીને દીપિકાને ભીડમાંથી બહાર નીકાળી

રણવીર પોતાના હાથે દીપિકાને ભીડથી બચાવીને ગાડી સુધી પહોંચ્યા. હાઈ સિક્યોરિટી હોવા છતા એરપોર્ટ પર ભીડને સંભાળવી મુશ્કેલ બની રહી હતી. ત્યારે રણવીરે પોતે જ દીપિકાને બહાર નીકાળવી પડી. એરપોર્ટથી નીકળ્યા બાદ બંને રણવીરના ઘરે પહોંચ્યા જ્યાં તેમણે મીડિયા માટે પોઝ આપ્યા અને બધાનો આભાર માન્યો.

બે રીતિ રિવાજથી થયા છે બંનેના લગ્ન

બે રીતિ રિવાજથી થયા છે બંનેના લગ્ન

રણવીર-દીપિકાએ 14 નવેમ્બરે કોંકણી રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા. વળી, 15 નવેમ્બરે સિંધી રિવાજ મુજબ લગ્ન કર્યા. આ લગ્નને ખૂહ જ ખાનગી રાખવામાં આવ્યા હતા અને માત્ર પરિવાર અને નજીકના દોસ્તો જ તેમાં શામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે બોલિવુડના પોતાના દોસ્તો માટે બંને મુંબઈમાં એક મોટુ રિસેપ્શન રાખશે. વળી, એક પાર્ટી દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં પણ થશે.

આ પણ વાંચોઃ ચૂડા સેરેમનીમાં આવી લાગી રહી હતી દીપિકા, અનોખા અંદાજમાં જોવા મળ્યા રણવીરઆ પણ વાંચોઃ ચૂડા સેરેમનીમાં આવી લાગી રહી હતી દીપિકા, અનોખા અંદાજમાં જોવા મળ્યા રણવીર

English summary
#DeepVeerWedding: Ranveer Singh Is A Protective Hubby, Wraps Arm Around Wife Deepika, See Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X