બે પત્નીઓ હોવા છત્તા ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે અરમાન મલિક? જાણો શું છે હકિકત?
બે પત્નીઓને કારણે ચર્ચામાં રહેતો અરમાન મલિક સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. હવે ચર્ચા શરૂ થઈ છે કે તે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.
યુટ્યુબર અરમાન મલિક અને તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા સોશિયલ મીડિયા સ્ટાર છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

જણાવી દઈએ કે, યુટ્યુબર અરમાન મલિક આ દિવસોમાં તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા અને તેના મોટા પુત્ર ચિરાયુ સાથે દિલ્હી પહોંચ્યો છે. આ લોકો થોડા દિવસો માટે દિલ્હીમાં રોકાયા છે અને અહીં લગ્નની ખરીદી કરતા જોવા મળ્યા.
અરમાન મલિકનો લેટેસ્ટ યુટ્યુબ વ્લોગ જોયા બાદ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું યુટ્યુબર ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નનો શોપિંગ વીડિયો જોયા બાદ લોકો અરમાન મલિકને પૂછતા જોવા મળે છે કે શું તે બે પત્નીઓ હોવા છતાં ત્રીજી પત્ની મેળવવાની તૈયારી કરી રહ્યો છે?
લેટેસ્ટ યુટ્યુબ વ્લોગમાં અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા પણ લગ્ન માટે ખરીદી કરતી જોવા મળી. બંને પત્નીઓએ દિલ્હીની ઘણી મોટી દુકાનોમાંથી ફેશનેબલ જ્વેલરીની ખરીદી કરી છે. હવે લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા ફરીથી લગ્ન કરવા જઈ રહી છે કે પછી અરમાન મલિક તેના ત્રીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે?
જણાવી દઈએ કે, અરમાન મલિક કરોડોની સંપત્તિનો માલિક છે. અહેવાલ છે કે અરમાન મલિક એકલો 15 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. અરમાન મલિકની આવક મુખ્યત્વે YouTube અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આવે છે. આમાંથી તે એક મહિનામાં લગભગ 3 થી 4 લાખ રૂપિયા કમાય છે.
જણાવી દઈએ કે અરમાન મલિક એક ફેમસ યુટ્યુબર હોવા ઉપરાંત એક લક્ઝુરિયસ જિમનો માલિક પણ છે. આ ઉપરાંત તે તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ કરતો રહે છે. આ બધામાંથી તે કરોડો રૂપિયા કમાય છે. તે એક વર્ષમાં કરોડો રૂપિયા કમાય છે.












Click it and Unblock the Notifications
