Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધનુષ-ઐશ્વર્યા રજનીકાંતના 18 વર્ષના લગ્નજીવનનો અંત! આપી છૂટાછેડાની અરજી, 2 વર્ષ પહેલા ખતમ કર્યો હતો સંબંધ

Dhanush And Aishwaryaa Rajinikanth Divorce: સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ, એક્ટર ધનુષ અને ફિલ્મમેકર ઐશ્વર્યા રજનીકાંતે વર્ષ 2022માં તેમના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ્સ અનુસાર બંને લાંબા સમયથી અલગ રહે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કપલે ચેન્નાઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત ફેન્સની ફેવરિટ જોડીમાંથી એક છે. બંનેએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. પરંતુ જ્યારે વર્ષ 2022માં આ કપલે અલગ થવાની જાહેરાત કરી ત્યારે ફેન્સ આ સમાચારથી ખૂબ જ ચોંકી ગયા હતા. જોકે ચાહકોને આશા હતી કે બંને ફરી સાથે આવશે પરંતુ એવું થયું નહીં. હવે આ કપલ કાયમ માટે અલગ થવા જઈ રહ્યું છે.

Dhanush-Aishwarya Rajinikanth

હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ કપલ બે વર્ષથી અલગ રહેતા હતા. પરંતુ હવે ધનુષ અને ઐશ્વર્યાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. બંનેએ પરસ્પર સહમતિથી આ નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા અને ધનુષને બે પુત્રો છે. એકનો જન્મ વર્ષ 2006 અને બીજાનો વર્ષ 2010માં થયો હતો.

વર્ષ 2022માં, ધનુષે ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરતી સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. જેમાં અભિનેતાએ લખ્યું છે કે, "મિત્રો, દંપત્તિ, માતા-પિતા અને શુભેચ્છકો તરીકે 18 વર્ષનો સાથ. આ યાત્રા વિકાસ, સમજણ, સમાયોજન અને અનુકૂલનની રહી છે. આજે અમે એવા સ્થાને ઉભા છીએ જ્યાં અમારા રસ્તાઓ અલગ પડે છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને અમને એક વ્યક્તિ તરીકે વધુ સારી રીતે સમજવામાં સમય લાગશે. મહેરબાની કરીને અમારા નિર્ણયનું સન્માન કરો."

અલગ થયા બાદ ઐશ્વર્યાએ લાલ સલામથી દિગ્દર્શનમાં પુનરાગમન કર્યું. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. ધનુષ છેલ્લે કૅપ્ટન મિલર ફિલ્મમાં જોવા મળ્યો હતો, જે એમેઝોન પ્રાઇમ પર 9 ફેબ્રુઆરીએ પ્રસારિત કરવામાં આવી હતી.. તે આગામી બાયોપિકમાં સંગીત ઉસ્તાદ ઇલૈયારાજાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X