યૂટ્યુબ પરથી ગાયબ ઢિંચાક પૂજાના વીડિયો, હસવું કે રડવું?

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાક મહિનાઓથી યુટ્યૂબ પર ઢિંચાક પૂજા નામની સિંગરે ખૂબ ધમાલ મચાવી હતી. તેના ગીતો 'સેલ્ફી મેંને લે લી આજ' અને 'સ્વેગ વાલી ટોપી' ખાસા વાયરલ પણ થયા હતા. આ યુટ્યૂબ સ્ટારની ખાસિયત હતી કે, તે બિલકુલ ટેલેન્ટડ નહોતી. લોકો તેના ગીતો, લિરિક્સ, સ્ટાયલ તમામની મજાક બનાવતા હતા. આ કારણે જ તેના વીડિયો ખૂબ વાયરલ થતા હતા.

યુટ્યૂબે ડીલિટ કર્યા ઢિંચાક પૂજાના વીડિયો?

યુટ્યૂબે ડીલિટ કર્યા ઢિંચાક પૂજાના વીડિયો?

જી હા, આ રાઇઝિંગ સિંગરના તમામ વીડિયો યુટ્યૂબ દ્વારા ડીલિટ કરવામાં આવ્યા છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, ઢિંચાક પૂજાના વીડિયો પર એક વ્યક્તિએ કોપીરાઇટનો વાંધો ઉઠાવ્યો છે. આ કારણે વીડિયોઝ ડીલિટ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો આને યુટ્યૂબની આઝાદી ગણાવી રહ્યાં છે, તો કેટલાક આ વાતથી નિરાશ પણ છે. ટ્વીટર પર આ અંગેના અનેક ફની ટ્વીટ્સ જોવા મળી રહ્યાં છે.

કથપ્પા સિંહે કર્યો કોપીરાઇટનો દાવો

ઢિંચાક પૂજાની માફક જ તેના ગીતો પર કોપીરાઇટનો દાવો કરનાર વ્યક્તિનું નામ પણ ચર્ચાનો વિષય બન્યું છે. કહેવાઇ રહ્યું છે કે, કથપ્પા સિંહે(Kathappa Singh) યુટ્યૂબ પર તેના સોંગ્સ સામે રિપોર્ટ કર્યો હતો અને આથી ઢિંચાક પૂજાની ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પરથી તેના વીડિયો ડીલિટ કરી દેવામાં આવ્યા છે.

ફેક ન્યૂઝ તો નથી ને?

ફેક ન્યૂઝ તો નથી ને?

ઢિંચાક પૂજાના વીડિયોને મિક્સ રિસ્પોન્સ મળતો આવ્યો છે, લોકો તેની ખૂબ મજાક ઉડાવે છે. પરંતુ આ ફેક ન્યૂઝ નથી. તેના વેરિફાઇડ યૂટ્યુબ એકાઉન્ટ પર તેના સૌથી વાયરલ સોંગ્સના વીડિયો અવેલેબલ નથી.

બોલિવૂડ એક્ટ્રેસ કરતા વધુ હતી કમાણી

પૂજા ભલે ગમે તે કારણસર વાયરલ થઇ હોય, પરંતુ તમને ખબર નહીં હોય કે તેની કમાણી બોલિવૂડ હિરોઇન કરતા પણ વધારે હતી. થોડા સમય પહેલા જ ક્વોરા પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ઢિંચાક પૂજાની કમાણી કેટલી હશે? ત્યારે જવાબ મળ્યો કે, તેની એક મહિનાની કમાણી 50 લાખથી પણ વધારે છે.

કઇ રીતે થઇ આટલી બધી કમાણી?

કઇ રીતે થઇ આટલી બધી કમાણી?

ઢિંચાક પૂજાને યુટ્યૂબ ચેનલ દ્વારા દર મહિને લગભગ 22 લાખ વ્યુઅર્સ મળતા હતા. તેના કુલ ચાર ગીતો સામે આવ્યા છે, 'સ્વેગ વાલી ટોપી', 'દારૂ દારૂ દારૂ', 'સેલ્ફી મેંને લેલી આજ' અને લેટેસ્ટ ગીત છે 'દિલોં કા શૂટર', તેના કુલ 12 વીડિયો રિલીઝ થયા છે. આ 12 વીડિયોઝને 2 કરોડ 90 લાખ વ્યૂઝ મળી ચૂક્યાં હતા અને ચેનલ પર તેના 1 લાખ સબસ્ક્રાઇબર છે. તેના વીડિયોને એક દિવસમાં લગભગ 6 લાખ વ્યૂ મળતા હતા.

ક્લિકનો છે કમાલ

નોંધનીય છે કે, યુટ્યૂબ પર 1000 વ્યુઅર્સના 1.5 ડોલર મળે છે. એ હિસાબે ઢિંચાક પૂજાનો મહિને 50 લાખની કમાણીનો આંકડો સાચો ઠરે છે. આ સિવાય ગૂગલ એડવર્ટાઇઝમેન્ટને પણ ધ્યાનમાં લઇએ તો, પૂજાને અહીં પણ દર 1000 વ્યુ પર 1.5 ડોલર મળે છે. તમે ભલે મસ્તી માટે કે હસવા માટે પૂજાના વીડિયો પર ક્લિક કરતા હોવ, પરંતુ તમારી દરેક ક્લિક પૂજાને કમાણી કરાવતી હતી.

કોણ છે ઢિંચાક પૂજા?

કોણ છે ઢિંચાક પૂજા?

ઢિંચાક પૂજાનું સાચું નામ છે પૂજા જૈન. તેનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો છે અને હાલ તે દિલ્હીમાં રહે છે. તેની લોકપ્રિયતાનો સિલસિલો લગભગ એક વર્ષ પહેલાં શરૂ થયો હતો, જે હજુ સુધી ચાલુ જ હતો. તે સ્ટુડન્ટ છે અને કોલેજમાં અભ્યાસ કરે છે.

સિંગર બનવા માંગે છે પૂજા

સિંગર બનવા માંગે છે પૂજા

પૂજા હવે સિંગિગમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે. પૂજાની લોકો ભલે મજાક ઉડાવતા હોય, પરંતુ તેની હિંમતને ખરેખર સલામ કરવી પડે. અનેક નેગેટિવ કોમેન્ટ્સ છતાં તેણે વીડિયો બનાવવાનું છોડ્યું નહોતું. ઢિંચાક પૂજાના ફેવરિટ કલર્સ છે બ્લેક અને ગોલ્ડ. તેને ફાસ્ટ ફૂડ ખાવું પસંદ છે અને તેમાં પણ બર્ગર તેનું ફેવરિટ છે.

English summary
What? All Dhinchak Pooja's videos have been deleted from her Youtube channel due to copyright issues.
Please Wait while comments are loading...