દીયા મિર્ઝાના તૂટ્યા લગ્ન, 11 વર્ષ બાદ પતિ સાહિલ સંઘાથી થઈ અલગ
બોલિવુડ હસીના અને મિસ એશિયા પેસિફિક રહી ચૂકેલી દીયા મિર્ઝાની પર્સનલ લાઈફમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યુ. તેણે આજે પોતાના 11 વર્ષ જૂના સંબંધનો અંત કરવાનું એલાન કર્યુ છે.
બોલિવુડ હસીના અને મિસ એશિયા પેસિફિક રહી ચૂકેલી દીયા મિર્ઝાની પર્સનલ લાઈફમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યુ. તેણે આજે પોતાના 11 વર્ષ જૂના સંબંધનો અંત કરવાનું એલાન કર્યુ છે. દીયાએ આજે પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામમાં એક નોટ લખી છે જેમાં તેણે પોતાના પતિ સાહિલ સંઘાથી અલગ થવાની વાત લખી છે.
11 વર્ષ બાદ દીયા મિર્ઝા અને સાહિલ સાંગા થયા અલગ
પોતાની આ નોટમાં દીયાએ લખ્યુ છે કે 11 વર્ષ સુધી સાથે રહેવા અને જિંદગીની દરેક ક્ષણને એકબીજા સાથે શેર કર્યા બાદ હવે અમે પરસ્પર સમજૂતીથી અલગ થઈ રહ્યા છે. અમે દોસ્ત રહીશુ અને પ્રેમ અને ઈજ્જત સાથે આગળ વધતા રહીશુ. ભલે જિંદગીની સફર અમે અલગ અલગ રસ્તા પર લઈ જઈ રહી હોય અમે એ સાથના હંમેશા એહસાનમંદ રહીશુ જે અમે જીવ્યા છે. અમે આભારી છીએ એ પ્રેમના જે અમને પરિવાર અને દોસ્તો પાસેથી મળ્યો. મીડિયાનો પણ આભાર કે તે આ જ રીતે અમને પ્રાઈવસી આપતા રહે અને સપોર્ટ કરતા રહે. હવેથી અમે આ વિશે ક્યારેય વાત નહિ કરીએ.
સોશિયલ મીડિયા પર દીયાએ લખી ચોંકાવનારી વાત
દીયાની આ નોટ બાદ બોલિવુડથી લઈને સામાન્ય ગલીઓ સુધી દરેક જગ્યાએ હડકંપ મચી ગયો છે કારણકે આ પહેલા દીયા અને તેના પતિ વિશે ના કંઈ કહેવામાં આવ્યુ અને ના બંને વચ્ચે કંઈ અણબનાવ દેખાયો. એ જ્યારે પણ સામે આવ્યા એક પરફેક્ટ અને લવલી કપલ તરીકે જોવા મળ્યા. એવામાં બંનેનુ આ રીતે અલગ થવુ દરેક માટે એક મોટો ઝટકો જ છે.
આ પણ વાંચોઃ સુષ્મિતા સેનના લગ્ન વિશે આવ્યા સમાચાર, બૉયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં કરશે લગ્ન
5 વર્ષ પહેલા બંનેએ કર્યા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે તેમના લગ્ન 18 ઓક્ટોબર, 2014ના રોજ થયા હતા. લગ્ન પહેલા દીયા-સાહિલ એક સારા દોસ્ત તરીકે જાણીતા હતા. દીયા મિર્ઝા થોડા સમય પહેલા અભિનેતા ઝાયદ ખાન સાથે પ્રોડક્શન કંપની ચલાવી રહી હતી જેમાં સાહિલ સંઘા કો-પાર્ટનર હતા. દીયા-ઝાયદા નિર્દેશનમાં બનેલી ફિલ્મ લવ બ્રેકએપ્સ જિંદગીનું ડાયરેક્શન સાહિલે જ કર્યુ હતુ. આ દરમિયાન દીયા-સાહિલ નજીક આવ્યા અને બંને સારા દોસ્તમાંથી પ્રેમી-પ્રેમિકા બની ગયા અને લાંબા સમય બાદ આ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
દોસ્તી, પ્રેમ, લગ્ન અને હવે છૂટાછેડા
અનહદ સુંદર દીયા મિર્ઝાએ વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિકનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ તેણે ફિલ્મો તરફ ઝૂકાવ્યુ પરંતુ તેને ફિલ્મોમાં એટલી સફળતા મળી નહિ એટલા માટે તે ડાયરેક્શનમાં ઉતરી આવી અને તે ઘણી બધી ફેશન ઈવેન્ટ સાથે પણ જોડાયેલી છે. તે ઘણી વાર સોશિયલ ઈવેન્ટમાં પણ જોવા મળે છે.