Pics : ડર્ટી ગર્લ વિદ્યા બાલન હવે બનશે બૉબી જાસૂસ
મુંબઈ, 24 સપ્ટેમ્બર : બૉલીવુડના ચોથા ખાન એટલે કે વિદ્યા બાલન પુનઃ એક વાર સશક્ત તથા અનોખા પાત્રમાં આપ સૌની સામે રજૂ થનાર છે. જાણવા મળે છે કે ડર્ટી ગર્લ વિદ્યા બાલન હવે રૂપેરી પડદે જાસૂસનો રોલ ભજવવાનાં છે.
અભિનય ક્ષેત્રે નિષ્ફળ રહેલાં દીયા મિર્ઝા હવે નિર્માતા બનીને સામે આવી રહ્યાં છે અને દીયાના પ્રેમી સાહિલ સંઘા એક ફિલ્મ બનાવી રહ્યાં છે કે જેનું નામ બૉબી જાસૂસ છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે દીયાએ વિદ્યાને સાઇન કર્યાં છે. વિદ્યા દીયા તથા સાહિલે સાઇન કરતાં ખૂબ જ ખુશ છે. તેમણે દીયા મિર્ઝા તથા સાહિલ સંઘાના ખૂબ વખાણ પણ કર્યાં છે. બૉબી જાસૂસ ફિલ્મનું નિર્માણ બૉર્ન એંટરટેનમેંટ બૅનર હેઠળ થશે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે, જ્યારે મે-2014માં તેને રિલીઝ કરવાનો વિચાર છે.
બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાના અનેક એક્શન સીન્સ પણ હશે કે જેને લઈને વિદ્યા બાલન ખૂબ ઉત્સાહિત છે. હાલ પોતાના વૈવાવિહક જીવનનો આનંદ માણતાં વિદ્યા બાલન પહેલાની જેમ જ ફિલ્મોમાં પણ સક્રિય છે. જોકે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન બાદ તેમની એક જ ફિલ્મ ઘનચક્કર રિલીઝ થઈ હતી. ઇમરાન હાશમી સાથેની આ ફિલ્મ ફ્લૉપ નિવડી હતી, પરંતુ વિદ્યાને સાઇન કરનારાઓની લાઇન ઓછી નથી થઈ.

બૉબી જાસૂસ
ફિલ્મ બૉબી જાસૂસમાં વિદ્યા બાલન પહેલી વાર જાસૂસનો રોલ ભજવવા જઈ રહ્યાં છે અને તે અંગે ઉત્સાહિત પણ છે.

બીજાની જિંદગી જીવવાની તક
વિદ્યા બાલન કહે છે કે અભિનય આપને પોતાનાથી જુદા કોઈક બીજા માણસની જિંદગી જીવવાની તક આપે છે. કોઇક બીજાની દુનિયામાં જીવવાનો રોમાંચ જુદો જ હોય છે. વિદ્યાએ પડદા ઉપર અનેક જુદી-જુદી ભમિકાઓ ભજવી છે.

તો કદાચ કાયમ ખુશ ન રહી શકું
તો કદાચ કાયમ ખુશ ન રહી શકું
વિદ્યા કહે છે - હું કદાચ વિદ્યા રહી કાયમ ખુશ નહીં રહી શકું, પણ પોતાના પાત્રોમાં થોડોક સમય ખુશ રહી શકાય છે અને આ બાબતે હું પોતાની જાતને પોતાના પાત્રો સાથે જોડાયેલી અનુભવુ છું.

વખાણ બદલ કૃતજ્ઞ
કહાની તેમજ ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં કેન્દ્રીય ભૂમિકા ભજવનાર વિદ્યા કહે છે - જ્યારે લોકો મારા કામના વખાણ કરે છે, તો હું બહુ કૃતજ્ઞ અનુભવું છું. હું બસ પોતાનું કામ કરૂ છું.

નિર્માણ ક્ષેત્રે નહીં
વિદ્યા કહે છે કે તેઓ પતિની જેમ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવાનો ઇરાદો નથી ધરાવતાં.

બૉલીવુડના ચોથા ખાન
બૉલીવુડમાં ચોથા ખાનની ઉપાધિ જો વિદ્યા બાલનને અપાતી હોય, તો તેમાં ખોટું નથી. વગર ઝીરો સાઇઝે અને કાતિલ અદાઓએ થિયેટરોમાં લોકોને પોતાની ફિલ્મ તરફ ખેંચનાર અભિનેત્રી વિદ્યા બાલન જ છે. વિદ્યાના બળે ફિલ્મો ચાલે છે. આ વાત માત્ર લોકો જ નહિં, પણ નિર્માતા-દિગ્દર્શકો પણ માને છે. એટલે જ તો તેમને કેન્દ્રમાં રાખી સ્ક્રિપ્ટ લખાય છે.