For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ અંગે પીએમ નરેન્દ્ર મોદી અને અક્ષય કુમાર પર ભડકી દીયા મિર્ઝા

ગયા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈની રાજભવનમાં બોલિવુડના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગનો ફોટો જોતા જ અભિનેત્રી દીયા મિર્ઝાને ગુસ્સો આવી ગયો.

|
Google Oneindia Gujarati News

ગયા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈની રાજભવનમાં બોલિવુડના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં મનોરંજન જગતના ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ પરંતુ સિનેમાના ક્ષેત્રમાં ઉત્તમ કરવા માટે થયેલી આ મીટિંગ ટીકાઓમાં ઘેરાઈ ગઈ છે. વાસ્તવમાં આ મીટિંગનો ફોટો બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે ટ્વિટ કર્યો હતો જેને જોતા જ અભિનેત્રી દીયા મિર્ઝાને ગુસ્સો આવી ગયો કારણકે આ મીટિંગમાં એક પણ મહિલા નહોતી.

દીયાએ પૂછ્યા પીએમ મોદી અને અક્ષય કુમારને સવાલ

દીયાએ ટ્વિટર પર અક્ષય કુમારના ટ્વિટને રીટ્વિટ કરીને સવાલ કર્યો કે ‘અક્ષય કુમાર શું કોઈ કારણસર આ મીટિંગમાં એક પણ મહિલા નથી.' દીયાના સવાલ ઉઠાવવા પર લોકો પણ સવાલ ઉઠાવવા લાગ્યા ત્યારબાદ આ મીટિંગ સવાલોમાં ઘેરાઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર મચી ઘમાસાણ

અમુક લોકોએ દીયાની હિંમતની પ્રશંસા કરી... તો અમુકે શીખ આપી કે દરેક જગ્યાએ સમાનતાની વાત લાવવી યોગ્ય નથી અને અમુકે પીએમ મોદીને પણ આ વિશે સવાલ કર્યા છે. તો અમુક લોકોએ આ મુદ્દે ભાજપની પણ ટીકા કરી છે.

મીટિંગમાં બોલિવુડના ઘણા દિગ્ગજ

મીટિંગમાં બોલિવુડના ઘણા દિગ્ગજ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સાથે મુલાકાત દરમિયાન ફિલ્મ નિર્માતા રિતેશ સિધવાની, કરણ જોહર, ફિલ્મ નિર્માતા ગિલ્ડના અધ્યક્ષ સિદ્ધાર્થ રૉય કપૂર, રાકેશ રોશન, રોની સ્ક્રૂવાલા અને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી પ્રતિનિધિ મંડળનો હિસ્સો હતા.

પીઆઈબીએ નિવેદન જારી કર્યુ

પીઆઈબીએ નિવેદન જારી કર્યુ

આ વિશે પીઆઈબીએ નિવેદન જારી કર્યુ કે ફિલ્મ ઉદ્યોગની આ ટીમે મીડિયા અને મનોરંજન ઉદ્યોગની ઝડપથી આગળ વધવાની ક્ષમતાઓને રેખાંકિત કરી છે. આ ઉપરાંત તેમણે ભારતમાં ફિલ્મ ઉદ્યોગ માટે ઓછો અને એકસમાન જીએસટી દર કરવાની માંગ કરી.

આ પણ વાંચોઃ સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટરઃ સીબીઆઈની વિશેષ કોર્ટ કાલે આપી શકે છે ચુકાદોઆ પણ વાંચોઃ સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટરઃ સીબીઆઈની વિશેષ કોર્ટ કાલે આપી શકે છે ચુકાદો

English summary
Dia Mirza slams Akshay Kumar and PM Narendra Modi for no women in Bollywood meet, On December 18
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X