For Daily Alerts
બૉબી જાસૂસની ટીમ શૂટિંગ ફરી શરૂ કરવા તૈયાર!
મુંબઈ, 3 જાન્યુઆરી : અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા દીયા મિર્ઝા પોતાની આવનાર ફિલ્મ બૉબી જાસૂસનું થોભાયેલું શૂટિંગ ફરી શરૂ થવાના પગલે ઉત્સાહિત છે.
32 વર્ષીય દીયા મિર્ઝાના માતાની અચાનક તબીયત ખરબા થતા બૉબી જાસૂસ ફિલ્મનું શૂટિંગ રોકી દેવાયુ હતું. દીયાના માતાના હૃદયનું ઑપરેશન કરાવવામાં આવ્યું છે. દીયાએગુરુવારે ટ્વીટ કર્યું - બૉબી જાસૂસનું શૂટિંગ ફરી શરૂ કરવા માટે અમારા તમામ બૅગ પૅક છે. વિશ્વાસ નથી કરી શકતી કે માસાંત સુધી મુખ્ય ફોટોગ્રાફી પૂર્ણ કરી લઇશું.
નોંધનીય છે કે બૉબી જાસૂસ બોર્ન ફ્રી એંટરટેનમેંટના બૅનર હેઠળ બનનાર બીજી ફિલ્મ છે. દીયા મિર્ઝા સાહિલ સંઘા સાથે આ ફિલ્મના સહ-નિર્માતા છે. બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકા કરી રહ્યાં છે. આ બૅનરની પ્રથમ ફિલ્મ લવ બ્રેકઅપ્સ ઝિંદગી હતી કે જે વર્ષ 2011માં આવી હતી.