• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અર્જૂન અને પોતાના નામના પેંડન્ટ સાથે મલાઈકા, બોલિવુડ અફેરના Viral Pics

|
Google Oneindia Gujarati News

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના લગ્નની અટકળો વચ્ચે મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂક્યો છે જેમાં તે AM શબ્દોથી બનેલુ એક પેંડન્ટ પહેરેલી જોવા મળી રહી છે. હવે A નો અર્થ તેમનો દીકરો અરહાન પણ હોઈ શકે છે પરંતુ બધાનું માનવુ છે કે આ Aનો અર્થ છે અર્જૂન કપૂર! જો કે બાદમાં મલાઈકાએ પોતાની દોસ્ત વાહબિજને MA પેંડન્ટ માટે આભાર પણ માન્યો જેનો અર્થ છે મલાઈકા અરોરા. બંને આજકાલ દરેક જગ્યાએ સાથે જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા બંને મલાઈકાના દોસ્તોએ આપેલી એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. વળી, કાલે અમૃતા અરોરાના ખાસ ડિનર પર પણ અર્જૂન અને મલાઈકા સાથે જોવા મળ્યા. સમાચાર છે કે આવતા વર્ષના અંત સુધીમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

આ પણ વાંચોઃ Pics & Video: દીપવીરના મુંબઈ રિસેપ્શનમાં રણવીરની કિસ, દીપિકાનું સ્મિત...આ પણ વાંચોઃ Pics & Video: દીપવીરના મુંબઈ રિસેપ્શનમાં રણવીરની કિસ, દીપિકાનું સ્મિત...

મલાઈકા અરોરા-અર્જૂન કપૂર પોતાના સંબંધને સાર્વજનિક કરવા તરફ

મલાઈકા અરોરા-અર્જૂન કપૂર પોતાના સંબંધને સાર્વજનિક કરવા તરફ

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના અફેરના સમાચારો ત્યારથી ચર્ચામાં છે જ્યારથી મલાઈકા અરોરા ખાનના અરબાઝ ખાનથી અલગ થઈ. તેમના લગ્ન તૂટ્યા બાદમાં છૂટાછેડા થયા. આ દરમિયાન તેમના આખા પરિવારે આ સંબંધને બચાવવા માટે મહેનત કરી. સલમાન ખાન અર્જૂન કપૂરથી નારાજ થયા, મીડિયા સામે તેમને ઈગ્નોર કરીને નીકળી ગયા. વળી, અર્જૂન કપૂર દરેક જગ્યાએ સલમાન ખાનથી બચતા જોવા મળ્યા. સલમાન ખાને પણ ગુસ્સામાં બોની કપૂરને નો એન્ટ્રીની સિક્વલની ડેટ્સ ના આપી. પરંતુ હવે આ ઉંદર બિલાડીના ખેલને ખતમ કરીને મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર પોતાના સંબંધને સાર્વજનિક કરવા તરફ પગલા માંડી ચૂક્યા છે.

હવે આ કપલ ખુલીને સામે આવી ચૂક્યુ છે

હવે આ કપલ ખુલીને સામે આવી ચૂક્યુ છે

પહેલા બંને એક ફેશન શોમાં સાથે જોવા મળ્યા હતા અને ત્યારબાદ ઈંડિયાઝ ગોટ ટેલેન્ટમાં અર્જૂન મલાઈકાનો હાથ પકડીને તેને સ્ટેજ પર સાથે લઈ જતા દેખાયા હતા. ત્યારબાદ અર્જૂન મલાઈકા સાથે તેનો જન્મદિવસ મનાવવા વિદેશ ગયા અને બાદમાં કૉફી વિથ કરણમાં જ્યારે અર્જૂને કોઈનું નામ લીધા વિના પોતાના રિલેશનશીપ પર વાત કરી તો મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તેનુ સમર્થન કર્યુ. હવે આ કપલ ખુલીને સામે આવી ચૂક્યુ છે એ સારુ છે નહિતર જ્યાં સુધી વાત પર ઢાંકપિછોડો થયા કરે ત્યાં સુધી દરેક કપલના પ્રાઈવેટ ફોટા બહાર આવી જાય છે. બોલિવુડમાં ઘણા એવા અફેર હતા જેમના વાયરલ ફોટાએ સૌને ચોંકાવી દીધા હતા -

મોઢુ છૂપાવતા અર્જૂન

મોઢુ છૂપાવતા અર્જૂન

અર્જૂન કપૂરનો આ ફોટો ત્યારનો છે જ્યારે મલાઈકા અરબાઝથી અલગ થઈ હતી. કેમેરેએ તેમને મોડી રાતે મલાઈકાની ઘરેથઈ નીકળતા ક્લિક કર્યા હતા અને કેમેરો જોતા જ અર્જૂન કપૂરે પોતાનુ મોઢુ છૂપાવી લીધુ હતુ.

ફરહાન અખ્તર-શિબાની ડાંડેકર

ફરહાન અખ્તર-શિબાની ડાંડેકર

શિબાની ડાંડેકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂક્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ ફોટોમાં તેમની સાથે હાથોમાં હાથ નાખીને જે વ્યક્તિ ફરી રહ્યો છે તે છે ફરહાન અખ્તર. બાદમાં ફરહાને પોતે માન્યુ કે તે બંને ડેટ કરી રહ્યા છે.

રણબીર-આલિયા

રણબીર-આલિયા

થોડા દિવસો પહેલા રણબીર કપૂર મોડી રાતે આલિયા ભટ્ટને મળવા તેના ઘરે પહોંચ્યા હતા અને કોઈએ દૂરથી છૂપાઈને તેમનો ફોટો લઈ લીધો હતો અને બાદમાં આ ફોટો પણ વાયરલ થઈ ગયો હતો.

યૂલિયા-સલમાન

યૂલિયા-સલમાન

યૂલિયા વંતૂર અને સલમાન ખાનનો આ ફોટો માલદીવ હોલીડે વખતનો છે અને તે ઘણો વાયરલ થયો હતો.

દીપિકા -રણવીર

દીપિકા -રણવીર

દીપિકા અને રણવીર જ્યારે પોતાના સંબંધ વિશે વાત નહોતા કરતા ત્યારે દીપિકા પાદુકોણ અને રણનીર સિંહના કિસિંગ સીનવાળો આ ફોટો જ્યારે વાયરલ થયો ત્યારે ખૂબ છવાઈ ગયો હતો.

રણબીર કપૂર અને કેટરીના કૈફ

રણબીર કપૂર અને કેટરીના કૈફ

રણબીર કપૂર અને કેટરીના કૈફએ એ વખતે પોતાના અફેરને પબ્લિકલી નહોતુ સ્વીકાર્યુ. એ વખતે સ્પેનમાં આ બંનેનો રજાઓ માણતો આ ફોટો લીક થઈ ગયો હતો.

ઉદય ચોપડા-નરગિસ ફખરી

ઉદય ચોપડા-નરગિસ ફખરી

ઉદય ચોપડા અને નરગિસના અફેરે પણ સમાચારોમાં ખૂબ છવાયેલુ રહ્યુ. આ ફોટો ત્યારે લીક થયો જ્યારે બંને માલદીવમાં રજાઓ માણી રહ્યા હતા. બાદમાં સમાચાર આવ્યા હતા કે બ્રેકઅપ બાદ નરગિસ ડિપ્રેશનમાં જતી રહી હતી.

કંગના-ઋતિક લીક ફોટો

કંગના-ઋતિક લીક ફોટો

કંગનાના દોસ્તોએ એક ફોટો લીક કર્યો છે. જે ક્રિશ 3 પછીની છે. આ ફોટોમાં બંને ખૂબ નજીક જોવા મળી રહ્યા છે.

માહિરા ખાન-રણબીર કપૂર

માહિરા ખાન-રણબીર કપૂર

માહિરા અને રણબીર વચ્ચે ક્યારે અને શું થયુ તે ખબર નહિ. પરંતુ માહિરા ખાન-રણબીર કપૂરના ન્યૂયોર્કવાળા ફોટાએ બધાનું ધ્યાન ખેચ્યુ હતુ. જો કે બાદમાં બધાએ માન્યુ કે રણબીર માત્ર બધાને ઉલ્લુ બનાવી રહ્યા હતા જેથી આલિયા લાઈમલાઈટમાં ન આવે.

સની દેઓલ-ડિમ્પલ કાપડિયા

સની દેઓલ-ડિમ્પલ કાપડિયા

હાલમાં જ સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાનો વિદેશમાં ફરવા જતો આ ફોટો વાયરલ થયો હતો.

સારા અલી ખાન-હર્ષવર્ધન કપૂર

સારા અલી ખાન-હર્ષવર્ધન કપૂર

સારા અને હર્ષના ડેટનો આ ફોટો જોઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ હતા પરંતુ અફેર વધુ સમય ચાલ્યુ નહિ.

આ પણ વાંચોઃ Video: મા ઉજ્જલા સાથે દીપિકા પાદુકોણની આ એડ થઈ રહી છે હિટઆ પણ વાંચોઃ Video: મા ઉજ્જલા સાથે દીપિકા પાદુકોણની આ એડ થઈ રહી છે હિટ

English summary
did malaika arora made her relationshil status with arjun kapoor public on instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X