For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

મારો ગૂનો માત્ર એટલો જ છે કે હું મહિલા છું: પ્રીતિ

Google Oneindia Gujarati News

મુંબઇ, 2 જુલાઇ: અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ બુધવારે જણાવ્યું કે નેસ વાડિયાની વિરુધ્ધ તેમની પોલીસ ફરિયાદ કોઇ હલકૂ કૃત્ય કે ઉતાવળીઓ નિર્ણય નથી. પ્રીતિએ નેસ વાડિયા દ્વારા કરવામાં આવેલી તેની સાથેની ગેરવર્તણૂંકની હૈયાવરાણ ફેસબુક પર ઠાલવી છે.

પ્રીએ જણાવ્યું છે કે ગુનો માત્ર એટલો જ છે કે તે એક મહિલા છે, અને તેમણે વારંવાર, ઉત્પીડન, ધમકી અને અપમાનથી કંટાળીને આખરે આ ફરિયાદ કરવાનું પગલું ભર્યું છે.

પ્રીતિએ હાલમાં જ પોતાના પૂર્વ પ્રેમી નેસ વાડિયા વિરુધ્ધ છેડછાડનો આરોપ લગાવ્યો છે અને પ્રીતિ ઇચ્છે છે કે લોકો થોડું ધેર્ય રાખે અને સત્ય સામે આવવાની રાહ જુએ.

preity zinta
પ્રીતિએ ફેસબુક પર લખ્યું છે કે 'આ કોઇ હલકુ કૃત્ય નથી, હું ક્યારેય જુંઠું નથી બોલી, અને નથી અત્યારે બોલી રહી. હું દેશની જવાબદાર નાગરિક છું, પરંતુ મારો ગુનો એટલો જ છે કે હું એક મહિલા છું અને મેં એક એવા વ્યક્તિ સામે આંગળી ચીંધી છે જે ક્યારેક મારો પ્રિય હતો.'

મહિલા સશક્તિકરણ માટે અવાજ બુલંદ કરતા પ્રીતિએ જણાવ્યું કે 'મહિલાઓ પ્રત્યે હિંસા અને આક્રોશ ખોટા છે. લોકો તો પણ એ મહિલા પર આંગળી ઉઠાવે છે, જે આ બધાની વિરુધ્ધ અવાજ ઊઠાવે છે. લોકો તેને ખરાબ અને મતલબી સાબિત કરવાની કોશીશ કરે છે.'

પ્રીતિએ જણાવ્યું કે મારો ઉદ્દેશ્ય કોઇને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ સ્વની રક્ષા કરવાનો છે. પ્રીતિએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં શું લખ્યું છે આવો જોઇએ...

Post by Real Preity Zinta.

English summary
Early Wednesday morning, Preity Zinta left an emotional message on Facebook clarifying her stand on the Ness Wadia molestation case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X