પ્રિયંકા ચોપરાને કંગના રાણાવત જેવા બનવાનો કોઇ શોખ નથી

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં હાલ કંગના રાણાવત સૌથી વધારે ચર્ચામાં છે. 'આપ કી અદાલત'માં તેણે આપેલ ઇન્ટરવ્યુને કારણે અને 'સિમરન' ફિલ્મ માટે તેણે માંગેલ રાઇટિંગ ક્રેડિટ માટે તે સતત ચર્ચામાં છે. ઇન્ટરવ્યુ બાદ પણ તેણે આપેલા બોલ્ડ સ્ટેટમેન્ટ્સને કારણે તે ચર્ચામાં રહી હતી. એવામાં હવે, પોતાના રિસન્ટ ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ આપેલ સ્ટેટમેન્ટ બાદ ફરી એકવાર કંગનાના બોલ્ડ નિવેદનો સાંભળવા મળી શકે છે.

મલ્ટિટાસ્કર કંગના રાણાવત

મલ્ટિટાસ્કર કંગના રાણાવત

પોતાના એક રિસન્ટ ઇન્ટરવ્યુમાં કંગના રાણાવતે કહ્યું હતું કે, ફિલ્મોમાં તેને માત્ર એક્ટિંગ નહીં, પરંતુ ફિલ્મ મેકિંગના દરેક પાસામાં ભાગ લેવો પસંદ છે. તેણે કહ્યું હતું કે, એક ક્રિએટિવ પર્સન તરીકે હું ઘણું કરી શકું છું. મને ફિલ્મ માટે લખવું, ડાયરેક્ટ કરવું પસંદ છે.

કોફી વિથ કરણ

કોફી વિથ કરણ

તેણે 'કોફી વિથ કરણ'માં પણ 'રંગૂન'ના ડાયરેક્ટર સાથે થયેલ વિવાદ અંગે કહ્યું હતું કે, એ કોઇ ઝગડો નહોતો, માત્ર બે ક્રિએટિવ પર્સન વચ્ચે થયેલ ચર્ચા હતી. મારું માનવું છે કે, ક્રિએટિવ પર્સન તરીકે તમે જ્યાં સુધી પોતાનો મત સ્ટ્રોંગલી ન મુકો અને બે ટેલેન્ટેડ ક્રિએટિવ પર્સન વચ્ચે સંઘર્ષ ઊભો ન થાય, ત્યાં સુધી બેસ્ટ પ્રોડક્ટ બહાર નથી આવતી

પ્રિયંકા એવી નથી

પ્રિયંકા એવી નથી

જ્યારે પ્રિયંકાને કંગનાની આ ટિપ્પણીઓ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, 'તેને ફિલ્મ મેકિંગના દરેક પાસામાં પડવાની કોઇ ઇચ્છા નથી. હું એવી વ્યક્તિ નથી, જે એવું માનતી હોય કે, મને બધું જ કરવું છે અને મારું નામ બધી જગ્યાએ હોવું જોઇએ. હું એક એક્ટર છું અને પ્રોડ્યૂસર છું. મને જ્યારે કોઇ આઇડિયા આવે ત્યારે હું તે ડાયરેક્ટર સાથે શેર કરું છું, પરંતુ કોઇને મારી સલાહ માનવા દબાણ નથી કરતી.'

ફિલ્મ-મેકિંગ કોઇ રોકેટ સાયન્સ નથી

ફિલ્મ-મેકિંગ કોઇ રોકેટ સાયન્સ નથી

ફિલ્મ મેકિંગ કોઇ રોકેટ સાયન્સ નથી, ફિલ્મ મેકિંગમાં એક વાર્તા કહેવા માંગતા ક્રિએટિવ લોકો ભેગા થાય છે, એક ટીમ તરીકે કામ કરે છે અને ફિલ્મ મેકિંગ પ્રોસેસની મજા માણે છે. મેં પર્પલ પેબલ પિક્ચર્સ(પ્રિયંકાનું પ્રોડક્શન હાઉસ) માં એ જ રીતનું વાતાવરણ ઊભું કર્યું છે અને એક્ટર તરીકે પણ મેં હંમેશા એ જ રીતે કામ કર્યું છે.'

કંગનાના સાથે આ વાતે એકમત છે પ્રિયંકા

કંગનાના સાથે આ વાતે એકમત છે પ્રિયંકા

કંગનાએ એમ પણ કહ્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટરના ઇગો ઘણા મોટા હોય છે. આ વાત સાથે પ્રિયંકા પણ સંમત છે. તેણે કહ્યું હતું કે, માત્ર ડાયરેક્ટર્સ જ નહીં, ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોના ઇગો ખૂબ મોટા હોય છે. પરંતુ થેન્ક ફુલી મેં જેટલા પણ ડાયરેક્ટર સાથે કામ કર્યું છે, એમાં મને આ સમસ્યા નથી નડી. તેમણે એક્ટર તરીકે મને હંમેશા રિસ્પેક્ટ આપી છે.

દલીલ કરી વાત સમજાવવી પસંદ નથી

દલીલ કરી વાત સમજાવવી પસંદ નથી

'હું ફાઇટર નથી. મારી વાત મનાવવા લોકો સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરવું મને પસંદ નથી અને ફિલ્મ મેકિંગમાં એવું હોવું પણ ન જોઇએ. હું તંગ વાતાવરણમાં કોઇ દિવસ સરખું કામ નથી કરી શકતી. હું હંમેશા મારો પ્રમાણિક મત મુકું છું, પરંતુ આક્રમક રીતે નહીં.' કહી પ્રિયંકાએ પોતાની વાત પૂર્ણ કરી હતી. તેનું આ છેલ્લું વાક્ય ઘણું કહી જાય છે.

કંગનાએ પણ લીધી હતી પ્રિયંકાની મજા

કંગનાએ પણ લીધી હતી પ્રિયંકાની મજા

કંગના રાણાવત પણ પ્રિયંકા પર ટિપ્પણી કરવામાં પાછળ નથી. થોડા સમય પહેલાં જ નેહા ધૂપિયાના શોમાં પ્રિયંકા અંગે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે, 'ક્વોન્ટિકો' એક્ટ્રેસને ફેક સ્માઇલનો એવોર્ડ મળવો જોઇએ.

English summary
did priyanka chopra just say that she does not want to be like kangana ranaut.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.