For Quick Alerts
For Daily Alerts
VIDEO: અક્ષય કુમાર અને એમી જેક્સનની મસ્તી, DON'T MISS
અક્ષય કુમાર, એમી જેક્સન અને લારા દત્તાની ફિલ્મ "Singh is bliing"નું નવુ ગીત દિલ કરે....રિલીઝ થઇ ગયુ છે. જો અમારૂ માનો તો અક્ષય કુમારનું આ સોન્ગ જોઇને તમે માત્ર હસી જ શકો છો. આ ગીત પાગલપનથી ભરપૂર છે. જેમાં અક્ષય કુમાર, લારા દત્તા અને એમી જેક્સન નજરે પડી રહ્યાં છે.
ગીતમાં અક્ષય કુમાર અને એમી જેક્સનનો રોમાન્સ ચાલી રહ્યો છે. પરંતુ એમીને હિંદીમાં સમજણ નથી પડી રહી એટલે લારા દત્તા આ બંનેની વચ્ચે ટ્રાન્સલેટરનું કામ કરી રહી છે. પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી "Singh is bliing" 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય અને એમી સિવાય લારા દત્તા અને કે.કે.મેનન પણ મહત્વની ભૂમિકામાં છે.
તો આવો જોઇએ આ વિડીયોમાં અક્ષય કુમાર અને એમીની પાગલપંતી.....