For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિમોનિયા થતાં દિલીપ કુમારને લીલાવતી હોસ્પિટલે દાખલ કરાયા

નિમોનિયા થતાં દિલીપ કુમારને હોસ્પિટલે દાખલ કરાયા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલીવુડના પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી એકવાર લથડી છે. રવિવારે સાંજે એમને હોસ્પિટલે દાખલ કરાવવામાં આવ્યા છે. દિલીપ કુમારને નિમોનિયા થયો હતો. કુમારના ફેમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ સોમવારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એમણે ટ્વિટ કર્યું કે 'તમને માહિતી આપવા માગું છું કે દિલીપ કુમાર કાલે રાતથી હોસ્પિટલમાં દાખલ છે. એમને નિમોનિયા થયો છે, જેનો ઈલાજ કરાવી રહ્યા છે. તમારી દુવાઓની જરૂર છે.'

દિલીપ કુમારની તબિયત લથડી

દિલીપ કુમારની તબિયત લથડી

કેટલાક દિવસો પહેલા છાતીમાં ઈન્ફેક્શન થતાં તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઈલાજ બાદ એમને રજા આપી દેવામાં આવી હતી. 95 વર્ષના દિલીપ કુમાર પાછલા કેટલાય દિવસોથી બીમાર છે. હરવા-ફરવાની સાથે તેમની સાંભળવા-સમજવાની તાકાત પણ ઘટી ગઈ છે, એવામાં તેઓ પોતાના ઘરમાં જ રહે છે. એમના પત્ની શાયરા બાનો એમની સાથે રહે છે અને એમની સારસંભાળ રાખે છે.

સૌથી સફળ અભિનેતા છે

સૌથી સફળ અભિનેતા છે

દિલીપ કુમારની હિન્દી સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. એમણે કેટલાય દશકા સુધી ફિલ્મોમાં કામ કર્યું છે. 50 અને 60ના દશકામાં બૉલીવુડના સુપરસ્ટાર તરીકે તેઓ પ્રખ્યાત હતા. કેટલાય ગંભીર પ્રકારના રોલ નિભાવ્યા હોય તેમને ટ્રેજડી કિંગનું નામ મળ્યું હતું. દિલીપ કુમારના નામ પર અંદાજ, દેવદાસ, ગોપી, રામ ઔર શ્યામ, યહૂદી, આદમી, મુગલ-એ-આઝમ, મધુમતિ, ગંગા યમુના, નયા દૌર, સૌદાગર જેવી કેટલીય યાદગાર ફિલ્મો છે.

કેટલાય અવોર્ડ મળ્યા

કેટલાય અવોર્ડ મળ્યા

દિલીપ કુમારને ફિલ્મી દુનિયાના કેટલાય મોટા સન્માન મળ્યા છે. 1995માં એમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1998માં પાકિસ્તાન સરકારે તેમનું સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી સન્માનિત કર્યા હતા.

રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તારો અવાજ S...* એટલી તુ પણ?'રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તારો અવાજ S...* એટલી તુ પણ?'

English summary
dilip kumar admit mumbai hospital due to pneumonia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X