For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુલશે રહસ્ય.... મધુબાલા સાથે યુસુફે કેમ ન કર્યા લગ્ન?

|
Google Oneindia Gujarati News

dilip-kumar-madhubala
મુંબઈ, 9 ઑક્ટોબર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર તાજેતરમાં જ બીમાર થતા હૉસ્પિટલમાં દાખલ થયા હતાં. હવે તેઓ સાજા થઈ ગયાં છે. નેવુ વર્ષના દિલીપ કુમાર હાલ પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યાં છે, પરંતુ તેમના અંગે એક સમાચાર આવી રહ્યાં છે કે તેમના જીવન પર લખાયેલુ પુસ્તક આ જ મહીને બજારમાં આવશે. આ પુસ્તકના લેખિકા ઉદય તારા નાયર છે કે જેઓ દિલીપના કૌટુમ્બિક તથા નજીકના મિત્ર પણ છે. તેમણે મીડિયાને જણાવ્યું - પુસ્તક લગભગ પૂરૂ થઈ ગયું છે અને અમે તેને ઑક્ટોબરમાં જ લૉન્ચ કરવાનું વિચારી રહ્યાં છે, પણ હજી તારીખ નક્કી નથી થઈ.

બે ભાગોમાં લખેયાલ આ પુસ્તક દિલીપ કુમારના નવ દાયકાના લાંબા ફિલ્મી કૅરિયર, સાયરાબાનો સાથે તેમના પ્રણય સંબંધો, જીવનના કેટલાક વણસ્પર્શેલા પાસાઓ પર આધારિત છે. પુસ્તકમાં દિલીપ કુમાર તથા તેમના પરિવારની કેટલીક દુર્લભ તસવીરો પણ છે. આ પુસ્તક પ્રત્યે લોકોનો રસ એટલા માટે પણ છે, કારણ કે લોકો જાણે છે કે આ જ એ પુસ્તક છે કે જેમાં લોકોને તે સવાલનો જવાબ મળશે કે જેને તેઓ ઘણા વખતથી શોધી રહ્યાં છે. તે સવાલ છે કે બૉલીવુડના અખૂટ સૌંદર્યના રાણી મધુબાલા સાથે લાંબા સમય સુધી ઇશ્ક કરરનાર યુસુફ સાહેબે તેમની સાથે લગ્ન કેમ નહીં કર્યાં અને અચાનક પોતાના કરતાં બહુ નાના વયના સાયરાબાનોને કેમ પોતાના બેગમ બનાવ્યાં?

ઉદય તારા નાયરે જણાવ્યું કે દિલીપ સાહેબ જેવા જ સ્વસ્થ થઈ લૉન્ચિંગ કાર્યક્રમમાં શામેલ થવા યોગ્ય બની જશે કે અમે કાર્યક્રમ રાખીશું. તેમના આરોગ્યમાં ઝડપથી સુધારો થાય છે. અમે ટુંકમાં જ પુસ્તક લૉન્ચ કરી શકીશું. નોંધનીય છે કે દિલીપ કુમારના જીવન પર આ લગભગ ચોથુ પુસ્તક હશે. અગાઉ વિનીતા લાંબા, સંજીત નાવરેકર તથા લૉર્ડ મેઘનાદ દેસાઈના પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુક્યાં છે.

English summary
Bollywood veteran Dilip Kumar's biography, which is almost ready, is likely to be launched this month, said the author of the book Uday Tara Nayar, also a close family friend of the legend.So his Fans Excited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X