
'ડિનર પર આવી જજે કોમ્પ્રોમાઈઝ કરવાનો કોડવર્ડ છે'- કાસ્ટિંગ કાઉચ પર શર્લિનનો ખુલાસો
હિન્દી ફિલ્મ સિનેમા એકતરફ જ્યાં મુસબતના સમયે દેશના અન્ય લોકોને મદદ કરતા નથી થાકતું તો બીજી તરફ તેનો કંઈક અલગ જ ચહેરો બનેલો છે જે કોઈને કોઈ રીતે સામે આવી જ જાય છે. જો કે આ લિસ્ટમાં બધા લોકો નથી આવતા. જી હાં... અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મો અને કાસ્ટિંગ કાઉચની... જે નવા સ્ટાર્સને ઘણા પરેશાન કરે છે. આ વિશે હાલમાં જ મૉડેલ અને એક્ટ્રેસ શર્લિન ચોપરાએ ખુલાસો કર્યો છે.
કોઈમોઈને આપેલ ઈન્ટર્વ્યૂ દરમિયાન પોતાની સાથે થયેલ ઘટના શેર કરી અને કહ્યું કે તેને કેટલીયવાર આવી ઑફર મળી છે. તેમણે ફિલ્મમેકર્સના કેટલાક કોડવર્ડ વિશે પણ ખુલાસો કર્યો. તેમનું આ નિવેદન તેજીથી વાયરલ થઈ રહ્યું છે.

ઑફર મળતી હતી
શર્લિન ચોપરાએ પોતાના કરિયરની શરૂઆતના સમય વિશે કેટલીય વાતોને ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે તેમને કેટલીય ઑફર મળતી હતી પરંતુ બધા બાદમાં બોલતા હતા કે ડિનર પર આવી જજે.

હું ગઈતી પણ ખરી
શર્લિન ચોપરાએ કહ્યુંકે હું જ્યારે ડિનર પર પહોંચી તો તેના અસલી ઈરાદાનો પતો લાગ્યો પરંતુ મેં તેને લઈ સ્પષ્ટ ના પાડી દીધી. આવું મારી સાથે કેટલીયવાર થઈ ચૂક્યું છે.

11 કે 12 વાગ્યે ડિનર
શર્લિન ચોપરાએ કહ્યું કે, જ્યારે મને કહેવામાં આવતું હતું કે ડિનર પર આવી જજે તો હું પૂછતી હતી કે કયા ટાઈમે આવવાનું છે... તો ત્યાંથી જવાબ આવતો હતો 11 કે 12 વાગ્યે.

હું સમજી ગઈ
3 કે 4 વાર મારી પાસે આવી ઑફર આવી તો હું સમજી ગઈ કે ડિનર પર આવવાનો મતલબ કોમ્પ્રોમાઈઝ થાય ચે. શર્લિન ચોપરાએ આ ચોંકાવનારી વાત જણાવી છે.

જવાબ આપવો શરૂ કર્યું
અભિનેત્રી જણાવે છે કે જ્યારે આ બધું મારી સમજમાં આવી ગયું તો હું એમ જ જવાબ આપતી કે હું ડિનર પર ના આવી શકું કેમ કે મારી ડાઈટિંગ ચાલી રહી છે. તમે ઈચ્છો તો બ્રેકફાસ્ટ કે લંચ પર મળી શકો છો.

બોલ્ડ છે શર્લિન
હાલ શર્લિન ચોપરા પોતાની હૉટ અને બોલ્ડ વીડિયોજને લઈ ઘણી ચર્ચામાં રહે છે. તેણે પોતાનું ખુદનું એક ચેનલ પણ બનાવ્યું છે.
હાઈ હીલ્સ પહેરી સની લિયોનીએ પોતું લગાવ્યું, ગ્લેમરસ લુક પર ફેન્સ બોલ્યા- સેલેબ્સના નખરા પણ ગજબ