દીનો મોરિયાએ તાંડવ માટે તૈયારી કરવા ફિલ્મો અને શોમાં પ્રોફેસરોનું અધ્યયન કર્યું
ઉત્કૃષ્ટ ભૂમિકા માટે ઓળખાતો અને લગભગ વાસ્તવિક અભિનય કુશળતા માટે જ્ઞાત દિનો મોરિયા એમેઝોન પ્રાઈમ વિડિયો પર આગામી એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવરની રિલીઝની આતુરતાથી વાટ જોઈ રહ્યો છે. દીનો રાજકીય સાયન્સ પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળવાનો છે અને હાલમાં તેણે પાત્ર માટે તૈયારી અને શો શા માટે પસંદ કર્યો તે વિશે વાત કરી હતી.
તે કહે છે, મને કેમેરા સામે આવવા પૂર્વે મારી ભૂમિકા વિશે સારું સંશોધન કરવાનું ગમે છે, જેથી હું ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપી શકું. તાંડવમાં હું રાજકીય પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળીશ અને તેથી મેં પ્રોફેસરો હોય તેવી ઘણી બધી ફિલ્મો અને શો જોયા છે અને તેમની બોડી લેન્ગ્વેજનો અભ્યાસ કર્યો.
તાંડવ પસંદ કરવા વિશે દિનો કહે છે, હું લાંબા સમયથી સારી ઓફરો મળતી નહીં હોવાથી સ્ક્રીનથી દૂર રહેતો હતો. અભિનય મારો પ્રથમ શોખ છે અને જો સારી ભૂમિકા મળે તો હું તે તક જતી નહીં જ કરું. આથી મને તાંડવ માટે ઓફર આવી ત્યારે મને સૌપ્રથમ સ્ક્રિપ્ટ વાંચીને ગમી અને અલી અબ્બાસ જફર સાથે કામ કરવાની તક છોડવા માગતો નહોતો. કલાકારો અદભુત અને વિવિધતાસભર છે. હું માનું છું કે તાંડવ મને જીવન તક મળી છે અને તેથી જ બે હાથે તે મેં સ્વીકારી લીધી છે.
ભારતમાં આ પ્રથમ રાજકીય થ્રિલર શો છે અને તાંડવ નામ બહુ જ ઉચિત છે, કારણ કે આ રસપ્રદ વાર્તામાં બધા જ પોતાના લાભ ખાતર એકબીજાને ટાંટિયા ખેંચે છે. અનેક વળાંકો તેમાં છે. રાજકારણની પાર્શ્વભૂ પર આધારિત હોવા છતાં તાંડવમાં સંબંધોની ગૂંચ પણ બતાવવામાં આવી છે, જેથી લોકોને રાજકારણના વિષય પર ઉત્સુકતા નહીં હોય તો પણ શો જોવાનું ગમશે.
બહુપ્રતિક્ષિત રાજકીય ડ્રામા એમેઝોન ઓરિજિનલ સિરીઝ તાંડવ 15મી જાન્યુઆરી, 2021થી ભારત અને 200 દેશ અને પ્રદેશોમાં રિલીઝ થશે, જે ખાસ એમેઝોન પ્રાઈમ વિડિયો પર જોઈ શકાશે.
હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત આ 9 એપિસોડના રાજકીય ડ્રામામાં સૈફ અલી ખાન, ડિંપલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, દિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, મહંમદ ઝીશાન અય્યુબ, કૃત્તિકા કામરા, સારાહ જેન ડાયસ, સંધ્યા મૃદુલ, અનુપ સોની, હિતેન તેજવાની, પરેશ પાહુજા, શોનાલી નાગરાની વગેરે છે.
પ્રિયંકા ચોપડાએ લંડનના સલૂનમાં જઈને કોવિડ-19 લૉકડાઉનનો નિયમ તોડ્યો, પોલિસ પણ પહોંચી