For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્દર્શકોની નજરે શિપ ઑફ થેસસ અને લંચબૉક્સ હિટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 ડિસેમ્બર : વર્ષ 2013 બૉલીવુડ માટે ધમાકેદાર વર્ષ રહ્યું છે. આ વર્ષ જાન્યુઆરીમાં રેસ 2 ફિલ્મની સફળતાથી શરૂ થયું અને ડિસેમ્બરમાં ધૂમ 3 ફિલ્મની જોરદાર સફળતા સાથે પૂરૂ થઈ રહ્યું છે.

દર્શકો તરફથી તો કોઈ પણ ફિલ્મની સફળતા કે નિષ્ફળતા બૉક્સ ઑફિસના આંકડાઓ દ્વારા જાણી શકાય છે અને અડધો ડઝન ફિલ્મોનો સો કરોડ ક્લબમા સમાવેશ કરી દર્શકોએ પોતાની પસંદગી જણાવી જ દીધી છે, તો અનેક નાના બજેટની ફિલ્મોની પણ સારી કમાણી દ્વારા દર્શકોએ જણાવી દીધું કે આવી ફિલ્મો પણ તેમને ગમી શકે છે, પરંતુ વાત જ્યારે દિગ્દર્શકોની આવે, તો તેમની પસંદગીની ફિલ્મો એવી હોઈ શકે કે જેને દર્શકોએ ફગાવી દીધી હોય. જ્યારે દિગ્દર્શકોને તેમની પસંદગીની ફિલ્મો ચૂંટવા માટે કહેવાયું, ત્યારે સૌથી વધુ વોટ શિપ ઑફ થેસસ અને ધ લંચબૉક્સ જેવી ફિલ્મોને વોટ હાસલ થયાં. આ એવી ફિલ્મો છે કે જે સો કરોડ ક્લબમાં નથી.

ચાલો તસવીરો સાથે જાણીએ દિગ્દર્શકોની પસંદગીની ફિલ્મો :

સુજૉય ઘોષ

સુજૉય ઘોષ

રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસ, નિખિલ અડવાણીની ડી ડે, અભિષેક કપૂરની કાઇ પો છે, મનીષ શર્માની શુદ્ધ દેસી રોમાંસ અને રીતેશ બત્રાની ધ લંચબૉક્સ.

આનંદ એલ રાય

આનંદ એલ રાય

કાઇ પો છેમાં દિગ્દર્શકે જે રીતે વિષયવસ્તુ સાચવી, તે બહુ ગમ્યું. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભાગ મિલ્ખા ભાગ અને સંજય લીલા ભાનુશાળીની રામલીલા સ્પષ્ટ રીતે દીપિકા પાદુકોણેના કારણ ગમી.

વિજય કૃષ્ણ આચાર્ય

વિજય કૃષ્ણ આચાર્ય

અસગર ફરહાદીની ઍ સેપરેશન. વર્ષ 2013માં મેં માત્ર આ જ ફિલ્મ જોઈ, કારણ કે ધૂમ 3માં વ્યસ્ત હતો.

અભિષેક ચૌબે

અભિષેક ચૌબે

આનંદ ગાંધીની શિપ ઑફ થેસસ, રીતેશ બત્રાની ધ લંચબૉક્સ, વિક્રમાદિત્ય મોટવાણેની લુટેરા ગમી.

પ્રભુ દેવા

પ્રભુ દેવા

રમૈયા વસ્તાવૈયા, આર રાજકુમાર અને ચેન્નઈ એક્સપ્રેસ. પહેલી બે એટલા માટે, કારણ કે તે મારી ફિલ્મો છે અને ત્રીજી એટલા માટે, કારણ કે તે શાહરુખ ખાનની છે.

અજય બહેલ

અજય બહેલ

પોતાના શાનદાર છાયાંકન અને બહેતરીન પ્રસ્તુતિઓ બદલ શિપ ઑફ થેસસ ગમી.

રીતેશ બત્રા

રીતેશ બત્રા

યે જવાની હૈ દીવાની મજાની ફિલ્મ હતી. હંસલ મહેતાની શાહિદ તેની પ્રામાણિકતાના કારણ ગમી.

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

ભાગ મિલ્ખા ભાગ, ધ લંચબૉક્સ અને લુટેરા.

તિગ્માંશુ ધુલિયા

તિગ્માંશુ ધુલિયા

ધનુષના કારણે રાંઝણા ગમી. કાઇ પો છે તેના નવા પ્રયત્નના કારણે ગમી.

સુભાષ કપૂર

સુભાષ કપૂર

પોતાની સરળ, પણ જાનદાર વાર્તા શૈલીના કારણે કાઇ પો છે ગમી. ભાગ મિલ્ખા ભાગ તથા શાહિદ પણ ગમી.

ગૌરી શિંદે

ગૌરી શિંદે

રાજ નિદુમુરૂ તથા કૃષ્ણા ડી કેની ગો ગોવા ગોન, યે જવાની હૈ દીવાની અને ચેન્નઈ એક્સપ્રેસ સારી લાગી.

મૃગદીપ લાંબા

મૃગદીપ લાંબા

શિપ ઑફ થેસસ, લુટેરા, શાહિદ ગમી.

જ્ઞાન કોરિયા

જ્ઞાન કોરિયા

શિપ ઑફ થેસસ, ધ લંચબૉક્સ અને ધ ગુડ રોડ ગમી.

English summary
The year 2013 was one of Bollywood blockbusters. It began with hit "Race 2" in January and the "Dhoom 3" December release capped it on a high note. If viewers picked and chose their favourite films, directors too have a favourite list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X