For Quick Alerts
For Daily Alerts

દિગ્દર્શક સુનીલ અગ્નિહોત્રીના પત્નીનો આપઘાત
મુંબઈ, 27 ઑક્ટોબર : બૉલીવુડમાંથી વધુ એક માઠાં સમાચાર આવ્યાં છે. જાણીતાં નિર્માતા-દિગ્દર્શક સુનીલ અગ્નિહોત્રીનાં પત્ની અંજલિ અગ્નિહોત્રીએ આપઘાત કર્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ પ્રાથમિક તબક્કે તો આ આપઘાતનો જ કેસ લાગે છે.
તાજેતરમાં જ દેવાનંદ, રાજેશ ખન્ના, યશ ચોપરા અને છેલ્લે જસપાલ ભટ્ટી જેવી જાણીતી હસ્તીઓની વિદાયથી શોકગ્રસ્ત બૉલીવુડ માટે આ બનાવ વધુ એક આંચકા સમાન છે.
જે માહિતી મળી છે તેના મુજબ અંજલિ અગ્નિહોત્રીએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી. જેના પગલે તેમનું મોત થઈ ગયું. કહેવાય છે કે અંજલિ ઘણાં વખતથી માનસિક રીતે પરેશાન હતાં. તેમના બેડરૂમમાં એક સુસાઇડ નોટ મળી છે. તેમાં તેમણે લખ્યું છે કે તેમના મોત માટે તેઓ પોતે જવાબદાર છે. હાલ પોલીસે શબનો કબ્જો લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યું છે.
નોંધનીય છે કે સુનીલ અગ્નિહોત્રી દૂરદર્શન ઉપર પ્રસારિત થયેલ પ્રસિદ્ધ શ્રેણી ચંદ્રકાંતા માટે ખૂબ જ જાણીતાં થયા હતાં. અંજલિને મૃત હાલતમાં સૌ પ્રથમ તેમના પુત્રે જોયું. હાલ પોલીસને હજીય કેટલીક વાતો ખુંચી રહી છે. પરંતુ મીડિયામાં અત્યાર સુધી કઈંજ કહેવાયું નથી.
Comments
suicide bollywood sunil agnihotri anjali agnihotri chandrakanta doordarshan દૂરદર્શન ચંદ્રકાંતા આપઘાત આત્મહત્યા બૉલીવુડ સુનીલ અગ્નિહોત્રી અંજલિ અગ્નિહોત્રી
English summary
Chandrakanta Sunil Agnihotri's wife commits suicide Said Police.