For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાન અને અમે બધા જ આ ફિલ્મ પર ખુબ જ મહેનત કરી રહ્યા છે

હાલમાં જ એક ઇવેન્ટમાં દિશા પટાનીએ કહ્યું કે સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છું. અમે બધા જ ભારત માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ એક ઇવેન્ટમાં દિશા પટાનીએ કહ્યું કે સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છું. અમે બધા જ ભારત માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. સલમાન ખાન વિશે વાત કરતા દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે સલમાન ખાન એક સારા એક્ટર તો છે જ પરંતુ તેની સાથે સાથે એક સારા વ્યકતિ પણ છે. અમે ઘણા સીન સાથે શૂટ કર્યા છે.

આ પણ વાંચો: દિશા પટાની એ કહ્યું, સ્ટ્રગલ વખતે ખિસ્સામાં હતા 500 રૂપિયા

આપને જણાવી દઈએ કે અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મનું બે સિડ્યૂલનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. હવે અબુ ધાબીમાં ફિલ્મના કેટલાક ધમાકેદાર એક્શન સીન શૂટ કરવામાં આવશે. ભારત ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટણી, તબૂ, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને નોરા ફતેહ મહત્વના રોલમાં જોવા મળશે. ભારત 2019 ઈદ દરમિયાન રિલીઝ થશે.

આ પણ વાંચો: દિશા પટાની બિકીનીમાં હોટ અંદાઝ, કેટરિના અને કરીના બધા જ ફેલ

ખાસ બાબત છે કે સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફરની જોડીની આ હેટ્રિક ફિલ્મ છે. આ પહેલા બંને સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ જેવી 300 કરોડની ફિલ્મ આપી ચુક્યા છે.

આવી હશે કહાની

આવી હશે કહાની

જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની કહાની પિતા અને પુત્ર પર આધારિત છે. 1947 ભારત-પાકિસ્તાન ભાગલા સમયે એક યુવાન પોતાના પિતાને કેટલાક વચનો આપે છે. ફિલ્મમાં પિતા અને પુત્ર વચ્ચે ઇમોશનલ બોન્ડિંગ બતાવવામાં આવશે.

1947 થી 2000 સુધી

1947 થી 2000 સુધી

ફિલ્મની વાર્તા 1947થી શરૂ થાય છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતા હોય છે અને હજારો પરિવાર છૂટાં પડી જતાં હોય છે. ફિલ્મની સફર 'ભારત(દેશ)' અને ભારત (સલમાન ખાન)ની છે. ફિલ્મની વાર્તા વર્ષ 2000 સુધી ચાલે છે. કેટરીના એક નર્સના રોલમાં જોવા મળશે, જેને ભારત સાથે પ્રેમ થઈ જાય છે.

5 લૂક્સમાં સલમાન ખાન

5 લૂક્સમાં સલમાન ખાન

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાન ખાન 5 અલગ અલગ લૂક્સમાં દેખાશે. ફિલ્મની શરૂઆતમાં સલમાન ખાન સર્કસમાં ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે.

હિન્દી રીમેક

હિન્દી રીમેક

જણાવી દઈએ કે ફિલ્મ ભારત કોરિયન ફિલ્મ 'ode to my father'ની હિન્દી રીમેક છે. પરંતુ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે વાર્તામાં ઘણા બદલાવ કર્યા છે. અમુક બદલાવ સ્ટાર્સને ધ્યાનમાં રાખીને તો અમુક બદલાવ ઑડિયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

ફિલ્મના કેરેક્ટર

ફિલ્મના કેરેક્ટર

જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સલમાન ખાનના પિતા તરીકે જેકી શ્રોફ જોવા મળશે. સલમાનના બહેનનો રોલ તબૂ નિભાવશે, જ્યારે દિશા પટણી, કેટરીના કેફ અને નોરા ફતેહી અલગ-અલગ સમયે એન્ટ્રી લેશે.

ફિલ્મનું શૂટિંગ

ફિલ્મનું શૂટિંગ

ફિલ્મનું થોડું શૂટિંગ મુંબઈ અને થોડું શૂટિંગ માલ્ટામાં થઇ ચૂક્યું છે, જ્યાં સલમાન અને કેટરીનાનું રોમેન્ટિક ટ્રેક શૂટ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મની ટીમ અબુ ધાબીમાં શૂટિંગ કરશે. અહીં ફિલ્મના કેટલાક અગત્યના એક્શન સીન શૂટ કરવામાં આવશે.

English summary
Disha Patani is excited working with Salman Khan in Bharat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X