આજની ગ્લેમરસ દિશા પટાનીનો જૂનો ફોટો થયો વાયરલ, ઓળખવી મુશ્કેલ
બોલિવુડ હસીના દિશા પટાનીની ગણતરી વર્તમાન સમયની ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. થોડીક ફિલ્મો દ્વારા લોકોના દિલોમાં જગ્યા બનાવનારી દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનુ ઈન્સ્ટાગ્રામ તેના હૉટ અને બિકિની ફોટાઓથી ભરેલુ પડ્યુ છે અને તેની લેટેસ્ટ ફિલ્મ 'મલંગ'માં પણ તેનો હૉટ અવતાર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે પરંતુ દિશા શરૂઆતથી આવી નહોતી.

દિશા પટાનીનો જૂનો ફોટો થયો વાયરલ
હાલમાં જ તેના અમુક જૂના ફોટા કે જે ફિલ્મો અને મૉડલિંગની પહેલાના છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં દિશા એક સામાન્ય, સિમ્પલ અને નૉનગ્લેમરસ લાગી રહી છે આ ફોટાને જોયા બાદ લોકોને એ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે કે આ ફોટા દિશાના છે. તમને જણાવી દઈએ કે આજની ફિટનેસ ફ્રિક કહેવાતી દિશા યોગા અને વર્કઆઉટ કરે છે અને પોતાને ફિટ રાખે છે.

એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશાએ બોલિવુડમાં કરી એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે દિશા પટાનીએ પોતાના અભિનય કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફર (2015)થી કરી, જે વરુણ તેજ સાથે હતી. સ્પોર્ટ્સ બાયોપિક એમ એસ ધોનીઃ ધન અનટોલ્ડ સ્ટોરી(2016)માં પોતાનુ બોલિવુડ ડેબ્યુ કર્યા બાદ તેણે ચીની એક્શન કૉમેડી કુંગ ફૂ યોગા(2017)માં અભિનય કર્યો જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ચીની ફિલ્મોમાંની એક છે.
|
ફિલ્મ ‘મલંગ' આજે રિલીઝ થઈ ગઈ છે...
આદિત્ય રૉય કપૂર અને દિશા પટાની સ્ટારર ફિલ્મ ‘મલંગ' આજે રિલીઝ થઈ ગઈ છે. મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી રોમેન્ટીક થ્રિલર ફિલ્મ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને કુણાલ ખેમુ પણ મુખ્ય ભૂમિકામાં છે. અંડરવૉટર કિસિંગ સીન ઘણો છવાયેલો રહ્યો છે. હવે જોવાનુ એ છે કે દિશા લોકોને કેટલા પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચોઃ Valentine's Day: દરેક પ્રેમીએ જાણવી જોઈએ આ ઐતિહાસિક પ્રેમ કહાનીઓ