• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પિંક બિકિનીમાં સનબાથ લેતો દિશા પટાનીનો ફોટો જોઈ ટાઈગર શ્રોફે કહ્યુ HOT

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડની સૌથી હૉટ અભિનેત્રીઓમાં દિશા પટાનીની ગણતરી થાય છે. દિશા પટાની પોતાના હૉટ બિકિની લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ વખતે પણ તે પિંક બિકિનીમાં સનબાથ લેતા ઘણી હૉટ દેખાઈ રહી છે. આના પર ટાઈગર શ્રોફે એવુ કમેન્ટ કરી કે એક વાર ફરીથી બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બે વર્ષથી વધુ સમયથી ટાઈગર શ્રોફ અને દિશા પટાની એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ કયારેય પણ બંનેએ આના પર કોઈ નિવેદન જાહેર કર્યુ નથી. દિશા પટાની અને ટાઈગર શ્રોફના અફેરની ચર્ચા ઘણી સમયથી થઈ રહી છે પરંતુ ક્યારેય પણ બંનેએ આનો સ્વીકાર નથી કર્યો.

ટાઈગર શ્રોફે કરી કમેન્ટ

ટાઈગર શ્રોફે કરી કમેન્ટ

દર વખતની જેમ આ વખતે પણ દિશા પટાનીની પિંક બિકિની ફોટો પર ટાઈગર શ્રોફે એક દમદાર કમેન્ટ કરી છે. પોતાની ફિટનેસનો જાદૂ દિશા પટાની આ ફોટામાં પણ બતાવી રહી છે. જુઓ દિશા પટાનીના ખૂબ જ હૉટ ફોટા.

દિશા પટાનીનો લેટેસ્ટ બિકિની ફોટો ટાઈગર શ્રોફની કમેન્ટ

દિશા પટાનીનો લેટેસ્ટ બિકિની ફોટો ટાઈગર શ્રોફની કમેન્ટ

ટાઈગર શ્રોફ અને દિશા પટાની ઘણી વાર સ્પેશિયલ વેકેશન પર પણ જઈ ચૂક્યા છે. બંનેના ઘણા ફોટા પણ સામે આવ્યા છે પરંતુ દુનિયા સામે પોતાનો પ્રેમ જાહેર કર્યો નથી. આ વખતે દિશા પટાની સમુદ્ર કિનારે પિંક બિકિનીમાં બેસીને સનબાથનો આનંદ લેતો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો તો ટાઈગર શ્રોફ ખુદને રોકી ન શક્યા.

દિશા પટાનીનો બોલ્ડ ફોટો

દિશા પટાનીનો બોલ્ડ ફોટો

ટાઈગર શ્રોફે દિશા પટાનીની બિકિની ફોટો પર કમેન્ટ કરીને લખ્યુ છે હૉટ. દિશા પટાનીનો ચહેરો આ ફોટામાં નથી દેખાઈ રહ્યો. દિશા પટાનીએ પિંક કલરની રિવીલિંગ બિકિની પહેરી છે. માથે પિંક કલરની હેટથી દિશા પટાનીનો ચહેરો દેખાતો નથી.

દિશા પટાની અને ટાઈગર શ્રોફનો ફોટો

દિશા પટાની અને ટાઈગર શ્રોફનો ફોટો

ખુલ્લા વાળમાં રેત પર બેસીને સનબાથ લેતી દિશા પટાનીના ફોટાને અત્યાર સુધી લાખો લોકોએ લાઈક આપી છે. બધાની નજર ટાઈગર શ્રોફની કમેન્ટ પર જઈ રહી છે. દિશા પણ ઘણી વાર ટાઈગર શ્રોફના શર્ટલેસ અને જિમ ફોટા પર કમેન્ટ કરે છે.

દિશા પટાનીના હૉટ ફોટો

દિશા પટાનીના હૉટ ફોટો

દિશા પટાની ઘણી વાર પોતાના બિકિની ફોટા પોસ્ટ કરી ચૂકી છે. ડાંસ અને એક્ટિંગ સાથે દિશા પોતાની ફિટનેસ માટે પણ લોકપ્રિય છે. દિશા જિમમાં ઘણી મહેનત કરે છે તેનો નઝારો તેના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે.

English summary
Disha Patani share pink bikini photo viral on social media, Tiger Shroff comment on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion