• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટાનીએ જિમમાંથી શેર કર્યો Video, ઈન્ટરનેટ પર લગાવી આગ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી દિશા પટાની ફિલ્મોમાં એક્ટિંગ સાથે-સાથે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. દિશા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના વર્કઆઉટ વીડિયો અને બિકીની ફોટા ઘણીવાર વાયરલ થાય છે. એક વાર ફરીથી તેણે જિમમાંથી પોતાનો વીડિયો શેર કર્યો છે. જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. માત્ર તેના ફેન્સ જ નહિ પરંતુ ફિલ્મી સ્ટાર્સ પણ આના પર કમેન્ટ કરવાથી ખુદને રોકી શક્યા નથી.

દિશાએ શેર કર્યો છે વીડિયો

દિશાએ શેર કર્યો છે વીડિયો

દિશા પટનીએ ઈન્સ્ટા અને ટ્વિટર પર પોતાનો આ વીડિયો શેર કર્યો છે. લગભગ 17 સેકન્ડના આ વીડિયો સંદેશમાં દિશા બેક એક્સરસાઈઝ કરતી દેખાઈ રહી છે. એ પીળા રંગની શૉર્ટસ અને સ્ટ્રેપી બેકલેસ ફિટનેસ ગિયર પહેરીને એક્સરસાઈઝ કરી રહી છે. તેની ફિટનેસે સહુ કોઈને ચોંકાવી દીધા છે. વીડિયો પર તેના ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તેની ફિટનેસની જોરદાર પ્રશંસા કરી છે.

ફિટનેસ ફ્રીક છે દિશા

ફિટનેસ ફ્રીક છે દિશા

દિશામાં ફિટનેસને લઈને ઘણી દીવાનગી છે. આ કોઈ પહેલી વાર નથી જ્યારે પોતાના વર્કઆઉટ સેશનના વીડિયોથી તેણે લોકોને પ્રભાવિત કર્યા છે દિશાએ થોડા દિવસ પહેલા પોતાના વર્કઆઉટ સેશન દરમિયાન 80 કિલો રેક પુલિંગ કરીને ખુદનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દિશા જિમમાં 80 કિલો કાર રેંક પુલ કરતી દેખાઈ રહી હતી. તેનો આ વીડિયો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

દિશા પટાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોલોઅર્સ સાથે જોડાય પણ છે. હાલમાં જ તેણે ઈન્સ્ટા પ આસ્ક મી એનીથિંગ સેશન કર્યુ હતુ જેમાં તેણે ફેન્સના સવાલોના ખૂબ મઝાના જવાબો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે દિશા ટૂંક સમયમાં મોહિત સૂરીની એક વિલન રિટર્ન્સ અને યોદ્ધામાં જોવા મળશે. વિલન રિટર્ન્સમાં તેની સાથે અર્જૂન કપૂર, જૉન અબ્રાહમ અને તારા સૂતારિયા જોવા મળશે.

English summary
Disha Patani share workout video flaunts toned back goes viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X