દિશા પટાનીએ બિકિની ટૉપમાં યાદ કર્યુ માલદીવ વેકેશન, 45 મિલિયન લોકો સાથે શેર કર્યો Video
મુંબઈઃ દિશા પટાની હાલમાં પોતાના આવનારા પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને આ દરમિયાન તેને પોતાના રજાઓના દિવસોની યાદ આવી અને તેણે માલદીવમાં પસાર કરેલ પોતાની રજાઓને એક સરસ મઝાનો વીડિયો પોતાના 45 મિલિયન ફોલોઅર્સ સાથે શેર કર્યો. આ વીડિયોમાં દિશા પટાની એક બિકિની ટૉપ અને શૉર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. દિશા પટાનીનુ આ વેકેશન અને તેના ફોટા ઘણા ચર્ચામાં હતા કારણકે દિશાએ આ રજાઓ પોતાના ખાસ દોસ્ત ટાઈગર શ્રોફ સાથે વીતાવી હતી. જો કે બંનેએ સાથે ફોટા શેર કર્યા નહોતા.

બોલ્ડ અને હૉટ ફોટા
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં બૉલિવુડ સેલિબ્રિટી માલદીવ્ઝમાં રજાઓ માણતા દેખાયા અને સાથે માલદીવ ટુરિઝમને પ્રમોટ કરતા દેખાયા. જો કે આના માટે તેમની ટીકા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દિશા પટાની હંમેશાથી ફેન્સને પોતાના બોલ્ડ અને હૉટ ફોટા સાથે સરપ્રાઈઝ આપતી રહે છે. દિશાએ બૉલિવુડમાં સિમ્પલ રોલમાં સુશાંત સિંહ સાથે એમ એસ ધોની ફિલ્મથી પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ જે તેની સોશિયલ ઈમેજથી એકદમ અલગ હતુ.

Calvein Klein માટે ફોટોશૂટ
દિશા પટાની ઈન્ટરનેટ પર ત્યારે છવાઈ ગઈ જ્યારે તેણે Calvein Klein માટે એક જબરદસ્ત ફોટોશૂટ કર્યુ. આ ફોટોશૂટે ઈન્ટરનેટ પર કહેર વરસાવી દીધો અને દિશા પટાની રાતોરાત દેશનુ નેશનલ ક્રશ બની ગઈ હતી. આ ફોટામાં તેની બોલ્ડ અદાઓ જોઈને લોકો તેના પર ફિદા થઈ ગયા હતા.

થતી રહે છે ટીકા
દિશા પોતાના ફોટાને લઈને જેટલી પોપ્યુલર રહી એટલી જ તેના ફોટા માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી છે. લગભગ દિશાના દરેક ફોટા પર નેગેટીવ કમેન્ટ કરવામાં આવે છે જ્યાં તેના કપડા અને સ્ટાઈલને લઈને આંગળી ઉઠતી રહે છે.

જબરદસ્ત ફેન ફોલોઈંગ
દિશાની ફેન ફોલોઈંગ તગડી છે. દિશાના ગ્લેમરસ ફોટા સાથે સાથે તેની એક્શન અને જિમ વીડિયો પણ ઘણા પોપ્યુલર છે. દિશા જબરદસ્ત એક્શન કરે છે અને તેનુ ઈન્સ્ટાગ્રામ આનો પુરાવો છે.

ફેન્સને ગમે છે તેના ફોટા
આ ફોટામાં દિશા પટાની સેક્સી પોઢ આપીને પોતાના હૉટ અવતારમાં જોવા મળી રહી છે જે તેના ફેન્સને ખૂબ ગમી રહી છે.

ફેવરિટ પોઝ
આ છે દિશા પટાનીનો ફેવરિટ પોઝ. તે ઘણી વાર આ પોઝમાં ફોટા પડાવતી જોવા મળે છે. વળી, દિશા પટાનીને દરિયા કિનારા અને બિકીની ખૂબ ગમે છે કારણે કે આ બંનેથી દિશા પટાની વધુ સમય સુધી દૂર નથી રહી શકતી.

ટ્રોલથી ક્યારેય નથી ડરતી દિશા
દિશાના ફોટાને ફેન્સ જેટલુ પસંદ કરે છે એટલુ તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. સભ્યતા અને સંસ્કૃતિના નારા આપનારા દિશાના આ ફોટાને ઘણી ટ્રોલ કરવામાં આવે છે પરંતુ દિશા ટ્રોલ્સથી ડરતી નથી.

શરૂઆતના દિવસોના ફોટા
આ ફોટા દિશા પટાનીના શરૂઆતના દિવસોની છે જ્યારે કે એક મૉડલ હતી. મૉડલિંગથી શરૂઆત કર્યા બાદ દિશા પટાની પહેલી વાર ટાઈગર શ્રોફ સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ વીડિયોમાં બંનેની કેમેસ્ટ્રી ચર્ચાનો વિષય બની ગઈ હતી.

પહેલી જ ફિલ્મથી નેશનલ ક્રશ
પહેલી ફિલ્મ બાદ જ દિશાનો નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યુ ફિલ્મથી જ તેની ફેન ફોલોઈંગમાં વધારો થઈ ગયો.

દિશા પટાનીની ઉપલબ્ધિઓ
ટાઈગર શ્રોફ સાથે દિશા પટાનીની ખાસ દોસ્તી પણ હંમેશાથી ચર્ચામાં રહી છે. દિશા પટાનીની સૌથી હૉટ ઑનસ્ક્રીન પેર રહી છે આદિત્ય રૉય કપૂર સાથે. મલંગમાં આદિત્ય સાથે તેની જોડીની કેમેસ્ટ્રીએ દર્શકોનુ ધ્યાન ખેંચ્યુ.