• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીએ શેર કર્યો બહેનનો આર્મી ટ્રેનિંગવાળો ફોટો, કહ્યુ - મને ગર્વ છે

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી દિશા પટાનીએ સોશિયલ મીડિયા પર બહેન ખુશબુ પટાનીના અમુક જૂના ફોટા શેર કર્યા છે. આ ફોટા સેનામાં ટ્રેનિંગ દરમિયાનના છે. તમને જણાવી દઈએ કે દિશાની બહેન સેનામાં છે. આ જૂના ફોટામાં ખુશબુ નાના વાળ અને શૉર્ટ્સ પહેરેલી દેખાય છે. ફોટા શેર કરીને દિશાએ લખ્યુ, 'તમને સલામ, જે વસ્તુમાંથી તુ પસાર થઈ છે, હું એના વિશે ક્યારેય વિચારી પણ નથી શકતી.'

દિશાએ કહ્યુ, હું જેને જાણતી હતી તેનાથી પણ તુ સુંદર છોકરી તરીકે પરિવર્તિત થઈ ગઈ, હું તને ખૂબ પ્રેમ કરુ છુ. દિશાએ પોતાની ઈન્સ્ટાગ્રામની ટાઈમલાઈન પર પણ ખુશબુના યુનિફોર્મવાળો ફોટો શેર કર્યો છે. જેમાં ખુશબુ મેદાનમાં ઉભેલી દેખાય છે. ફોટામાં તે મહિલા અધિકારીઓ સાથે છે. દિશાએ પોતાની બહેનને વંડર વુમન કહી છે.

patani

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ખુશબુના ફોટા શેર કરે છે. ખુશબુની પ્રોફાઈલ પણ વેરિફાઈડ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશાએ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી બૉલિવુડમાં ડેબ્યુ કર્ય હતુ. આ ઉપરાંત તે કુંગ ફૂ યોગા, બાગી-2 અને ભારત જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. છેલ્લી વાર તે ફિલ્મ મલંગમાં દેખાઈ હતી. આ ઉપરાંત તેન આવનારી ફિલ્મો રાધે અને એક વિલન-2 છે.

આ પણ વાંચોઃ લાઈવ કૉન્સર્ટમાં ગ્રેમી પુરસ્કાર વિજેતા બિલી એલિશે કાઢ્યા બધા કપડાઆ પણ વાંચોઃ લાઈવ કૉન્સર્ટમાં ગ્રેમી પુરસ્કાર વિજેતા બિલી એલિશે કાઢ્યા બધા કપડા

English summary
disha patani shares pictures of sister khushboo patani from her army training days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X