• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનૂ નિગમ પર ભડકી ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર - 'અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા'

|

સિંગર સોનુ નિગમે એક વીડિયો જારી કર્યો છે જેમાં તેમણે સીધુ નામ લઈને ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને માફિયા ગણાવ્યા છે અને કહ્યુ કે મારી સાથે પંગો ના લેતા, મારી પાસે પુરાવા છે. હવે ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે આ વિવાદ પર પ્રતિક્રિયા આપીને સોનુ નિગમને અહેસાન ફરામોશ ગણાવ્યા છે અને યાદ અપાવ્યુ છે કે ટી-સીરિઝે જ તેમને બ્રેક આપ્યો હતો. દિવ્યા ખોસલા કુમારે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ - 'આજે બધુ એ વિશે છે કે કોણ કેટલુ સારુ કેમ્પેઈન ચલાવી શકે છે. અહીં સુધી કે હું લોકોમાં જૂઠ વેચતા અને પોતાના સ્ટ્રોંગ કેમ્પેઈન દ્વારા છળ કપટ કરતા જોઈ રહી છુ. સોનૂ નિગ એ રીતના વ્યક્તિ છે, જે બહુ સારી રીતે જાણે છે કે લોકોના દિમાગ સાથે કેવી રીતે રમવાનુ છે. ભગવાન દુનિયાને બચાવે.'

અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા

અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા

બીજી સ્ટોરીમાં તેમણે લખ્યુ - સોનૂ નિગમજી ટી-સીરિઝે તમને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો. તમને આટલા આગળ વધાર્યા. જો તમને આટલી જ ભડાશ હતી ભૂષણ સાથે તો પહેલા કેમ ના બોલ્યા. આજે પબ્લિસિટી માટે આવુ કોમ કરી રહ્યા છો. તમારા પિતાજીના ખુદ મે એટલા વીડિયા ડાયરેક્ટ કર્યા. જેના માટે તે હંમેશા મારા એટલા આભારી રહેતા હતા. પરંતુ અમુક લોકો અહેસાન ફરામોશ હોય છે. દિવ્યા ખોસલા કુમારે સોનૂ નિગમને તેમના જ ગીતથી અહેસાન ફરામોશ ગણાવ્યા. તમને જણાવી દઈએ કે 'અચ્છા સિલા દિયા તૂને' ગીતથી સોનૂ નિગમને અલગ ઓળખ મળી હતી.

માત્ર બે લોકોના હાથમાં છે તાકાત

માત્ર બે લોકોના હાથમાં છે તાકાત

સુશાંત સિંહ રાજપૂતની સુસાઈડ બાદ જ્યારે બૉલિવુડમાં નેપોટિઝ્મનો કેસ ગરમાયો તો સોનૂ નિગમે ઈન્ડસ્ટ્રીમાં માફિયાગિરીની વાત કરતા બે વીડિયો રિલીઝ કર્યા. સોનૂ નિગમે સીધેસીધુ કહ્યુ હતુ કે આ પગલુ નેપોટીઝ્મ છે કે કાલે એક સિંગર કે એક કમ્પોઝર પણ આત્મહત્યા જેવુ પગલુ લઈ શકે છે. તેમણે આગળ કહ્યુ કે - 'નિર્માતા કામ કરવા ઈચ્છે છે, નિર્દેશક કામ કરવા ઈચ્છે છે, મ્યુઝિક કમ્પોઝર કામ કરવા ઈચ્છે છે પરંતુ મ્યૂઝિક કંપની કહે કે આ અમારા આર્ટિસ્ટ નથી. હું સમજી શકુ છુ કે તમે લોકો બહુ મોટા છો,તમે લોકો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને કંટ્રોલ કરો છો કે રેડિયોમાં શું વાગશે, ફિલ્મોમાં...પરંતુ આવુ ના કરો. દુઆ બદદુઆ બહુ મોટી વસ્તુ હોય છે. આ યોગ્ય નથી. આ જૈ બે લોકોના હાથમાં તાકાત છે, બે લોકો છે બસ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના, બે કંપની છે. તેમના હાથમાં તાકાત છે કે તે નક્કી કરે તે આની પાસે ગવડાવો, આની પાસે ના ગવડાવો.'

ભૂષણ કુમાર પર આપ્યા મોટા નિવેદન

ભૂષણ કુમાર પર આપ્યા મોટા નિવેદન

બીજા વીડિયોમાં સોનૂ નિગમે સીધુ નામ લઈને ટી સીરિઝના માલિક ભૂષણ કુમારને માફિયા ગણાવ્યા છે અને કહ્યુ કે મારી સાથે પંગો ના લેતા, મારી પાસે પુરાવા છે. હું અમુક મીડિયાવાળાને પણ કહેવા ઈચ્છુ છુ કે આ કોઈ પબ્લિસિટી નથી. આ મજાક નથી. અહીં કોઈના ભવિષ્યની વાત થઈ રહી છે. કોઈની જિંદગીની વાત થઈ રહી છે. મારી સામે નેગેટીવ સમાચારો છાપીને શું થશે. વળી, તેમણે કહ્યુ કે - 'ભૂષણ કુમાર તમે ખોટા વ્યક્તિ સાથે પંગો લીધો છે. તમે ભૂલી ગયા એ સમય જ્યારે તમે મારા ઘરે આવી આવીને ભાઈ ભાઈ કર્યા કરતા હતા, ભાઈ આ આલ્બમ કરી દો, ભાઈ મને સ્મિતા ઠાકરેથી મળાવી દો,સ બાળ ઠાકરેથી મળાવી દો, ભાઈ અબુ સાલેમથી બચાવો. યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવો. મરીના કુંવર યાદ છે ને... એ કેમ બેક આઉટ મીડિયાને ખબર છે. તેનો વીડિયો મારી પાસે પડ્યો છે. જો મારી સાથે પંગો લીધો તો એ વીડિયો હું મારી યુટ્યુબ ચેનલ પર નાખી દઈશ અને પૂરી ધામધૂમ સાથે નાખીશ.'

અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને ઝટકો, ટ્રમ્પે ડિસેમ્બર સુધી H-1B વિઝા કર્યા રદ

English summary
Divya Khosla Kumar says some people are thankless, doing it for publicity for Sonu Nigam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X